Vol. 3 No. 259 About   |   Contact   |   Advertise 29th July 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતનો કોરોના મૃત્યુઆંક 400,000 નહીં 4,000,000?!

અમેરિકામાં તૈયાર કરાયેલા એક રીસર્ચ પેપરમાં રજૂ કરાયેલા અંદાજો મુજબ ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દેશની સરકારે આપેલા સત્તાવાર આંકડા કરતાં 10 ગણી વધારે હોઈ શકે છે. ભારત સરકારે દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 400,000થી થોડી વધારે હોવાનું દર્શાવ્યું છે, દેશની કુલ વસતી 1.4 બિલિયનની છે.

Read More...
GG 2 પાવર લિસ્ટમાં કોવિડ-19 રોગચાળાના હીરોઝનું બહુમાન

પોતાની રોજબરોજની ફરજની ઉપરવટ, ચાર કદમ આગળ વધીને અદ્વિતીય ફરજ બજાવનાર કોવિડ રોગચાળાના નાયકો સમાવેશ બ્રિટનના 101 પ્રભાવશાળી એશિયનની GG 2 પાવર લિસ્ટની વિશેષ આવૃત્તિમાં કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

Read More...
ભારતમાં પ્રત્યાર્પણ રોકવા નીરવ મોદીના લંડન કોર્ટમાં છેલ્લી ઘડીના પ્રયાસો

ભારતના ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદીએ બુધવારે લંડનની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કર્યા હતા.

Read More...
ભારતમાં વેપાર કરવામાં અનેક મુશ્કેલીઓઃ અમેરિકા

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે શ્રમ અને કૃષિ કાયદા જેવા કેટલાંક આર્થિક સુધારા કરવામાં આવ્યા હોવા છતાં ભારત બિઝનેસ કરવા માટે પડકારનજનક દેશ છે.

Read More...
હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દેહવિલય

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવાર, તા. ૨૬ જુલાઈએ રાત્રે ૧૧ કલાકે આ પૃથ્વીની તેમની યાત્રા સંકેલી લઈને અક્ષરધામગમન કર્યું છે.

Read More...
ગુજરાતમાં ચોમાસાની જમાવટઃ 240 તાલુકામાં મેઘમહેર, સિઝનનો 28 ટકા વરસાદ

ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમન થયાના સવા મહિના બાદ 24 જુલાઇથી વરસાદની જમાવટ થઈ હતી. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 252 તાલુકામાંથી 240 તાલુકામાં નોંધપાત્ર વરસાદ આવ્યો હતો.

Read More...
કચ્છના ધોળાવીરાને યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના શહેર ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે, એમ યુનેસ્કોએ મંગળવારે જણાવ્યું હતું.

Read More...
સુરતના ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા ધીરૂ ગજેરાએ કેસરીયો ધારણ કર્યો

સુરતના ઉદ્યોગપતિ અને કોંગ્રેસ નેતા ધીરુભાઈ ગજેરાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

Read More...
ગુજરાતમાં મમતા બેનરજીની એન્ટ્રી, વર્ચ્યુઅલ સંબોધન કર્યું

ગુજરાતમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશનો સંકેત આપતા મમતા બેનર્જીએ 21 જુલાઈ રાજ્યમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

Read More...
અમદાવાદમાં રૂ. 1500 કરોડના ખર્ચે માતા ઉમિયાનું ધામ આકાર લેશે

ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અમદાવાદ ખાતે સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર સહિત ધર્મ, શૈક્ષણિક, આરોગ્ય સંકુલના 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિ પૂજન આગામી 13 ડિસેમ્બર 2021ના રોજ મોટા ઉત્સવ સાથે ઉજવણી કરવાનું વિશાળ આયોજન હાથ ધરાયું છે.

Read More...

  Sports
ટોક્યો ઓલિમ્પિક્સનો આરંભ, અનિશ્ચિતતાઓનો અંત

કોરોનાના વધતા કેસને લીધે એક તરફ ટોક્યોમાં સરકારે ઈમરજન્સી લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે બહુમતિ નાગરિકોના ભારે વિરોધ વચ્ચે અંતે શુક્રવારે (23 જુલાઈ) ઓલિમ્પિક રમતોત્સવ સાદગીભર્યા અને જૂજ આમંત્રિતોની હાજરીમાં યોજાયેલ ઉદઘાટન સમારંભ પછી સ્પર્ધાઓનો આરંભ થયો હતો.

