Vol. 3 No. 263 About   |   Contact   |   Advertise 26th August 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
અફઘાનિસ્તાન બે વર્ષમાં ત્રાસવાદનો અડ્ડો બની જશે: નીલ બાસુ

મેટ્રોપોલિટન પોલીસના મદદનીશ કમિશનર અને હેડ ઓફ સ્પેશ્યાલીસ્ટ ઓપરેશન્સ તરીકે કાર્યરત નીલ બાસુએ ‘ગરવી ગુજરાત’ સાથે અફઘાનિસ્તાન વિશે વાત કરી ઘેરી ચિંતા વ્યક્ત કરતાં આગાહી કરી છે કે “કદાચ આગામી બે વર્ષમાં જ દેશ ફરી એક વખત આતંકવાદની નિકાસ માટેનો અડ્ડો બની જશે.

Read More...
યુકેમાં ઘરોની કિંમતોમાં 2004 પછી સૌથી ઝડપી દરે વધારો

ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડેઝની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા લોકોએ મોટા પ્રમાણમાં ઘરો ખરીદતા પ્રોપર્ટી માર્કેટમાં ફુગાવો થયો હતો અને છેલ્લા 17 વર્ષમાં ઘરોની કિંમતો તેમના સૌથી ઝડપી દરે વધી હતી અને તે વધારો 13.2 ટકા હતો.

Read More...
ટેનિસીમાં ભારે પૂરથી 22ના મોત

અમેરિકાના પૂર્વ કિનારે રવિવારે રોડ આઇલેન્ડ પર ‘હેનરી’ વાવાઝોડું ફૂંકાતા હજારો લોકોનું જનજીવન ખોરવાયું હતું. ઉપરાંત વીજળી સેવાને પણ અસર થઇ હતી, વૃક્ષો ઉખડી ગયા હતા અને આ વાવાઝોડું ન્યૂ ઇંગ્લેન્ડ તરફ જતા નબળું પડ્યા પહેલા રેકોર્ડ વરસાદ પણ ખાબક્યો હતો.

Read More...
કાબુલમાંથી ભારતીયોના જૂથને વતન પરત લાવવાનું એરફોર્સનું દિલધડક ઓપરેશન

અફઘાનિસ્તાનમાં તાલિબાની લડવૈયાઓએ સત્તા કબજે કર્યા બાદ પરિસ્થિતિ વિકટ બની છે. વિદેશી નાગરિકો પોતાના વતન પરત ફરવા ઇચ્છતા હતા. કાબુલની ઇન્ડિયન એમ્બેસીમાં કામ કરતા લોકો, ભારતીય પત્રકારો તેમજ અન્ય ભારતીયોને ભારત પરત લાવવા માટે ભારતીય એરફોર્સે એક દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું.

Read More...
કાબુલ ગયેલું યુક્રેનનું વિમાન હાઇજેક કરાયુઃ રીપોર્ટ

લોકોને બચાવવા અફઘાનિસ્તાન પહોંચેલા યુક્રેનનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું છે અને તેને ઇરાન તરફ લઈ જવામાં આવ્યું છે, એમ યુક્રેનના પ્રધાનને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વર્ષના અંત સુધીમાં આવવાની શક્યતા

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સામે આવી શકે છે તેમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી હતી કે આ વખતે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં યુવાઓની જેમ જ બાળકો પર પણ એટલું જ જોખમ છે.

Read More...
ગુજરાતમાં OBCમાં કઇ જ્ઞાતિનો સમાવેશ કરવો તે નક્કી કરવા સરકાર પંચ બનાવશે

કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓબીસી સુધારા બિલને મંજૂરી આપીને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો સમાવેશ કરવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે.

Read More...
ગુજરાતમાં વરસાદની 59 ટકા ઘટઃ ખેડૂતો પર ચિંતાના વાદળો

ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 22 ઓગસ્ટ સુધીમાં વરસાદની 59 ટકા ખાધ રહી છે. રાજ્યમાં વાર્ષિક 840મીમીની સરખામણીમાં અત્યાર સુધી 348મીમી જ વરસાદ વરસ્યો છે.

Read More...
ગુજરાત હાઇકોર્ટે લવ જેહાદ કાયદાની કેટલીક કલમો સામે સ્ટે આપ્યો

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે લવ જેહાદ વિરુદ્ધ કાયદાની છ કલમોને અમાન્ય જાહેર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સાબિતી આપવાનો બોજ આરોપી પર નાંખવાની કલમ ટકી શકે તેમ નથી.

Read More...
જામનગરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ

જામનગર ગુરુવારે સાંજે 7.15 વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઇ નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ભુકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Read More...

