Vol. 3 No. 251 About   |   Contact   |   Advertise 03rd June 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બાળકોનાં જાતીય શોષણનું વ્યાપક દૂષણ

સરકાર, પોલીસ અને કાઉન્સિલો છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થઇ રહેલા હજારો સાઉથ એશિયન બાળકોના જાતીય શોષણને રોકવામાં નિષ્ફળ રહી છે. ભૂતપૂર્વ ચિફ ક્રાઉન પ્રોસીક્યુટર, સાંસદો, ચેરિટીઝ અને પીડિતોના કમિશનરે પણ અમારા તારણોને આવકારી સંમત થયા છે કે સત્તાવાળાઓએ ભોગ બનેલા લોકોને તેમના હાલ પર છોડી દીધા છે.

Read More...
મેસેચ્યુસેટ્સના ભારતીય પરિવારે 1 મિલિયન ડોલરની લોટરી ટિકિટ પરત કરી

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં રહેતા ભારતીય પરિવારે પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરૂં પાડયું છે. આ પરિવારે એક સ્થાનિક મહિલાને તેની લોટરી ટિકિટ પરત આપી હતી. આ મહિલાએ આ ટિકિટ બેકાર સમજીને ફેંકી દીધી હતી. આ ટિકિટને કારણે જ આ મહિલા 10 લાખ ડોલર જીતી ગઇ હતી.

Read More...
ટાટા ગ્રૂપે ભારતની સૌથી મોટી ઇ-ગ્રોસરી કંપની બિગબાસ્કેટ ખરીદી

ટાટા સન્સે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા ડિજિટલ મારફત અલી બાબાનું રોકાણ ધરાવતી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગ બાસ્કેટ(સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ)નો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. મીડિયા અહેવાલ મુજબ આ સોદો 1.31 બિલિયન ડોલર (રૂ.95 અબજ)માં કરવામાં આવ્યો છે.

Read More...
કમલા હેરિસઃ ભારત, ભારતીયોની અપેક્ષા અને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટની વિકટ સ્થિતિ

ભારતીય અમેરિકન કમલા હેરિસ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટાયા પછી ભારતીયોની અને ખાસ તો અમેરિકન ભારતીયોની તેમની પાસેથી અમેરિકાની સરકારના ભારત પ્રત્યેના સકારાત્મક વલણ અંગેની અપેક્ષાઓ ખૂબજ વધી ગઈ છે. અને તેમાં પણ એપ્રિલ મહિનામાં ભારત કોરોના વાઈરસના રોગચાળાના બીજા મોજામાં બહુ ખરાબ રીતે સપડાયું ત્યારે તો એ અપેક્ષાઓ ગગનચૂંબી બની ગઈ હતી.

Read More...
ડોમિનિક કમિંગ્સના બેફામ આક્ષેપ: કોવિડ વાઇરસ અવ્યવસ્થાથી હજારોનાં મોત

’કોરોનાવાયરસ રોગચાળા પર નિયંત્રણ કરવામાં સરકારની ભૂલોના પરિણામે હજારો લોકો બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા હતા અને બોરીસ જૉન્સન તેમજ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક તેમના પદ માટે અયોગ્ય છે તેમજ વડાપ્રધાને વૈજ્ઞાનિક સલાહ અવગણીને ખોટી રીતે લોકડાઉન કરવામાં વિલંબ કર્યો હતો’’ એવો આક્ષેપ વડા પ્રધાનના ભૂતપૂર્વ ઉચ્ચ સલાહકાર ડોમિનિક કમિંગ્સે કર્યો હતો.

Read More...
યુકેમાં કોવિડ-19ના ત્રીજા તરંગનો પ્રારંભિક તબક્કો શરૂ

સરકારના ન્યુ એન્ડ ઇમર્જીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી (નેર્વાટેગ)ના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા કેસો “પ્રમાણમાં ઓછા” હોવા છતાં કોવિડના ભારતીય વેરિયન્ટમાં વ્યાપક પ્રમાણમાં વૃધ્ધી થઇ છે.

Read More...
વાયરસનો ચેપ અને રસી મેળવનારના શરીરમાં કોવિડ એન્ટિબોડીઝ વર્ષો સુધી ટકશે

બે અભ્યાસો સૂચવે છે કે જો વ્યક્તિને કોરોનાવાયરસવો ચેપ લાગ્યો હોય અને તેણે રસી પણ મેળવી હોય તો તેમના શરીરમાં કોરોનાવાયરસના એન્ટિબોડીઝ વર્ષો સુધી ટકી શકે છે. રોગપ્રતિકારક પ્રતિક્રિયાના ભાગ રૂપે ઉત્પન્ન થયેલ અસ્થિ મજ્જા (બોન મેરો)ના કોષો વાયરસને યાદ રાખે છે

Read More...
વડાપ્રધાન જૉન્સને વાગ્દતા કેરી સાથે ઘડીયા લગ્ન કર્યા

બ્રિટનના 56 વર્ષીય વડાપ્રધાન બોરિસ જૉન્સને લંડનમાં વેસ્ટમિન્સ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં શનિવારે ઢળતી બપોરે તા. 29ના રોજ અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક નાના ખાનગી સમારંભમાં તેમની 33 વર્ષીય વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યા હતાં.

Read More...
ગુજરાતના વાવાઝોડાગ્રસ્ત ખેડૂતો માટે રૂ. 500 કરોડનું સહાયપેકેજ

ગુજરાતમાં 17મેએ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે ગુરુવારે રૂ.500 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટીની બેઠખમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.

