Vol. 3 No. 250 About   |   Contact   |   Advertise 27th May 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
8 વિસ્તારોમાં વાઈરસનો ઈન્ડિયન વેરિયન્ટ જોરમાં, સરકારની વિશેષ ચેતવણી

સરકારે યુકેના આઠ શહેરો – કાઉન્સિલ વિસ્તારોના લોકોને એવી સલાહ આપી છે કે તેઓએ અતિ આવશ્યક ના હોય ત્યાં સુધી પોતાના વિસ્તારની બહાર જવું નહીં કે પોતે જેમની સાથે કાયમી વસવાટ કરતા હોય તેવા પરિવારજનો સિવાયના લોકોને બંધિયાર જગ્યાએ – ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મળવું નહીં.

Read More...
કેપિટલ પ્લાન : એમપી બેરી ગાર્ડીનર ચેરિટી વોક કરશે

યાદ શક્તિને અસર કરતી અને ભાષા તથા વિચાર શક્તિમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે તેવી ડીમેન્શીયાની બીમારી અંગે જાગૃતિ લાવવા માટે બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડિનર આવતા શનિવારે તા 5ના રોજ લંડનની આસપાસ 26 માઇલની વોકમાં ભાગ લેશે. તેઓ અલ્ઝાઇમર સોસાયટી માટે નાણાં એકત્ર કરશે, જે ડિમેન્શિયા ધરાવતા લોકો અને તેમને સંભાળ રાખનારા લોકોને ટેકો આપે છે.

Read More...
માઇગ્રન્ટની ગણતરી કરવા યુ.એસ. શૈલીના ડિજિટલ વિઝાનું અનાવરણ કરાશે: પ્રીતિ પટેલ

યુકેની ઇમિગ્રેશન નીતિમાં “મોટા ફેરફારો” કરવાના પગલા તરીકે દેશમાં અને બહાર ઇમિગ્રેશનના સ્તરને માપવા માટે યુકેના ભારતીય મૂળના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તા. 24ને સોમવારે યુએસ-શૈલીની નવી ડિજિટલ વિઝાનું અનાવરણ કર્યું હતું.

Read More...
ઑક્સફર્ડ અને ફાઇઝર રસી ભારતીય વેરિયન્ટ સામે 80 ટકા અસરકારક: યુકે અભ્યાસ

ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા અથવા ફાઈઝરની રસીના બે ડોઝ, ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોવિડ-19ના B1.617.2 વેરિયન્ટનો ચેપ અટકાવવામાં 80 ટકાથી વધુ અસરકારક છે એમ યુકેમાં કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે.

Read More...
ગુજરાતમાં તાઉતે વાવાઝોડાંના કારણે 80થી વધુનાં મોત, સંખ્યાબંધ લોકો લાપત્તા

ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી કે વીજળીના કરંટથી મોટાભાગના મોત થયા હતા.

Read More...
ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ગેરરીતિઓ બદલ ક્રિમિનલ તપાસ હેઠળ

ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડના બિઝનેસલક્ષી વ્યવહારોની છણાવટ કરવા માટે તેમના ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં ન્યૂયોર્ક સ્ટેટ એટર્ની જનરલની ઓફિસ દ્વારા ક્રિમિનલ કક્ષાની (ફોજદારી) તપાસ કરવામાં આવી છે.

Read More...
BAPS યુકે દ્વારા દાન કરાયેલ ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ ભારતમાં મદદ માટે પહોંચ્યા

ભારતમાં ત્રાટકેલા કોવિડ-19 ચેપના વિનાશક બીજા મોજા સામેની લડતમાં મદદ કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા દાન કરાયેલ ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ અને અન્ય જીવનરક્ષક ઉપકરણો ભારતના ગ્રામીણ ક્લિનિક્સ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ સુધી પહોંચ્યા છે.

Read More...
ભારતમાં જન્મેલા બ્રિટીશ કેમિસ્ટ ટેક ‘નોબેલ’ ઇનામ વિજેતા બન્યા

બે બ્રિટિશ કેમિસ્ટ, ભારતીય મૂળના પ્રોફેસર સર શંકર બાલાસુબ્રમણિયન અને પ્રોફેસર સર ડેવિડ ક્લેનરમેન એક સુપર-ફાસ્ટ ડીએનએ સિક્વન્સિંગ ટેકનીક વિકસાવ્યા બાદ મંગળવારે તા.

Read More...
બોરિસ જોન્સન 23 વર્ષ નાની વાગદત્તા કેરી સાથે ત્રીજા લગ્ન કરશે

વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની વાગ્દત્તા તેમજ તેમના દિકરાની માતા કેરી સાયમંડ્સ સાથે આગામી 30 જુલાઇ 2022ના રોજ લગ્નગ્રંથીથી બંધાશે અને તેમણે લગ્ન માટે મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપી તારીખ સાચવી (સેવ-ધ-ડેટ કાર્ડ) રાખવા જણાવ્યું છે.

Read More...
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કરાયો

ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક ડીસિઝ એક્ટ 1857ની જોગવાઈ હેઠળ એપેડેમિક જાહેર કર્યો હતો. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આ બિમારીના પણ આશરે 1,500થી વધુ કેસ નોંધાયા છે.

Read More...
વડાપ્રધાન મોદીએ ગુજરાત માટે રૂ.1,000 કરોડની સહાય જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19મેએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ રાજ્ય માટે તાકીદના રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે.

Read More...
ગુજરાતમાં નિયંત્રણોમાં આંશિક રાહતઃ દુકાનો સવારે 9થી 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

ગુજરાતમાં કોરોનાના કેસો દૈનિક કેસ 5,000થી નીચે આવી ગયા બાદ ગુરુવારે રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં આંશિક રાહત આપી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 21થી 27 મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી હતી.

