Vol. 3 No. 248 About   |   Contact   |   Advertise 13th May 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોરોનાનું બીજુ મોજું ભારતમાં સુનામી બન્યું

ભારતમાં કોરોનાની બીજી લહેરે સુનામીનું સ્વરૂપ ધારણ કરીને દહેશતનો માહોલ ઊભો કર્યો છે. દેશમાં રવિવાર સુધીના સતત ચાર દિવસ સુધી કોરોનાના નવા કેસની સંખ્યા ચાર લાખથી વધુ રહી હતી અને સતત બે દિવસ માટે 4,000થી વધુના મોત થયા હતા. સોમવાર અને મંગળવારે કોરોના ટેસ્ટમાં ઘટાડાની સાથે નવા કેસ કેસની સંખ્યા હતી, પરંતુ હાલમાં હોસ્પિટલમાં બેડ અને મેડિકલ ઓક્સિજન અને દવાની તીવ્ર અછત વચ્ચે હેલ્થકેર સિસ્ટમ પર પ્રચંડ દબાણ ઊભું થયું છે. તેનાથી આર્મીના ભૂતપૂર્વ મેડિકલ ઓફિસરોની મદદ લેવી પડી રહી છે. કોરોના સંકટમાં વિશ્વભરના દેશો ભારતને સહાય કરી રહ્યાં છે.

Read More...
કોરોના કાબુમાં, જોન્સને નિયંત્રણો હળવા કર્યા

સમાજને અનલૉક કરવાનું “સૌથી મોટું પગલું” લેતાં ઇંગ્લેન્ડના લોકોને આવતા સોમવાર તા. 17થી પ્રિયજનોને આલિંગન આપવાની અને 6 લોકો સુધી ઘરમાં આતિથ્ય માણવાની મંજૂરી આપવામાં આવશે એવી વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતેથી જાહેરાત કરી હતી. જો કે તેમણે લોકોને “સાવધાની રાખવા અને સામાન્ય સમજનો ઉપયોગ કરવા” વિનંતી કરી છે.

Read More...
અમેરિકામાં ઓઇલ પાઇપલાઇન ઉપર સાયબર એટેક, ઇમરજન્સી જાહેર

અમેરિકામાં પેટ્રોલિયમનું પરિવહન કરતી પાઈપલાઈન કંપની પર સાયબર એટેક થયો છે. સાયબર હુમલો એટલો બધો ગંભીર છે, કે પ્રેસિડેન્ટ જો બાઈડેને અમેરિકામાં ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. સાયબર હુમલા પછી ઈમર્જન્સી જાહેર થઈ હોય એવો આ જગતનો પ્રથમ કિસ્સો છે.કોલોનિયલ પાઈપલાઈને શનિવારે, 8 મેએ કહ્યું હતું કે તેના સર્વર પર રેન્સમવેર હુમલો થયો છે, જેને પગલે બધી જ પાઈપલાઈનો મારફત પેટ્રોલિયમ પેદાશોનું પરીવહન અટકાવી દેવાની ફરજ પડી છે.

Read More...
ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મોતમાં ઘટાડો, પરંતુ ગામડાંમાં ફેલાવો વધ્યો

ગુજરાતમાં 27 એપ્રિલની ટોચ પછીથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું હોવા છતાં કોરોના ગામડામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મે મહિનામાં રાજ્યના કુલ દૈનિક કેસોમાંથી 41 ટકા કેસ ગામડામાં નોંધાયા હતા અને દૈનિક મોતમાંથી 53 ટકા મોત પણ ગામડામાં થયા હતા.