Read More...
ભારતનો પ્રથમ, સિલ્વર મેડલ વેઈટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુને

ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં શનિવારે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. 49 કિલોની કેટેગરીમાં ચાનુએ દેશને આ ગૌરવ અપાવ્યું છે. ભારતને વેઈટલિફ્ટિંગમાં 21 વર્ષ અગાઉ મેડલ મળ્યો હતો.

Read More...
IPLનો બીજો અધ્યાયઃ 19 સપ્ટેમ્બરથી આરંભ, 15 ઓક્ટોબરે પૂર્ણાહુતિ

ભારતીય ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાનો અધુરો રહેલો હિસ્સો પુરો કરવા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

Read More...
ભારતનો પહેલી ટી-20માં શ્રીલંકા સામે 38 રને વિજય

ભારતે શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ વન-ડે મેચની સીરીઝ 2-1થી જીતી લીધા પછી રવિવારે શરૂ થયેલી ટી-20 સીરીઝમાં પણ વિજયી શરૂઆત કરી હતી.

Read More...
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમમાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવનો સમાવેશ

હાલમાં ઈંગ્લેન્ડમાં રહેલી ભારતીય ક્રિકેટ ટીમની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ આવતા મહિને શરૂ થવાની છે ત્યારે કોરોના વાઈરસની બિમારી તથા ઈજાના કારણે ટીમમાં કેટલાક ફેરફારો કરાઈ રહ્યા છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વિજય માલ્યા યુકેમાં કોર્ટે નાદાર જાહેર થયા, હવે ભારતીય બેંકો વિદેશમાં વસૂલાત કરી શકશે

ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે યુકે હાઈકોર્ટે મોટો ઝટકો માર્યો હતો. હાઇકોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યા હતા. આ ચૂકાદાના પગલે હવે પછી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકાશે. યુકેની ચીફ ઈન્સોલ્વન્સીઝ એન્ડ કંપની કોર્ટના ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કહ્યું – હું ડોક્ટર વિજય માલ્યાને નાદાર જાહેર કરું છું.

Read More...
ભારતમાં તબક્કાવાર ધોરણે ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની RBIની યોજના

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ગુરુવારે જણાવ્યું હતું કે તે તેની ડિજિટલ કરન્સી માટેની વ્યુહરચનાના તબક્કાવાર અમલ માટે કામગીરી કરી રહી છે અને ક્યાં ઉપયોગ કરવો તેની શક્યતા ચકાસી રહી છે.

Read More...
તાપીમાં વેદાંતના ઝિન્ક પ્લાન્ટ સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

બિલિયનોર અનિલ અગ્રવાલની માલિકીના વેદાંત ગ્રૂપ દ્વારા તાપી જિલ્લામાં બની રહેલા ઝીન્ક સ્મેલ્ટર પ્લાન્ટ સામે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ હાઇ કોર્ટમાં જાહેર રિટ કરી છે.

Read More...
ઝોમાટોના શેરે પ્રથમ દિવસે 18 વ્યક્તિને મિલિયોનેર્સ બનાવ્યાં

ભારતમાં પેટીએમ, મોબિક્વીક, ફાર્મઇઝી, ઝોમાટો જેવા નવા ટેકનોલોજી સ્ટાર્ટ-અપના આઇપીઓની મોસમ પૂરબાર ખીલી છે.

Read More...
વિપ્રોએ સાઇબર ઇન્ટેલિજન્સ કંપનીમાં સંપૂર્ણ હિસ્સો વેચ્યો

ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રો લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ સાયબરથ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર કંપની ઇનસાઇટ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો 19.1 મિલિયન ડોલરમાં વેચ્યો છે.

Read More...
  Entertainment

શાહરૂખ-સંજય દત્તઃ હમ સાથ સાથ હૈ

શાહરુખ ખાન અને સંજય દત્તના ચાહકોને એક નવી ફિલ્મ જોવા મળે તેવી તૈયારી થઇ રહી છે. શાહરૂખ ખાન અત્યારે પોતાની નવી ફિલ્મ પઠાનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડયુસ કરી રહ્યું છે. જેમાં દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાન આ ફિલ્મ દ્વારા લાંબા સમય પછી રૂપેરી પડદે પાછો ફરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શાહરૂખ ખાન અને સંજય દત્ત પ્રથમ વખત એક બિગ બેજેટ ફિલ્મ રાખીમાં સાથે જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે.
આ ફિલ્મ વાયકોમ 18ના બેનર હેઠળ બનશે. ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પઠાન ફિલ્મ શરૂ કર્યા પછી ઘણી ફિલ્મોના નામ શાહરૂખ ખાન સાથે જોડાઇ રહ્યા છે. જેમાં રાજકુમાર હિરાણીની એક ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

Read More...

