પાંગળા નેતાઓએ NHSને રેસિસ્ટ બનાવ્યું
સાઉથ એશિયન મૂળના ડોકટરો પાસે કેટલાક શ્વેત દર્દીઓની સારવાર કરાવવાનું બંધ કરવામાં આવી રહ્યું છે એવું ગરવી ગુજરાતને કહેવામાં આવ્યુ છે. કેટલાકે સોશ્યલ મીડિયા પર જઇને શ્વેત માતાપિતા અને શ્વેત દર્દીઓ સામે ફરિયાદ કરી છે જેઓ તેમના દ્વારા સારવાર લેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે કહેવાતી “વ્હાઇટ લેડ કેર”ની ઘટનાઓ નવી નથી.
પરંતુ દુ:ખની વાત એ છે કે, હેલ્થ સેક્રેટરીએ આદેશ આપ્યો હોવા છતાં ગરવી ગુજરાતે જાણ્યું હતું કે વરિષ્ઠ મેનેજરોએ “રેસીસ્ટ માતાપિતા અને દર્દીઓ” તરીકે વર્ણવેલ લોકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના પ્રમુખ ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ગઈ કાલે કોઈએ મને વોટ્સએપ પર સંદેશ મોકલી જણાવ્યું હતું કે એક શ્વેત માતાપિતાએ ભારપૂર્વક કહ્યું હતું કે શ્વેત ડોક્ટર જ હોવા જ જોઈએ, જેથી મેડિકલ ડાયરેક્ટરે શ્વેત ડૉક્ટર આપવાની સંમતિ આપી હતી.
Read More...