ગુજરાતના પ્રસિદ્ધ ભાલિયા ઘઉંની પ્રથમવાર કેન્યા-શ્રીલંકામાં નિકાસ
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટીફાઈડ ભાલિયા જાતના ઘઉંના પહેલા જથ્થાની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકાને નિકાસ કરવામાં આવી હતી, એમ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. ભાલિયા ઘઉંને જુલાઈ 2011માં જીઆઇ ટેગ મળ્યો હતો. જીએ સર્ટિફિકેશનનું રજિસ્ટ્રેશન આણંદ કૃષિ યુનિવર્સિટીએ કરાવ્યું હતું.
જીઆઈ કાયદા હેઠળ, કોઈ ઉત્પાદનની ઓળખ કોઈ સ્પેશયલ સેક્ટરમાં નિર્મિત કે ઉત્પાદિત વસ્તુ તરીકે કરવામાં આવે છે. તેની એક વિશિષ્ટ ખાસિયાત હોય છે જે તે ભૌગોલિક ક્ષેત્રને કારણે હોય છે. આ એક કાયદાકીય અધિકાર છે, જે હેઠળ જીઆઈ ધારક અન્યોને સમાન નામનો ઉપયોગ કરતા રોકી શકે છે.
Read More...