  Sports
વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સમાં ભારતને બે સિલ્વર, એક બ્રોન્ઝ

કેન્યાના નૈરોબીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ભારતે રવિવાર (22 ઓગસ્ટ) સુધીમાં બે સિલ્વર અને એક બ્રોંઝ – એમ ત્રણ મેડલ હાંસલ કર્યા હતા, તો વધુ બે મેડલ ભારતીય સ્પર્ધકો સ્હેજમાં ચૂકી ગયા હતા.

Read More...
બુડાપેસ્ટ ટેબલ ટેનિસમાં માનિકા- સાથિયાન મિક્સ ડબલ્સ ચેમ્પિયન

ભારતની માનિકા બત્રા અને જી. સાથિયાનની જોડી હંગેરીના બુડાપેસ્ટમાં ગયા સપ્તાહે પુરી થયેલી ડબલ્યુટીટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સ ચેમ્પિયન બની હતી.

Read More...
ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્મિથ-મેક્સવેલની વાપસી

યુએઈ અને ઓમાનમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. એરોન ફિન્ચ ટીમના સુકાનીપદે ચથાવત રખાયો છે.

Read More...
રફેલ નડાલ પણ ઈજાગ્રસ્ત, યુએસ ઓપનમાં નહીં રમે

રોજર ફેડરર અને થિયમ પછી મોખરાના આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી, સ્પેઈનનો રફેલા નડાલ ઈજાગ્રસ્ત થતાં હવે યુએસ ઓપનમાં રમશે નહીં.

Read More...
ઈંગ્લેન્ડમાં 144 વર્ષમાં પહેલીવાર બન્ને ઓપનર ઝીરોમાં આઉટ

લંડનના લોર્ડ્સ ખાતે ગયા સપ્તાહે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 151 રને હરાવી ઘણા વર્ષો પછી ‘ક્રિકેટના મક્કા’ ખાતે વિજય મેળવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારત સરકાર ચાર વર્ષમાં રૂા.6 લાખ કરોડની મિલકતો વેચશે

ભારત સરકારે સોમવારે રૂા.6 લાખ કરોડના એસેટ મોનેટાઇઝેશન પ્લાનની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (એનએમપી) રાખવામાં આવ્યુ છે અને તે ચાર વર્ષની હશે. આ મેગા પ્રોગ્રામની જાહેરાત કરતાં નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે સરકાર માત્ર પૂરતો ઉપયોગ ન થતી હોય તેવી મિલકતોમાંથી નાણા ઊભા કરશે અને તેની માલિકી સરકાર પાસે રહેશે.
એસેટ્સ મોનેટાઇઝેશન મુદ્દે નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યુ કે, એસેટ મોનેટાઇઝેશનથી મૂડીગત ખર્ચમાં વૃદ્ધિ થશે અને વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધાઓનું નિર્માણ થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય નવી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને આકર્ષિત કરવાનો છે. નાણાંપ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સરકાર માત્ર અંડર- યુટિલાઇઝ્ડ એસેટ્સ જ વેચશે.

Read More...
રીઝર્વ બેન્કે બેન્ક લોકર્સ માટે નવા નિયમો જારી કર્યા

ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક લોકર્સ માટેની માર્ગદર્શિકામાં બુધવારે સુધારા જાહેર કર્યા હતા. નવા નિયમો મુજબ આગ, ચોરી, બેન્ક કર્મચારી દ્વારા ગેરરીતિ, ઈમારત તૂટી પડવી વગેરે જેવા કિસ્સામાં સંબંધિત બેન્કની જવાબદારી વાર્ષિક ભાડાંના 100 ગણી રકમ જેટલી મર્યાદિત રહેશે. આમ આવા કિસ્સામાં સેફ ડિપોઝિટ લોકર ધરાવતા લોકોને વાર્ષિક ફીના 100 ગણા જેટલું વળતર મળશે. અત્યાર સુધી લોકર્સના સંદર્ભમાં બેન્કોની કોઇ જવાબદારી ન હતી. આ નવી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી 2022થી અમલી બનશે.

