Vol. 3 No. 264 About   |   Contact   |   Advertise 02nd September 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન, બ્લેક લૉયર્સને જજ બનતા અટકાવવાનું વલણ

દક્ષિણ એશિયાના લૉયર્સ એ જાણવાની માંગ કરી રહ્યા છે કે જ્યુડીશીયરીમાં નિમણુંક માટે અરજી કરનારા ઉમેદવારોને નકારી કાઢવા માટે જજીસને શીખવવામાં શા માટે આવે છે. ‘ગરવી ગુજરાત’ને પ્રાપ્ત થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે હાઇકોર્ટના જજીસ તથા અન્ય, જેમને જજ બનવા માટે અરજી કરનાર વકીલ અથવા બેરિસ્ટર્સ વિષે ગુપ્ત મંતવ્યો આપવાનું કહેવામાં આવે છે.

Read More...
કોરોના અંગેના બ્રિટિશ નિષ્ણાતોના વિશ્વવ્યાપી અભ્યાસનો ગિનેસ રેકોર્ડ

બ્રિટનની યુનિવર્સિટીઓના નિષ્ણાતોએ કોરોના વાઇરસ અંગે ભારત સહિત વિશ્વભરની હોસ્પિટલોમાં કરેલા એક અભ્યાસને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે.

Read More...
અમેરિકામાં શિક્ષણ અને સંપત્તિ બાબતે ભારતીયો સરેરાશ અમેરિકનો કરતાં ક્યાંય આગળ

અમેરિકામાં તાજેતરમાં કરાયેલ વસતી ગણતરીના આંકડા અનુસાર ઉચ્ચ શિક્ષણ અને મિલકતના મુદ્દે ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં કાઠું કાઢ્યું છે. અમેરિકાવાસી ભારતીયોની સરેરાશ ઘરેલુ આવક 1,23, 700 ડોલર નોંધાઇ છે.

Read More...
જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી મહિલા જજ બન્યાં

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે અને બન્ને ન્યાયમૂર્તિઓની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરી છે.

Read More...
તમામ સૈનિકની વાપસી સાથે અફઘાનિસ્તાનમાં અમેરિકાના મિશનનો અંત

કાબુલ એરપોર્ટથી મંગળવારે પોતાના સૈનિકોને લઈને ઉપડેલા અમેરિકાના છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી સૈન્ય અભિયાનનો અંત આવ્યો હતો. અમેરિકાએ કાબુલ એરપોર્ટ ખાલી કરતાં તાલિબાનોએ હવામાં ગોળીબાર કરીને તેની ઉજવણી કરી હતી.

Read More...
ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગલે ભારત સરકારે એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લગાવાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો રવિવારે નિર્ણય કર્યો હતો,

Read More...
સાંસદોના હોબાળાથી ચોમાસું સત્રમાં રૂા.2,640 કરોડ પાણીમાં ગયા

સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં થયેલા હોબાળાને કારણે આમજનતાના રૂા.2,640 કરોડ પાણીમાં ગયા હતા. સંસદ સત્ર ચાલે છે ત્યારે પ્રત્યેક મિનિટ રૂા.2.5 લાખનો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.

Read More...
દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણીઃ મથુરા, દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર

શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી ચાલુ થઈ હતી. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ થયો હતો.

Read More...
હિંદુઓની સંખ્યા ઘટશે તો લોકશાહી નહીં રહેઃ નીતિન પટેલ

ગાંધીનગરમાં શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત ધર્મસભામાં રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે જો હિન્દુઓની સંખ્યા ઘટી તો દેશમાં બંધારણ કે કાયદા, કોર્ટ કચેરી જેવું કશું નહી હોય. આ બધુ ય હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ ટકેલુ છે.

Read More...
ગુજરાતમાં 155 તાલુકામાં મેઘમહેરઃ ઉમરગામ, વાપીમાં આભ ફાટ્યું

ગુજરાતમાં સોમવાર, 30 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસથી લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સતત બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

Read More...
કોરોના ઇફેક્ટઃ 5 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો

માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે 5 લાખ વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલ અથવા અર્ધ-સરકારી સ્કૂલમાં એડમિશન અપાવાયું હતું.

Read More...
રાજવી પરિવારમાં સંપત્તિનો વિવાદઃ રાજકુમારીની તરફેણમાં કોર્ટનો ચુકાદો

રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Read More...
સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર ડ્રોન હુમલો, 8 ઘાયલ

સાઉદી અરેબિયાના આભા એરપોર્ટ પર મંગળવારે થયેલા ડ્રોન હુમલામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વિમાનને નુકસાન થયું હતું, એમ યેમનમાં હુથી બળવાખોરો સામે લડાઈ કરી રહેલા સાઉદીના વડપણ હેઠળના ગઠબંધનને જણાવ્યું હતું.

