કોરોના મહામારીથી ભારતમાં 40 ટકા કર્મચારીના વેતનમાં કાપ
કોરોના મહામારીને કારણે 40 ટકા કમર્ચારીઓના પગારમાં ઘટાડો થયો છે, એમ ગ્રાન્ટ થોર્નટનના ‘હ્યુમન કેપિટલ સર્વે’માં જણાવાયું હતું. કન્ઝ્યુમર, રિટેલ, ઇ-કોમર્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઉત્પાદન, ઓટોમોટિવ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં 16,700 કર્મચારીઓ પર આ સર્વે કરવામાં આવ્યો છે. આમ પગાર કાપની અસર મોટાભાગના ક્ષેત્રોમાં દેખાય છે.
સર્વેમાં 40% કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના કુલ પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 16% કર્મચારીઓ જણાવ્યું હતું કે તેઓએ તેમની ફિક્સ્ડ સેલરીમાં હંગામી ઘટાડો થયો છે.
Read More...