Read More...
લેસ્ટરમાં ભારતીય વેરિયન્ટનો વધતો વ્યાપ

ભારતીયો અને ગુજરાતીઓથી છલકાતા લેસ્ટરમાં ભારતીય વેરિયન્ટનો વ્યાપ વધતા સરકારે મુસાફરી કરવાનું ટાળવા અને તકેદારી રાખવા જે આઠ શહેરો – વિસ્તારોને વિનંતી કરી છે તેમાં લેસ્ટરનો પણ સમાવેશ થાય છે.રવિવારે, કિંગ પાવર સ્ટેડિયમ ખાતેની લેસ્ટર સિટીની સીઝનની અંતિમ મેચમાં કાઉન્ટીમાંથી 8,000 લોકો મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ગૌતમ અદાણી એશિયાના બીજા ક્રમના સૌથી વધુ ધનિક

ગુગુજરાત સ્થિત અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી ધનિક બિઝનેસમેન બન્યાં છે. 75. 5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે રિલાયન્સ ગ્રૂપના વડા મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે.

Read More...
રીઝર્વ બેન્કે રૂ.99,122 કરોડની સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરશે

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેની પાસેની 99,122 કરોડ (13.58 બિલિયન ડોલર)ની રકમ કેન્દ્ર સરકારને આપશે. શુક્રવારે રીઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે રીઝર્વ બેન્કે સરકારને રૂ.57,128 કરોડની સરપ્લસ રકમ ટ્રાન્સફર કરી હતી.

Read More...
ભારતને 2020માં 83 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું

કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડ્યો હોવા છતાં ભારતને 2020ના વર્ષમાં આશરે 83 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીમાં માત્ર 0.2 ટકા ઓછું છે, એમ વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

Read More...
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રનો સૌથી મોટો સોદોઃ અદાણી ગ્રૂપે એસબી એનર્જી ખરીદી

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) રૂ.24,000 કરોડમાં એસબી એનર્જીને ખરીદવાની બુધવારે જાહેરાત કરી હતી. આ સોદાને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે દેશનો સૌથી મોટો સોદો ગણાવવામાં આવી રહ્યો છે.

Read More...
ભારતની પશ્ચાદવર્તી ટેક્સ નીતિ સામે વધુ એક કંપનીનો આંતરરાષ્ટ્રીય પડકાર

બ્રિટનની કેઇર્ન એનર્જી બાદ હવે વધુ એક વિદેશી કંપની રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એટલે પશ્ચાર્તવર્તી વેરાના મુદ્દે ભારત સરકાર સામે મુશ્કેલી ઉભી કરી રહી છે. હવે બ્રિટન ખાતેની અર્લીગાર્ડ નામની કંપનીએ ભારત-યુકે દ્વિપક્ષીય રોકાણ સંધી હેઠળ આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરી છે.

Read More...
  Entertainment

જેકલિન ફર્નાન્ડિઝનું હોલીવૂડમાં પદાર્પણ

કોરોના મહામારીને કારણે બોલીવૂડમાં ફિલ્મોના શૂટિંગ અટકી ગયા છે તેમજ ફિલ્મોની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં જેકલિનને હોલીવૂડ વેબ સીરીઝમાં કામ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જેકલિન આ ફિલ્મમાં મહિલા પોલીસ ઓફિસરના રોલમાં દેખાશે.

Read More...

કોરોનાથી કંટાળ્યા ધર્મેન્દ્ર

કોરોના મહામારીને કારણે વિશ્વભરના લોકો પરેશાન છે. આ વાઇરસના ઇન્ફેક્શનને કારણે દરેક વ્યક્તિ અનેક પ્રકારની મુશ્કેલી અનુભવે છે. વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં સામાન્ય લોકોની સાથે બોલીવૂડ સેલીબ્રિટઝ પણ કંટાળો અનુભવે છે.

Read More...

ઇરફાન ખાનને યાદ કરે છે મેઘના

બોલીવૂડના અભિનેતાઓને બે શ્રેણીમાં મૂકી શકાય. લોકપ્રિય અને પ્રતિભાશાળી. ગત વર્ષે 29 એપ્રિલે પોતાની અનોખી અભિનય કલાને હંમેશા માટે વિરામ આપનાર ઇરફાન ખાનનું નામ પ્રતિભાશાળી કલાકારની શ્રેણીમાં આવે. બોલીવૂડમાં ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ જેવી કારકિર્દી ધરાવનારા ઇરફાને પોતાના ચાહકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું હતું.

Read More...

પ્રાચી કરે છે મનની વાત

માત્ર ૧૭ વર્ષની ઉંમરે ટેલીવૂડમાં પ્રવેશ કરીને પ્રાચી દેસાઇએ ટેલીવિઝનના દર્શકો પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. ‘કસમ સે’ સીરિયલ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તો લાંબી મજલ કાપી છે.અભિષેક કપૂરની ફિલ્મ ‘રોક ઓન’ અને પછી મિલન લુથરિયાની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’માં પણ તેણે કામ કરી બોલીવૂડમાં પોતાની ઓળખ ઊભી કરી હતી.

Read More...

રજનીકાંતનું 50 લાખનું દાન

કોરોના મહામારીનો બીજો તબક્કો ભારત માટે ઘાતક છે. તેનાથી અસર પામેલા લોકોને મદદ માટે સરકારની સાથેસાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પોતાની રીતે શક્ય તેટલી સહાય કરી રહ્યા છે. હવે આ યાદીમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ જોડાયું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store