Read More...

  Sports
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને એક ઈનિંગને ૭૬ રને હરાવ્યું

શનિવારે (28 ઓગસ્ટ) લીડ્સ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ફરી એક વખત નાટકીય ધબડકા સાથે પરાજય વહોર્યો હતો અને શુક્રવારે જગાવેલી આશાઓ ઉપર પાણી ફરી ગયું હતું.

Read More...
ટોકિયો પેરાલિમ્પિક્સમાં 10 મેડલ્સ સાથે ભારતનો રેકોર્ડ દેખાવ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં મંગળવારે (31 ઓગસ્ટ) ભારતીય એથલિટ્સે વધુ ત્રણ મેડલ હાંસલ કરી આ રમતોત્સવમાં ભારતના કુલ મેડલ્સની સંખ્યા 10 ઉપર પહોંચાડી હતી.

Read More...
સા. આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

સાઉથ આફ્રિકાના દંતકથા સમાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત મંગળવારે (31 ઓગસ્ટ) કરી હતી. સ્ટેઈને ટ્વીટર ઉપર આ જાહેરાત કરતાં કહ્યું હતું

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અમેરિકન સરકારના બોન્ડમાં ભારતનું રોકાણ વધીને $220 બિલિયન થયું

અમેરિકાની સરકારીની સિક્યોરિટીઝમાં ભારતનું રોકાણ જૂન 2021 ક્વાર્ટરમાં આશરે 20 બિલિયન ડોલર ઉછળીને 220.2 બિલિયન ડોલર થયું છે. ગયા વર્ષના જૂનની સરખામણીમાં યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝમાં ભારતના રોકાણમાં આશરે 40 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના જૂનમાં કોરોના મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિ ખોરવાઈ ગઈ હતી.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના ડેટા અનુસાર આ વર્ષના જૂનના અંતે 220.2 બિલિયન ડોલરના હોલ્ડિંગ સાથે ભારત વિશ્વમાં અમેરિકાની આ સિક્યોરિટીઝનો 11માં ક્રમનો સૌથી મોટો હોલ્ડર દેશ છે. અમેરિકા સરકારના બોન્ડમાં જાપાનનું રોકાણ સૌથી વધુ આશરે 1.277 ટ્રિલિયન ડોલર હતું.

Read More...
અમેરિકાને પછાડી ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ

ભારત અમેરિકાને પાછળ રાખીને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બીજા ક્રમનો સૌથી વધુ આકર્ષક દેશ બન્યો છે. નીચા ઉત્પાદન ખર્ચને કારણે ભારતને ચીન પછી બીજો ક્રમ હાંસલ કરવામાં મદદ મળી છે, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડના એક અહેવાલમાં જણાવાયું હતું.ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ-2021માં ચીન પહેલા સ્થાને છે. યુરોપ, અમેરિકા અને એશિયા-પેસિફિકના 47 દેશમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ માટે આકર્ષક ડેસ્ટિનેશનનુ આકલન કરે છે. અધિક માગવાળા મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનમાં કેનેડા ચોથા, ચેક ગણરાજ્ય પાંચમા, ઈન્ડોનેશિયા છઠ્ઠા સ્થાને છે.

Read More...
ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિને રૂા. 200 કરોડની પેનલ્ટી

ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ)એ સોમવારે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને સ્પર્ધા વિરોધી રીતસમો બદલ રૂા.200 કરોડનો દંડ ફટકાર્યો હતો. સીસીઆઈએ કંપનીને એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસમાં સામેલ ન થવા અને તેને બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતા.નિયામકે સોમવારે એક જાહેરાતમાં કહ્યું કે, ડીલરો સાથે ડિસ્કાઉન્ટ કન્ટ્રોલ પોલિસીને લાગુ કરી પેસેન્જર વ્હિકલ સેક્ટરમાં રીસેલ પ્રાઈસ મેઈન્ટેનન્સ (આરપીએમ)માં એન્ટી કોમ્પિટિટિવ વ્યવહારમાં સામેલ થવાને પગલે આ દંડ કરાયો છે.

Read More...
વેદાંતને જંબુસરના બ્લોકમાંથી ગેસનો જથ્થો મળ્યો

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર બ્લોકમાંથી અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંતને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો હોવાની મુંબઈ સ્ટોક એક્સચેન્જને કંપનીએ મંગળવારે માહિતી આપી હતી. આ બ્લોક કંપનીએ ઓપન એક્રીયેજ લાઈસન્સ પોલિસી (OALP) હેઠળ મેળવ્યો હતો. આ બ્લોકમાંથી કેટલો નેચરલ ગેસ મળ્યો છે તેની હજુ વિગત ઉપલબ્ધ થઈ નથી.

