Vol. 3 No. 262 About   |   Contact   |   Advertise 19th August 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
આઝાદીના અમૃત મહોત્સવની વિશ્વભરમાં ઉલ્લાસભેર ઉજવણી

ભારતના 75મા સ્વતંત્રતા દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને દેશના લોકોને આઝાદીની શુભકામના આપી હતી. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને નમન સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું.

Read More...
ભાવિ વડાપ્રધાન તરીકે ‌રિ‌શિ સુનાક શ્રેષ્ઠ: લોકમત

વડા પ્રધાન બોરિસ જૉન્સન હાલમાં વિવિધ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે જો તેઓ પોતાનું વડા પ્રધાન પદ કોઇ સંજોગોમાં છોડે છે તો ભાવિ વડાપ્રધાન તરીકે ‌રિ‌શિ સુનાક શ્રેષ્ઠ છે એમ ટોરીના અડધાથી વધુ એટલે કે 56 ટકા મતદારો ઈચ્છે છે.

Read More...
અફઘાન પ્રેસિડન્ટ અશરફ ગની દેશ છોડી ગયા, હવે કાબુલ સહિત આખા દેશમાં તાલિબાન રાજ

અફઘાનિસ્તાનમાં રવિવારે તાલિબાનની જીત વચ્ચે પ્રેસિડન્ટ અશરફ ગનીએ દેશ છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કાબુલમાં વાતચીત કર્યા પછી અશરફ ગનીએ આ પગલું લીધું છે.

Read More...
યુધ્ધાભ્યાસ માટે પોર્ટ્સમથની મુલાકાતે આવેલ ભારતીય નૌસેનાની ફ્રિગેટ આઇએનએસ તબર

ભારતીય નૌસેના અને રોયલ નેવી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય કવાયત કોંકણ માટે ફ્રિગેટ આઈએનએસ તબર 13 ઓગસ્ટના રોજ પોર્ટ્સમથ બંદર પર આવી હતી. ભારતીય નૌકાદળ અને રોયલ નેવી ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને તાજેતરના દાયકાઓમાં સતત વિકાસ પામી રહ્યા છે.

Read More...
ડબલ રસી લેનાર બ્રિ‌ટિશ નાગ‌રિકોને હવે સેલ્ફ આઇસોલેશનની જરૂર નથી

ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં રહેતા જે લોકોએ બે કોવિડ રસીના ડોઝ લીધા છે તેઓ જો કોવિડ પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર વ્યક્તિના સંપર્કમાં આવશે તો તેમને હવે 10 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનની કરવાની જરૂર રહેશે નહિ.

Read More...
મુસાફરીના નિયમો સરળ થતાં ભારતીય વિદ્યાર્થીઓની યુકેની યુનિવર્સિટીઓમાં રેકોર્ડ એન્ટ્રી

બ્રિટનની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ મારફત 2021માં ભારતના વિક્રમજનક 3,200 વિદ્યાર્થીઓને યુકેની યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના કોર્સમાં પ્રવેશ મળ્યો છે.

Read More...
ઓબીસી અનામત મુદ્દે સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી

કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી રહ્યો તેવામાં કઈ જ્ઞાતિને ઓબીસીનું સ્ટેટસ આપવું તેને લઈને વિજય રૂપાણી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

Read More...
ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી 674 થઈ

ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 674 થઇ છે. વર્ષ 2015માં સિંહોની સંખ્યા 529 હતી. આમ પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકાની વૃદ્ધિ થઇ છે.

Read More...
ભાજપ વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડશેઃ પાટિલની જાહેરાત

ભારતના 75મા સ્વતંત્રતા પર્વ નીમિત્તે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ધ્વજવંદન કર્યું હતું.

Read More...
મોદીએ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ નીતિ જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વોલંટરી વ્હિકલ ફ્લીટ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અથવા વ્હિકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી હતી.

Read More...
ગુજરાતમાં વરસાદ ખેંચાઇ જતાં પાણીની સમસ્યાઃ ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી ચોમાસાની આ સિઝનમાં વરસાદની સરેરાશ 48 ટકા ઘટ રહી છે. રાજ્ય માટે સૌથી વધુ વરસાદ લાવતો ઓગસ્ટ મહિનો અડધો વિતી ગયો છે, પરંતુ વરસાદના કોઇ એંધાણ નથી, તેથી ખેડૂતો ચિંતામાં છે.