Read More...
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ 71 દિવસના નીચા સ્તરે

ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,681 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 71 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં એક દિવસમાં 18 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 9,833 થયો હતો. અમદાવાદમાં નવા 270 કેસ નોંધાયા હતા અને 4નાં મોત થયા હતા

Read More...
વિશ્વની સૌથી મોંઘી કાર: £20 મિલિયનની રોલ્સ રોયસ

રોલ્સ રોયસનું નામ, લક્ઝરી, સ્ટાન્ડર્ડ બધું જ મોંઘુ છે. તેમાં પણ હવે કંપનીએ વિશ્વની સૌથી મોંઘી £20 મિલિયનની કાર એક અનામી બિલિયોનેર દંપતી માટે બનાવી છે.બોટ ટેઈલ કન્વર્ટિબલ ગ્રાન્ડ ટૂરર એ ખૂબ જ વ્યક્તિગત સ્પર્શ આપીને ખાસ પ્રેરાણાથી હાથથી બનાવાયેલી કાર છે. રોલ્સ રોયસની ત્રણ પૈકીની પ્રથમ કાર ખરીદનીર માલિક દેખીતી રીતે શેમ્પેઈન, અલ્ફ્રેસ્કો ભોજન અને પેનના શોખીન છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતના જીડીપીમાં ચોથા ક્વાર્ટરમાં 1.6 ટકા વૃદ્ધિઃ FY21માં 7.3 ટકા ઘટાડો

ભારતે 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ 2021) દરમિયાન 1.6 ટકા આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી. જોકે 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષમાં દેશના અર્થતંત્રમાં 7.3 ટકાનો ધબડકો થયો હતો.

Read More...
FDI આકર્ષવામાં ગુજરાત ફરી ટોચના સ્થાને

કોરોના મહામારીથી આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હોવા છતાં ગુજરાત સતત ચોથા વર્ષે 2020-21 દરમિયાન દેશમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવનારું રાજ્ય બન્યું હતું.

Read More...
ભારતમાં 1 જૂનથી ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડું વધશે

ભારતમાં 1 જૂનથી ડોમેસ્ટિક ફ્લાઇટની મુસાફરી મોંઘી બનશે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફલાઈટના ભાડામાં 13થી 16 ટકાનો વધારો કર્યો છે, જે 1 જૂનથી અમલમાં આવશે.

Read More...
ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો

ભારત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ કમર્શિયલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ જુનના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વંદે ભારત મિશન અને ભારત તેમજ અન્ય કેટલાક દેશો વચ્ચે સહમતીથી ફ્લાઈટ્સનું સંચાલન થઇ રહ્યું છે તે યથાવત રહેશે.

Read More...
વ્હોટસએપે ભારતના નવા ડિજિટલ નિયમોને કોર્ટમાં પડકાર્યા

મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ વ્હોટસએપે ભારત સરકારના નવા ડિજિટલ નિયમો સામે દિલ્હી હાઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂકની માલિકીની વ્હોટ્સએપ દાવો કર્યો છે કે નવા નિયમોથી કંપનીને યુઝર્સના ગુપ્તતાના અધિકારોનું ઉલ્લંઘન કરવાની ફરજ પડશે, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.

Read More...
  Entertainment

નવી ફિલ્મમાં વિદ્યાની દમદાર ભૂમિકા

બોલીવૂડમાં વિદ્યા બાલને પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. તે પોતાની અભિનય ક્ષમતાને કારણે જાણીતી છે. જોકે તેની ફિલ્મ પસંદ કરવાની સ્ટાઇલ જરા અનોખી છે. ફિલ્મ મેકર્સ તેને મહિલા પ્રધાન અને બાયોપિક ફિલ્મ માટે હંમેશા પસંદ કરે છે.

Read More...

આલિયાને વધુ એક ફિલ્મની ઓફર

પ્રોડ્યુસર એસએસ રાજામૌલીની એક ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રામચરણ સાથે જોવા મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડાયરેક્ટર શંકર આ ફિલ્મમાં રામચરણ સાથે આલિયાને જ લેવા ઇચ્છે છે. જો આલિયા આ ફિલ્મ સ્વીકારશે તો તેની આ બીજી સાઉથની ફિલ્મ હશે.

Read More...

બોલિવૂડમાં અનુપમ ખેરની 37 વર્ષની કારકિર્દી

બોલીવૂડમાં અનુપમ ખેરનું વ્યક્તિત્વ એક અનુભવી અને કસાયેલા ફિલ્મકાર તરીકે જાણીતું છે. તેમણે આ ક્ષેત્રે તાજેતરમાં 37 વર્ષ પૂર્ણ કર્યા છે. 37 વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક વ્યાવસાયિક ચઢાવ-ઉતાર જોયા છે.

Read More...

શ્રેયા ઘોષાલ પુત્રની માતા બની

બોલીવૂડની નવી પેઢીની જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલના પરિવારમાં નવા સભ્યનું આગમન થયું છે. તેણે ગત સપ્તાહે પુત્રને જન્મ આપ્યો છે. શ્રેયાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી અને તેના ચાહકોએ તેને શુભેચ્છા અને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Read More...

ઇન્ટરનેશનલ ફિલ્મમાં જેકી શ્રોફ

કોરોના મહામારીનો બીજો તબક્કો ભારત માટે ઘાતક છે. તેનાથી અસર પામેલા લોકોને મદદ માટે સરકારની સાથેસાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પોતાની રીતે શક્ય તેટલી સહાય કરી રહ્યા છે. હવે આ યાદીમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ જોડાયું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store