Vol. 3 No. 258 About   |   Contact   |   Advertise 22nd July 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોવિડ પ્રતિબંધો ઉઠાવવા સામે રોષ: સરકાર મક્કમ

સોમવારે ઇંગ્લેન્ડમાં કોવિડ રોગચાળાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ કોવિડના વધતા જતા કેસો અને મરણ, નાઇટ ક્લબ્સમાં યુવાનોએ કરેલા ધસારાને પગલે રોગચાળો ફાટી નીકળવાની ચિંતા, માસ્ક પહેરવા બાબતે પ્રવર્તી રહેલા વિવિધ અભિપ્રાયો સહિત વિવિધ બાબતે સરકાર ભીંસમાં મૂકાઇ છે અને સરકાર પર માછલા ધોવાઇ રહ્યા છે.

Read More...
પ્રિન્સ હેરી પુસ્તક લખશે: શાહી પરિવારમાં ફફડાટ

ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરી આવતા વર્ષે પોતાનું એક સંસ્મરણ પ્રકાશિત કરી રહ્યા છે અને તેમણે વચન આપ્યું છે કે તે સંસ્મરણો ધરાવતું પુસ્તક તેમના જીવનનો “સચોટ અને સંપૂર્ણ સત્યતા” ધરાવતો હિસાબ રજૂ કરશે.

Read More...
મિશિગનની વૈદેહી ડોંગરેના શિરે મિસ ઈન્ડિયા યુએસએનો તાજ

વોશિંગ્ટનમાં ગયા વિકેન્ડ દરમિયાન યોજાએલી મિસ ઈન્ડિયા યુએસએ સૌંદર્ય સ્પર્ધામાં મિશિગનની રહેવાસી, 25 વર્ષની વૈદેહી ડોંગરેએ મિસ ઈન્ડિયા યુએસએનો તાજ હાંસલ કર્યો હતો.

Read More...
પોર્ન ફિલ્મોના મુદ્દે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી.

Read More...
રિચાર્ડ બ્રેન્સન બાદ જેફ બેઝોસે પણ અવકાશયાત્રાનો ઇતિહાસ રચ્યો

વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોસ મંગળવારે તેમની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડમાં બેસીને બીજા ત્રણ યાત્રીઓ સાથે અવકાશમાં જઈને પૃથ્વી પર સુરક્ષિત પરત આવ્યા હતા.

Read More...
અમેરિકાની H-1B વિઝા નીતિ જરી પુરાણી, પ્રતિભાશાળી ભારતીયોનો કેનેડા તરફ ધસારો

અમેરિકાની જુની H-1B વિઝા નીતિને કારણે ભારતીય મૂળના પ્રતિભાશાળીઓ હવે કેનેડા તરફ આકર્ષાયા હોવાનું ઇમિગ્રેશન અને પોલીસી એક્સપર્ટ્સે અમેરિકન નીતિ નિર્ધારકો (લોમેકર્સ)ને જણાવ્યું છે.

Read More...
સાઉથ આફ્રિકાના રમખાણોમાં અનેક ગુજરાતી વેપારીઓ લૂંટાયા

ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝુમાની ધરપકડ પછી આખા સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં અનેક ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને વેપારીઓ લૂંટાયા હતા.

Read More...
પશ્ચિમ યુરોપના સૌથી વિનાશક પૂરમાં 183નાં મોત, 1,000થી વધુ લાપતા

જર્મનીમાં વિનાશક પૂરનો મૃત્યુઆંક વધીને 156 થયો છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. આની સાથે પશ્ચિમ યુરોપમાં આ કુદરતી આપત્તિનો મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 183 થયો હતો.

Read More...
ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનો પ્રારંભ

ગુજરાત હાઇ કોર્ટ તેનું કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરનારી દેશની પ્રથમ કોર્ટ બની છે. ભારતના ન્યાયતંત્રમાં પારદર્શકતા માટેનું મોટું પગલું લઈને ભારતના ચીફ જસ્ટિસ એન વી રામન્નાએ શનિવારે ગુજરાત હાઇ કાર્ટના લાઇવ સ્ટ્રીમિંગનો પ્રારંભ કર્યો છે.

Read More...
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રૂ.1,100 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઇ નવનિર્મિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અમદાવાદમાં સાયન્સ સિટીમાં બનાવાયેલા રોબોટિક ગેલેરી, એક્વેરિયમ તેમજ નેચર પાર્ક સહિતના રૂ. 1,100 કરોડના આઠ મોટા પ્રોજેક્ટ્સનું વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતું.

Read More...
સાયન્સ સિટીમાં ભારતના સૌથી મોટા એક્વેરિયમ સહિત ત્રણ નવા આકર્ષણો

રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં આવેલા આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છેય આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે.

Read More...
ગુજરાતમાં સરેરાશ 7 ઇંચ વરસાદઃ દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન

ગુજરાતમાં 18 જુલાઈ સુધીમાં સરેરાશ ૭.૧૭ ઈંચ સાથે મોસમનો ૨૧.૬૯% વરસાદ નોંધાઇ થયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની રવિવારે આગાહી કરી હતી.