Read More...
ન્યૂઝીલેન્ડમાં છ માસમાં કોરોનાનો એક કેસ, ત્રણ દિવસનું લોકડાઉન

ન્યૂઝિલેન્ડમાં આશરે છ મહિના પછી કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ વડાપ્રધાન જેસિન્ડા અર્ડેને મંગળવારે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

Read More...

  Sports
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતનો નાટ્યાત્મક, શાનદાર વિજય

ભારતે અદભૂત બોલિંગ અને બેટિંગ પ્રદર્શન કરતા લોર્ડ્સના મેદાનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સોમવારે શાનદાર વિજય મેળવ્યો હતો. સોમવારે મેચનો પાંચમો અને અંતિમ દિવસ ઘણો જ રોમાંચક રહ્યો હતો.

Read More...
પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો એક વિકેટે રોમાંચક વિજય

વેસ્ટ ઈન્ડિઝે રવિવારે (15 ઓગસ્ટ) પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં એક વિકેટે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને તેની પહેલી ઈનિંગમાં 217 રન કર્યા હતા, તો બીજી ઈનિંગમાં 203 રન કર્યા હતા.

Read More...
ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટમાં 24 ઓક્ટોબરે ભારત–પાકિસ્તાન જંગ

આગામી ઓક્ટોબર અને નવેમ્બરમાં યુએઈ તથા ઓમાનમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ્સ એક બીજ સામે 24મી ઓક્ટોબરે પહેલીવાર દુબઈમાં રમશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ગિફ્ટ સિટીમાંથી ટૂંક સમયમાં એપલ, ગૂગલ જેવી કંપનીઓના શેર ખરીદી શકાશે

ભારતના રોકાણકારો ટૂંક સમયમાં ગુજરાતના ગિફ્ટ સિટી ખાતેના એનએસઇના પ્લેટફોર્મ મારફત ગૂગલ, એપલ, એમેઝોન કે બીજી અમેરિકામાં લિસ્ટેડ કંપનીઓના શેરોની ખરીદી અને વેચાણ કરી શકશે. ગાંધીનગર ખાતેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) સ્થિત એનએસઇ ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ (NSE IFSC)એ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ ભારતના રોકાણકારો અમેરિકાના શેરો ખરીદી શકે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને બ્રોકર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. રોકાણકારોએ શેરો ખરીદવા માટે ગિફ્ટી સિટી સ્થિત કંપનીઓમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે.

Read More...
હિન્દુજાની કંપની $1.2 બિલિયનમાં હેલ્થકેર બિઝનેસ વેચશે

હિન્દુજા ગ્લોબલ સોલ્યુસન્સ (એચજીએસ)એ જણાવ્યું હતું કે કંપની તેનો હેલ્થકેર સર્વિસ બિઝનેસ આશરે 1.2 બિલિયન ડોલરમાં પીઇ કંપની બેરિંગ પ્રાઇવેટ ઇક્વિટી એશિયાને વેચશે.

Read More...
ટાટા ગ્રુપ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરશે

ટાટા ગ્રૂપની કંપની નેલ્કો ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા કેનેડાની કંપની ટેલીસેટ સાથે મંત્રણા કરી રહી છે.

Read More...
અનિલ અગ્રવાલની વેદાંત ભારતમાં $20 બિલિયનનું રોકાણ કરશે

વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે મંગળવારે જણાવ્યું હતું કે કંપની તેના વિવિધ બિઝનેસમાં 20 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Read More...
ચાલુ વર્ષે એર ઇન્ડિયા સહિત પાંચ જાહેર સાહસોનું ખાનગીકરણ થશે

નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે ઉદ્યોગ જગતને ખાતરી આપી હતી કે સરકાર આર્થિક વિકાસને વેગ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે.

Read More...
RBIનું ગોલ્ડ રીઝર્વ પ્રથમવાર 700 ટનની ઐતિહાસિક ટોચે

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) તેના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહી છે. 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આરબીઆઈએ તેના ગોલ્ડ રિઝર્વમાં 29 ટનનો વધારો કર્યો હતો.