Read More...
ઇંગ્લેન્ડમાં ટોરી, વેલ્સમાં લેબર અને સ્કોટલેન્ડમાં એસએનપી વિજયી

6 મે ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સ્કોટલેન્ડમાં, સ્કોટીશ નેશનાલિસ્ટ પાર્ટીએ સત્તામાં આવી સતત ચોથી ટર્મ જીતી હતી. જો કે બહુમતીમાં એક બેઠક ઓછી રહી હતી. વેલ્સમાં, લેબરે સેનેડ પર નિયંત્રણ જાળવી રાખ્યુ છે અને કુલ 30 બેઠકો જીતી હતી. તો બીજી તરફ સાદિક ખાને લંડનના મેયર તરીકેની બીજી ટર્મ જીતી લીધી હતી. લેબર પાર્ટી લંડન એસેમ્બલીમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

Read More...
લંડનના મેયર તરીકે બીજી વખત ચૂંટાતા સાદિક ખાન

લેબર પાર્ટીના નેતા, સાઉથ લંડનના ટૂટીંગના ભૂતપૂર્વ સાંસદ અને પાકિસ્તાની મૂળના સાદિક ખાન ફરી એક વખત તા 6 મે, ગુરૂવારે થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લંડનના મેયર તરીકે કૉન્ઝર્વેટીવ પાર્ટીના શૉન બેઇલી સામે 228,000 મતોની બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. મેયર તરીકની આ તેમની સતત બીજી જીત છે. તેઓ 2016માં યુરોપના કોઇ પણ મોટા શહેરના મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ હતા.

Read More...
લેબર શેડો કેબિનેટમાં એશિયન મૂળના સાંસદો

2010થી બર્મિંગહામ-લેડીવુડનું પ્રતિનિધિત્વ કરતા પાકિસ્તાની કાશ્મીર મૂળના સાંસદ શબાના મહમૂદને શેડો કેબિનેટમાં પાર્ટીના નેશનલ કેમ્પેઇન કોઓર્ડીનેટર તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ બર્મિંગહામમાં જન્મેલા-ઉછરેલા અને ઑક્સફર્ડની લિંકન કોલેજમાંથી લૉમાં સ્નાતક થયેલા મહેમૂદ સૌ પહેલા મુસ્લિમ અને એશિયન મહિલા એમપી હતાં. તેઓ અગાઉ શેડો હોમ અફેર્સ મિનિસ્ટર, શેડો બિઝનેસ મિનિસ્ટર અને તાજેતરમાં ટ્રેઝરીના શેડો ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ પબ્લિક એકાઉન્ટ કમીટીના સભ્ય તરીકે પણ સેવા આપે છે.

Read More...
રોગચાળા પછી દેશને વિકાસના પંથે લઇ જવાની યોજનાઓની ઝલક મહારાણીએ રજૂ કરી

વડાપ્રધાન બોરિસે જોન્સન કોવિડ રોગચાળા પછી ઇકોનોમિક રિકવરી માટે કટિબધ્ધ છે ત્યારે મહારાણીએ આજે તા. 11ના રોજ પાર્લામેન્ટમાં આપેલા વક્તવ્યમાં રોજગારમાં વધારો, પુખ્ત વયના દરેક લોકોને અભ્યાસક્રમો અને તાલીમ માટે લોન આપવાની યોજનાઓ, ગેરકાયદેસર ઇમિગ્રેશન પર ક્રેકડાઉન અને ‘વેક’ સંસ્કૃતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. પરંતુ સામાજિક સંભાળ વિષે કોઇ જાહેરાત કરાઇ નહતી.

Read More...
ગુજરાતમાં 36 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નિયંત્રણો 18મે સુધી લંબાવાયા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતના 36 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના આકરાં નિયંત્રણો 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ મંગળવારે મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નાઇટ કરફ્યૂ અને નિયંત્રણોની મુદત 12મે પૂરી થતી હતી.કોર કમિટીની બેઠક બાદ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો, ડોક્ટર્સ સહિત સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોનાના કેસોમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.