હુમા કુરેશીનું સેવા કાર્ય

કોરોનાની બીજી લહેરે ભારતમાં ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. મોટાભાગના લોકા સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે. આથી સરકારે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારી શરૂઆત કરી છે. આ કાર્યમાં બોલીવૂડ સેલિબ્રિટિઝ પણ મદદ કરી રહી છે, જેમાં હુમા કુરેશીનો પણ સમાવેશ થાય છે.
હુમા કુરેશીએ આંતરાષ્ટ્રીય બાળ અધિકાર સંસ્થા સાથે સહયોગ કરીને તે દિલ્હીમાં બાળકોને મદદ કરી રહી છે. તે આ સંસ્થા સાથે મળીને ૩૦ બેડનો બાળકોનો એક વિશેષ વોર્ડ તૈયાર કરાવી રહી છે. તાજેતરમાં તેણે આ વોર્ડની મુલાકાત પણ લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વોર્ડને તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે કે, આ વોર્ડ બાળકો માટે દરેક રીતે સુરક્ષિત હોવો જોઇએ.

Read More...

ફરહાન અખ્તરનું ‘રંગ દે બસંતી’નું રહસ્ય ખુલ્યું

જાણીતી ફિલ્મ ‘રંગ દે બસંતી’ના નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ફરહાન અખ્તર અંગેનું એક રાઝ ખોલ્યું છે. આ ફિલ્મમાં કરણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેણે ના પાડતાં આ રોલ સાઉથના સિદ્ધાર્થને મળ્યો હતો. વર્ષ 2006માં આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. 2001માં ફરહાન અખ્તરે તેની પ્રથમ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’નું દિગ્દર્શન કર્યું હતું અને પછી ‘લક્ષ્ય’નું નિર્માણ પણ કર્યું હતું.
આથી ફરહાનને અભિનયમાં કોઈ રૂચિ નહોતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વધુમાં કહ્યું હતું કે, ‘ફરહાન એ વખતે ખુશ હતો કેમ કે તેણે ‘દિલ ચાહતા હૈ’નું ડિરેક્શન પૂર્ણ કર્યું હતું અને ‘લક્ષ્ય’ પર કામ કરી રહ્યો હતો.

Read More...

વરુણ ધવન નવી ભૂમિકામાં

યુવા ચાહકોના ચોકલેટી હીરો વરુણ ધવન છેલ્લા એક વરસથી ઘણા ડાયરેકટર્સ સાથે મુલાકાત કરી રહ્યો છે અને સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. છેલ્લી થોડી ફિલ્મોમાં વરુણને ખાસ સફળતા મળી નથી. તેથી હવે તે સમજી વિચારીને ફિલ્મ અંગે નિર્ણય લઇ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એકશન ફિલ્મોના જાણીતા દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મમાં હવે વરુણ જોવા મળશે. મોહિત સૂરી એકશન પેક્ડ લવ સ્ટોરી બનાવા માટે જાણીતા છે અને વરુણની નવી ફિલ્મ પણ આ જ વિષય પર આધારિત હશે તેમ સૂત્ર કહે છે. વરુણને મોહિત સૂરીનું કામ બહુ પસંદ છે.

Read More...

તબ્બુની 30 વર્ષની કારકિર્દી

પીઢ અભિનેત્રી તબ્બુએ ફિલ્મી કારકિર્દીના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે વર્ષ 1985માં બાળકલાકાર તરીકે ફિલ્મ નૌ જવાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે દેવઆનંદની પુત્રીની ભૂમિકા ભજવી હતી. પરંતુ હિરોઇન તરીકે તેની પ્રથમ ફિલ્મ તેલુગુમાં આવેલી કુલી નંબર વન હતી. આ ફિલ્મમાં તેણે વેંકટેશ દગ્ગુબાતી સાથે કામ કામ કર્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store