Read More...
ભારતમાં દર વર્ષે 300 ટન સોનાની દાણચોરી થતી હોવાનો અંદાજ

ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટરે ભારતમાં દર વર્ષે સરેરાશ 300 ટન સોનાની દાણચોરી થતી હોવાનો અંદાજ મૂક્યો છે, જેનાથી સરકારી તિજોરીને 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે, કારણ કે ગેરકાયદેસર આયાતથી સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટીથી થતી આવક ગુમાવે છે.સેન્ટરે વધુમાં જણાવ્યુ કે, વધી રહેલા સોનાની દાણચોરીના કામકાજ બુલિયન અને દાગીના વેપારને સુવ્યવસ્થિત કરવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે.પરંપરાગત રીતે ઓછી જકાતથી પણ સરકારને જંગી આવક પ્રાપ્ત થાય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી છે,

Read More...
  Entertainment

પ્રિયંકા ચોપરા MFIની ચેરપર્સન નિમાઈ

અમેરિકન યુવકને પરણેલી પ્રિયંકા ચોપરાએ હવે પોતાને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. હવે તે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન બની છે. પ્રિયંકાએ આ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. દીપિકા પદુકોણે આ પદ એપ્રિલ મહિનામાં છોડી દીધું હતું અને હવે તેના સ્થાને પ્રિયંકા ચોપરાને જવાબદારી સોંપાઇ છે.

Read More...

અમિતાભનો અવાજ હવે એલેક્સા પર

અમિત જી શોલે ફિલ્મ કે ગાને બજાઇયે, અમિત જી, પ્લે સોન્ગસ ફ્રોમ કભી કભી, અમિત જી ટેલ અ ફની સ્ટોરી, અમિતજી વોટસ ઇઝ ધ વેધર ટુડે જેવા એમેઝોન ઇકો ડિવાઇસ પર આવી વાતો અને પ્રશ્રોના ઉત્તર આપતા હવે અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે.કંપનીએ એલેક્સા પર ભારતના પ્રથમ સેલિબ્રિટી વોઇસ ફીચર ઉપલબ્ધની જાહેરાત કરી હતી. ભારતના ઉપયોગકર્તાઓને આ પ્રથમવાર અમિતાભનો અવાજ સાંભળવા મળશે.

Read More...

વેબસીરિઝમાં માધુરી-રેખા સાથે

કહેવાય છે કે સંજયલીલા ભણશાળીની બહુચર્ચિત વેબસીરિઝ ‘હીરામંડી’માં માધુરી દીક્ષિત અને રેખા લગભગ 20 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. આ વેબસીરિઝ સાથે સોનાક્ષી સિંહા અને હુમા કુરૈશી જેવી અભિનેત્રીઓના નામ પણ સંકળાયેલા છે. જોકે સંજયે આ નામોની જાહેરાત નથી કરી અને આ બાબતે તેણે વધુમાં કંઇ જણાવ્યું પણ પણ નથી.માધુરી દીક્ષિત અને રેખા છેલ્લે ‘લજ્જા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ બંને અભિનેત્રીઓ ઓટીટી પર આવી રહી છે ત્યારે ‘હીરામંડી’ એક મહત્ત્વની વેબસીરિઝ બની રહેશે.

Read More...

દીપિકા-રિતિકની એરિયલ એક્શન ફિલ્મ

દીપિકા પદુકોણ અને રિતિક રોશન અભિનિત નવી ફિલ્મ ‘ફાઈટર’ અંગે ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલે છે, આ ફિલ્મમાં પ્થમવાર રિતિક-દીપિકા સાથે જોવા મળશે. આ ફિલ્મની આગોતરી તૈયારી ઝડપથી ચાલી રહી છે અને તેનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેની રિલિઝ-ડેટ પણ આવી ગઈ છે.સિધ્ધાર્થ આનંદના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે 23 જાન્યુઆરીએ પ્રદર્શિત કરવામાં આવશે.અગાઉ આ ફિલ્મ વર્ષ 2022માં રિલિઝ કરવાની યોજના હતી. પણ હવે આ બંને કલાકારોના ફેન્સને આ ફિલ્મ જોવા લાંબી રાહ જોવી પડશે.

Read More...

અભિષેક તમિલ ફિલ્મની હિન્દી રીમેકમાં

અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલા અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળ્યો હતો.આ ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં પ્રદર્શિત થઇ હતી. હવે તેણે એક તમિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. તે તમિલ ફિલ્મ ઓથા સેરપ્પુ સાઇઝ 7ની હિન્દી રીમેકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ચેન્નઇમાં શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેક આ ફિલ્મની સ્ટોરીથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. આ વાર્તા એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે, જેના પર એક હત્યા માટે શંકા જાય છે અને તેની પૂછપરછ થાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store