Read More...
કેઇર્નનો $1.2 બિલિયનો દાવો ફગાવી દેવા યુએસ કોર્ટમાં ભારતની માગણી

ભારત સરકારે વોશિંગ્ટનની ફેડરલ કોર્ટમાં બ્રિટનની કેઇન એનર્જીના 1.2 બિલિયન ડોલરના દાવાને ફગાવી દેવા માગણી કરી છે. ભારત સરકાર સાથે 1.2 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં કેઇર્નનો વિજય થયો હતો અને કેઇર્ને આ રકમ વસૂલ કરવા માટે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

Read More...
રેલવેના ખાનગીકરણના પ્રયાસોને નબળો પ્રતિસાદ

મેઇલ-એક્સપ્રેસ સહિતની 151 ટ્રેનના ખાનગીકરણના ઇન્ડિયન રેલવેના પ્રયાસને નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી ખેલાડીઓના નબળા પ્રતિસાદને કારણે રેલવે તેના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્સના કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી રહી છે.

Read More...
ડીમાર્ટના માલિક રાધાકિશન દામાણી વિશ્વના ટોચના 100 ધનિકોમાં સામેલ

ભારતની અગ્રણી રિટેલ ચેઇનના ડિમાર્ટના સ્થાપક અને શેરબજારના જાણીતા રોકાણકાર રાધાકિશન દામાણીએ દુનિયાના ટોચના 100 ધનિકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડીમાર્ટના શેર્સના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી દામાણીની નેટવર્થ 19.2 બિલિયન ડોલર (રૂા.1.4 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં તેઓ હાલ 98મા સ્થાન પર છે.

Read More...
  Entertainment

સ્વ. કિશોરકુમાર પર ફિલ્મ બનશે

જૂના જમાનાની હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગાયક સ્વ. કિશોરકુમારના જીવન આધારિત ફિલ્મ બનાવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. અનુરાગ બાસુ અને સુજીત સરકાર જેવા મોટા દિગ્દર્શકોએ કિશોરકુમારના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શક્ય બન્યું નથી. અનુરાગે તો આ ફિલ્મમાં કિશોરકુમારના રોલ માટે રણબીર કપૂરની પસંદગી પણ કરી હતી પરંતુ પછી તે વાત આગળ વધી નહોતી.

Read More...

પૂજા ભટ્ટનું ફરીથી પદાર્પણ

અભિનેતામાંથી નેતા બનેલા સન્ની દેઓલ માટે તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, તેણે આર. બાલ્કીની એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ સ્વીકારી છે. જોકે, હવે આ ફિલ્મ અંગે નવા સમાચાર પણ મળ્યા છે.
કહેવાય છે કે આ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ જોડાશે. આ ફિલ્મમાં દુલકર સલમાન પણ કામ કરી રહ્યો છે.પૂજા ભટ્ટ લાંબા સમય પછી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. તે એક વેબ સીરીઝમાં પણ દમદાર રોલમાં જોવા મળી હતી. જાણીતા ટ્રેડ એકસ્પર્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, આ ફિલ્મમાં હવે પૂજા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.

Read More...

સલમાન ખાન કરશે કોમેડી

સલમાન ખાન અત્યારે પોતાની નવી ફિલ્મો માટે ચર્ચામાં છે. જેમાં અનીસ બાઝમીની કોમેડી ફિલ્મ છે, તેમજ બીજી એડવેન્ચર ફિલ્મનો સમાવેશ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અનીસ બાઝમી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સલમાનના બહુ ચર્ચિત પાત્ર પ્રેમને ફરીથી દર્શાવવામાં આવશે.

Read More...

વિદ્યા-શેફાલીઃ હમ સાથ સાથ હૈ

વિદ્યા બાલન અને મૂળ ગુજરાતી અભિનેત્રી શેફાલી શાહ હવે એક નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. વિદ્યા બાલન છેલ્લે ફિલ્મ શેરનીમાં જોવા મળી હતી. તે ફિલ્મોની પસંદગી બહુ જ કાળજીપૂર્વક કરે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મની માહિતી આપી છે. તેણે જણાવ્યું છે કે, તેની નવી ફિલ્મનું નામ જલસા છે.

Read More...

શાહરુખની ગાઢ મિત્રો કોણ છે?

બોલીવૂડમાં બાઝીગર, કિંગ ખાન, બાદશાહ વગેરે ઉપનામથી ઓળખાતા શાહરુખ ખાનના ચાહકો તો વિશ્વભરમાં છે, તેના પર સંપૂર્ણ કુરબાન થવા માટે પણ તેઓ તૈયાર હોય છે. શાહરુખ ખાને અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ઘણી સાથે ફિલ્મી રોમાન્સ પણ કર્યો છે. ફિલ્મોમાં શાહરુખની ઘણી અભિનેત્રીઓ સાથે જોડી પણ હીટ રહી છે, જોકે કિંગ ખાન સાથે બોલીવૂડની પાંચ અભિનેત્રીઓ એવી છે, જેની સાથે તેની ગાઢ મિત્રતા રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store