Read More...

  Sports
શ્રીલંકા સામે પ્રથમ વન-ડેમાં ભારતનો ૭ વિકેટે વિજય

સુકાની શિખર ધવનની અણનમ ૮૬ની કેપ્ટન્સ ઈનિંગ અને પ્રથમ વન-ડે રમી રહેલા ઈશાન કિશનની ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથેની ૫૯ રનની ઈનિંગને સહારે ભારતનો શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં વિજય થયો હતો.

Read More...
ઓલિમ્પિક વિલેજમાં કોરોનાનો કેસ, ખેલાડીઓમાં ભયનો માહોલ

ટોક્યો ઓલિમ્પિક્સના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી છે અને વિશ્વભરના ખેલાડીઓનું આગમન શરૂ થઈ ગયું છે, ત્યારે ગેમ્સ વિલેજમાં કોરોનાનો એક કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

Read More...
ભારત – પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં આવ્યા છે. બંને ટીમ સીધી સુપર-૧૨માં ક્વોલિફાય થઈ છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ-ટુમાં ન્યૂઝિલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે બે ક્વોલિફાયર ટીમો રહેશે.

Read More...
ટોકિયો ઓલિમ્પિક્સમાં પહેલી વખત ભારતીય યુગલ સ્પર્ધામાં

ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારત તરફથી પહેલી વખત એક યુગલ અને સાળી-બનેવીની જોડી સ્પર્ધાના મેદાનમાં ઉતરશે. તિરંદાજીમાં દીપિકા કુમારી અને અતનુ દાસ પતિ-પત્ની છે અને તેઓ પાસેથી દેશને મેડલની આશા છે

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અહેમદ હમદાનીના વડપણ હેઠળની ઝેટલેન્ડ કેપિટલે ટાઇફૂ ટી ખરીદી લીધી

લંડન સ્થિત બાય-આઉટ કંપનીઓ દ્વારા ડીલમેકિંગની મોસમ પુરબહાર ખીલી છે. બ્રિટિશ બિઝનેસના આવા જ એક ડિલમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીએ ટાઇફૂ ટીની ખરીદી કરી છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ડીલમેકર અહેમદ હમદાનીના વડપણ હેઠળના લંડન સ્થિત ઝેટલેન્ડ કેપિટલે ગુપચુપ રીતે ટાઇફૂ ટીનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે.
ઝેટલેન્ડે નાણાકીય પુનર્ગઠનના પગલે ભારતીય બિઝનેસ ગ્રૂપ એપીજે સુરેન્દ્ર ગ્રૂપ અને તેના લેણદારો પાસેથી ટાઇફૂ ટીનો અંકુશ મેળવ્યો છે. ટાઇફૂ ટીની સ્થાપના 1900 દાયકાના પ્રારંભમાં જોહન સમર જુનિયરે ફાર્મસી અને ગ્રોસરી શોપના વેચાણ માટે બર્મિંગહામમાં કરી હતી.

Read More...
દેશી કંપનીઓને ટક્કર આપી પતંજલિ ગ્રુપે રૂ.30,000 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

યોગ ગુરુ બાબા રામદેવની આગેવાની હેઠળના પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર 2020-21માં રૂ.30,000 કરોડને વટાવી ગયું હતું. પતંજલીએ એફએમસીજી સેક્ટરની કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવરને બાદ કરતાં તમામ કંપનીઓને પાછળ રાખી દીધી છે. ગ્રૂપના કુલ ટર્નઓવરમાં રુચિ સોયાનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. પતંજલિ ગ્રૂપે તાજેતરમાં નાદારી પ્રક્રિયા મારફત આ કંપની ખરીદી હતી. પતંજલિ ગ્રૂપના કુલ ટર્નઓવરમાં રુચિ સોયાનો ફાળો રૂ16,000 કરોડનો રહ્યો હતો.

Read More...
મુંબઇ એરપોર્ટ પર અંકુશ સાથે અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બન્યું

ગુજરાતના બિલિયોનેર બિઝનેસમેન ગોતમ અદાણીના વડપણ હેઠળની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL)નો મેનેજમેન્ટ અંકુશ પોતાના હાથમાં લીધો છે. આ ડીલ સાથે અદાણી ગ્રૂપ ભારતનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બન્યું છે.

Read More...
ભારતમાં માસ્ટરકાર્ડ પર નવા કાર્ડ ઇશ્યૂ કરવા સામે પ્રતિબંધ

ભારતીય રિઝર્વ બેન્કે 22 જુલાઈથી માસ્ટકાર્ડને ભારતમાં નવા ગ્રાહકોનો ઉમેરો ન કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. રિઝર્વ બેન્કના પગલાંને કારણે અમેરિકા સ્થિત આ પેમેન્ટ નેટવર્ક કંપની નવા પ્રિપેઇડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ જારી કરી શકશે નહીં. ભારતમાં ડેટા સ્ટોર કરવામાં કંપનીની નિષ્ફળતાને પગલે ભારતની મધ્યસ્થ બેન્કે આ મોટો નિર્ણય કર્યો છે.

