ભારતીય વેરિયન્ટના ફેલાવાથી સ્થાનિક લોકડાઉનનું જોખમ
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસનો નવો ભારતીય વેરિયન્ટ “જંગલની આગની જેમ” ફેલાય છે અને તેનાે ફેલાવાે રોકવા સ્થાનિક લોકડાઉનની જરૂર પડી શકે છે. કોરોનાવાયરસના આ નવા ભારતીય વેરિયન્ટ સામે રસી કામ કરતી હોવાના નવા પુરાવાઓથી “વધુ આત્મવિશ્વાસ” મળ્યો છે. વૈજ્ઞાનિકોએ લોકોને ગભરાવા નહીં અને છતાં સાવચેત રહેવા જણાવ્યું છે.નવો વેરિયન્ટ જે રીતે ફેલાય છે તે જોતાં સરકાર દિવસમાં એક મિલિયન લોકોને રસી આપવાની આશા રાખે છે.મિનિસ્ટરોએ સાંસદોને જણાવ્યું છે કે તેઓ એક પખવાડિયામાં રસીની દૈનિક માત્રાની સંખ્યા 5,00,000થી વધારીને 8,00,000 સુધી કરશે અને ઉનાળા દરમિયાન સંભવત: તે એક મિલિયન સુધી લઇ જશે.
Read More...