વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની કુલ રૂ.18,170 કરોડની સંપત્તિ જપ્ત, બેન્કોની 40% રકમ રિકવર થઈ
ભારતમાં કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની અત્યાર સુધી કુલ રૂ.18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાંથી રૂ. 9,041.5 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રોની બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી બેન્કોને કૌભાંડને કારણે થયેલા નુકસાનની વસૂલ કરવામાં મદદ મળશે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું.
આ ત્રિપુટીના બેન્કોમાં કુલ રૂ. 22,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેમાંથી 40 ટકા રકમ રિકવર થઈ છે. આ ગતિવિધી અંગે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે ભાગેડુ અને આર્થિક ગુનેગારો સામે કાર્યકારી ચાલુ રહેશે, તેમની સંપત્તિ જપ્ત કરાઈ છે અને બાકી લેણાની વસૂલાત થઈ છે.
Read More...