Read More...
રિલાયન્સે રૂ. 5,710 કરોડમાં જસ્ટ ડાયલ ખરીદી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ.5,710 કરોડમાં જસ્ટ ડાયલને હસ્તગત કરવાની જાહેરાત કરીને લોકલ સર્ચ સર્વિસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 25 વર્ષ જૂની કંપની જસ્ટ ડાયલ તેની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલિફોન લાઇન મારફત લોકલ સર્ચ એન્ડ ઇ-કોમર્સ સર્વિસ પૂરી પાડે છે.

Read More...
  Entertainment

કરીના-અભિષેકના બોલીવૂડમાં 21 વર્ષ

અભિષેક બચ્ચન અને કરીના કપૂરે બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ બંનેએ 21 વર્ષ અગાઉ વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી બોલીવૂડમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. કરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાહકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
કરીનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર ર્ક્યો છે. જેમાં તેની પ્રથમ ફિલ્મ રેફ્યુજીની થોડી ક્લિપ્સ જોવા મળે છે. આ સાથે જ તેણે પોતાના આવનારા 21 વર્ષનું આયોજન પણ જણાવ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં કરીનાએ લખ્યું છે કે, 21 વર્ષ, આભાર. નસીબદાર છું કે આ વર્ષો આનંદમાં ગયા. હજી આવનારા 21 વરસ માટે હું તૈયાર છું.તમારા સહકાર અને પ્રેમ માટે દરેકનો આભાર.

Read More...

આલિયાનું ફિલ્મ પ્રોડક્શનમાં પદાર્પણ

યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે હવે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તેણે પોતાના પ્રોડકશન હાઉસની ફિલ્મ ડાર્લિંગ્સનું શૂટિંગ્સ પણ શરૂ કર્યું છે. આ ફિલ્મના નિર્માણમાં શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટનો પણ સહયોગ છે. આ ફિલ્મ માતા-પુત્રીની વાર્તા પર આધારિત છે.
આ ફિલ્મમાં આલિયા સાથે શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એટલે કે આલિયા અને શેફાલી શાહ માતા-પુત્રીનો રોલ કરશે. આલિયાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને ફિલ્મના શૂટિંગની શરૂઆતની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ડાર્લિંગ્સના શૂટિંગનો પ્રથમ દિવસ છે.

Read More...

વિક્કી કૌશલ ગાયકની ભૂમિકામાં

વિક્કી કૌશલ પોતાની નવી ફિલ્મમાં એક ગાયકની ભૂમિકામાં દેખાશે. તેની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ છે. જોકે હજી સુધી આ ફિલ્મના નામ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મના ડાયરેક્ટર વિજયકૃષ્ણ આચાર્ય છે. સૂત્રોએ કહ્યું હતું કે, વિક્કીએ આ પહેલા 2015માં જુબાન નામની ફિલ્મ કરી હતી. તેની નવી ફિલ્મ એક મ્યુઝિકલ કોમેડી છે. જેમાં વિક્કીનું પાત્ર રમૂજી હશે. તે ભજન ગાતો હોય છે તેમજ ગંગા કિનારે આરતી પણ કરતો હોય છે. તેમાં ખાસ વાત એ છે કે, તે ભજનને ફિલ્મની ધૂનો પર ગાતો હોય છે. વિક્કીનું પાત્ર ભજન ગાયકનું છે જેમાં કોઇ હાસ્ય નથી.

Read More...

સરોજ ખાનની બાયોપિક બનશે

બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગત વર્ષે 3 જુલાઇના રોજ અવસાન થયું હતું. તેમની ઉંમર 71 વર્ષની હતી. માસ્ટરજીના નામે લોકપ્રિયતા મેળવનાર સરોજ ખાને બોલીવૂડમાં એકથી એક યાદગાર ગીતોની કોરિયોગ્રાફી કરી છે.
માધુરી અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓની લોકપ્રિયતામાં પણ તેમનો ફાળો છે. ગત સપ્તાહે તેમની પ્રથમ પૂણ્યતિથી નિમિતે ભૂષણ કુમારે બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સરોજ ખાન બોલીવૂડના પ્રથમ મહિલા કોરિયોગ્રાફર હતા. તેમની કારકિર્દીના સંઘર્ષ અને સફળતાની વાતો ભૂષણ કુમારની ટી સીરીઝ સિનેમાના પડદે લઇને આવશે.

Read More...

વિદ્યા-એકતા ઓસ્કારમાં મતદાન કરશે

ફિલ્મની દુનિયામાં ઓસ્કારની સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે જાણીતો છે. તેનું સંચાલન કરતી કમિટી ધ એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષે 395 ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પર્સનાલિટીઝનો તેમાં મતદાન કરવા માટે તેમાં સમાવેશ કર્યો છે. જેમાં બોલીવૂડમાંથી વિદ્યા બાલન, એકતા કપૂર અને શોભા કપૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્કાર માટે આ વર્ષે 46 ટકા મહિલાો, 39 ટકા અન્ડરરીપ્રેઝન્ટેટેડ સમૂહો અને 53 ટકા દુનિયાભરના 50 દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store