Read More...
  Entertainment

ટાઇગર બન્યો ગાયક

ટાઇગર શ્રોફે યુવાનોમાં પોતાનું અનોખું સ્થાન જમાવ્યું છે. તે એક્શન દૃશ્યો માટે યુવાનોમાં લોકપ્રિય બન્યો છે. તેણે હવે વધુ એક ટેલેન્ટ દ્વારા લોકોનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. જેકી ભગનાનીની સાથે ટાઇગર વંદે માતરમ અંગેના ગીતનો ગાયક બન્યો છે, આ ગીતનું દિગ્દર્શન રેમોએ કર્યું છે.
આ ગીતનું મોશન પોસ્ટર ટાઇગરે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, મેં પ્રથમવાર આ રીતે ગીત ગાવાનો પ્રયાસ કર્યો છે. રોમાંચ અને ગભરામણ સાથે હું તમારા બધા સાથે મારું ગીત વંદે માતરમ્.. પોસ્ટ કરી રહ્યો છું. આ એક ફક્ત ગીત નથી, પરંતુ એક લાગણી છે, જે સ્વતંત્ર ભારતનો ઉત્સવ ઊજવે છે. એક વિશેષ ગીત છે જેને શેર કરવા માટે હું બહુ ઉત્સુક છું.

Read More...

કોણ છે કિયારાનો ખાસ મિત્ર?

યુવા ફિલ્મ દર્શકોમાં લોકપ્રિય બનેલી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે કિયારા પોતે સિદ્ધાર્થને ગાઢ અને એક સારો મિત્ર ગણાવે છે. આ બંનેએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ તેઓ લવ બર્ડ્ઝની ભૂમિકામાં છે.
ફિલ્મ શેરશાહ શહીદ સૈનિક કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. કહેવાય છે કે, આ ફિલ્મ બહુ જ સરસ રીતે બની છે. કિયારા અને સિદ્ધાર્થની પ્રેમ કહાની વાસ્તવિકતાનો રંગ લાવે છે.

Read More...

તમન્ના ભાટિયાની નવી વેબસીરીઝ

દિનેશ વિઝને પોતાની નવી વેબસીરીઝ માટે તમન્ના ભાટિયાને સાઇન કરી છે. તમન્ના આ વેબસીરીઝ દ્વારા હિન્દી ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરશે. તમન્ના આ વેબસીરીઝમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે તેમ કહેવાય છે. આ મહિનાના અંતમાં આ વેબસીરીઝનું મુંબઇમાં શૂટિંગ શરૂ થશે.
તમન્ના બોલીવૂડની ચાંદ સા રોશન ચહેરા, હિમ્મતવાલા, હમશકલ્સ, એન્ટરટેઇનમેન્ટ વગેરે ફિલ્મોમાં જોવા મળી છે. તેની લોકપ્રિયતા ફિલ્મ બાહુબલીથી વધી ગઇ છે. તમન્નાએ સાઉથની વેબસીરીઝમાં ડેબ્યુ કરી દીધું છે.

Read More...

શાહિદ-ભૂમિને મોટી ફિલ્મની ઓફર

બોલીવૂડમાં ડાયરેક્ટર અલી અબ્બાસ જફર પોતાની નવી થ્રિલર ફિલ્મ માટે શાહિદ કપૂરનો સંપર્ક કરી રહ્યા છે. અલી અબ્બાસ જફર એક વિદેશી ફિલ્મની હિન્દી રીમેક બનાવાની યોજના છે, જેના માટે તેને શાહિદ કપૂર યોગ્ય અભિનેતા લાગે છે. આ ફિલ્મનું બજેટ અંદાજે રૂ. 200 કરોડનું હોવાનો કહેવાય છે.

Read More...

અનિલ કપૂર મલયાલમની હિન્દી રીમેકમાં

બોલીવૂડમાં મજબૂત સ્થાન ધરાવતા અનિલ કપૂર હવે મલયાલમ હિટ ફિલ્મની હિન્દી રીમેકમાં જોવા મળશે. નિર્માતા વિકી રાજાનીએ આ ફિલ્મના હિન્દી રાઇટસ ખરીદ્યા છે. અત્યારે આ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમા શરૂ થાય તેવી સંભાવના છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store