ઇશા દેઓલનું ડિજિટલ ડેબ્યુ
ધર્મેન્દ્ર અને હેમામાલીનીની મોટી પુત્રી ઇશા દેઓલ ફરીથી અભિનય કરવા માટે સક્રિય બની રહી છે. લાંબા સમય પછી તે અજય દેવગણની સાથે ક્રાઇમ-ડ્રામા સીરીઝ રૂદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ દ્વારા ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરશે.
ઇશાએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી છે. ઇશાએ ટ્વીટ કર્યું છે કે, રૂદ્ર મારી પ્રથમ સીરીઝ છે અને મને તેમાં અજય દેવગણ સાથે ફરી કામ કરવાની તક મળી છે. તેમની સાથે મેં યુવા, એલઓસી, કારગિલ, સંડે, કાલ ઔર ઇન્સાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના ડિજિટલ ડેબ્યુ વિશે ઇશાએ જણાવ્યું હતું કે, એક અભિનેત્રી તરીકે મારે એવા પ્રોજેક્ટમાં કામ કરવું છે જેનાથી મને કંઇક નવું જાણવા મળે.
Read More...