Read More...
ઉત્તરપ્રદેશ, બિહારમાં ગંગા નદીમાં તરતી લાશોથી ભયનો માહોલ

ઉત્તરપ્રદેશમાં સતત બીજા દિવસે ગંગા નદીમાં મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. આ વખતે ગાંઝીપુરમાં આ ઘટના બની હતી. આ શહેર બિહારના બક્સરથી આશરે 55 કિમી દૂર છે. બિહારના બક્સરમાં સોમવારે ગંગા નદીમાં 100 કરતાં વધુ મૃતદેહો તરવા જોવા મળ્યા હતા. ઉત્તરભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ મૃતદેહો કોરોના દર્દીઓ હોવાની આશંકા છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
કોરોના વેક્સીનને પેટન્ટમુક્ત કરવાની ભારતની દરખાસ્તને અમેરિકાનું સમર્થન

કોરોના વેક્સીનને પેટન્ટ મુક્ત કરવાની ભારતની દરખાસ્તને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સામાન્ય રીતે અમેરિકા બૌદ્ધિક સંપદાના અધિકારો અંગે આકરું વલણ ધરાવતું હોય છે, પરંતુ વૈશ્વિક મહામારીને કારણે વિશ્વની આ મહાસત્તાએ તેના વલણને હળવું કર્યું છે.

Read More...
કોરોના વેક્સીનના વેચાણથી ફાઇઝરને $3.5 બિલિયનની આવક

ગયા વર્ષે વિક્રમજનક સમયમાં કોરોના વેક્સીન વિકસિત કરનારી વિશ્વની અગ્રણી ફાર્મા કંપની ફાઇઝરે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વેક્સીનના વેચાણથી 3.5 બિલિયનની આવક મેળવી છે, જે તેની કુલ આવકના ચોથા ભાગની છે.

Read More...
કેઈર્ન કેસઃ ભારત સરકારે વિદેશોમાં ભારતીય બેંકોને વિદેશી ચલણના ખાતામાંથી નાણાં ઉપાડી લેવા કહ્યું

ભારત સરકાર સામે આંતરરાષ્ટ્રીય કોર્ટ્સમાં કેસ લડી રહેલી બ્રિટિશ કંપની કેઈર્ન એનર્જીના કેસના સંદર્ભમાં ભારત સરકારે દેશની સરકારી બેંકોને પોતાના વિદેશોમાં રહેલા વિદેશી ચલણના ખાતાઓમાંથી નાણાં ઉપાડી લેવા સૂચના આપી છે,

Read More...
S&Pએ ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજ ઘટાડીને 9.8 ટકા કર્યો

કોરોના મહામારીની બીજી લહેર પગલે અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલ રેટિંગે બુધવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 9.8 ટકા કર્યો છે.

Read More...
ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ઓક્સિમીટર અને નેબુલાઈઝરના ભાવ સાતમા આસમાને

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 10 દિવસમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર, ઓક્સિમીટર અને નેબુલાઈઝરના ભાવમાં જંગી વધારો થયો છે. માગની સરખામણીમાં સપ્લાય ઓછો હોવાથી આ વસ્તુઓના ભાવ વધી ગયા છે.

Read More...
  Entertainment

કોરોનામાં બોલિવુડ સેલિબ્રિટીઝની દરિયાદિલી

કોરોના મહામારીને કારણે ભારતભરમાં અત્યંત ચિંતાનો માહોલ છે. આ પરિસ્થિતિમાં બોલીવૂડની સેલિબ્રિટિઝ મદદ કરવા આગળ આવી રહી છે. જેમાં યુવા દિલોની ધડકન રિતિક રોશને મહામારીની ગંભીરતા જોઇને ૧૫ હજાર ડોલર એટલે કે અંદાજે ૧૧ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.

Read More...

સ્વસ્થ રહેવા ફિટનેસ જરૂરીઃ રકૂલ

ફિલ્મ, ટેલીવિઝન અને ફેશન જગતની સેલીબ્રિટિઝ સામાન્ય રીતે તેમની શારીરિક સુંદરતા માટે ફિટનેસ જાળવી રાખે છે. કેટલાક તો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ, ડાન્સ, માર્શલ આર્ટ, યોગ વગેરેનો સહારો લે છે. પરંતુ કેટલાક કલાકારો માટે ફિટનેસ જીવનમંત્ર સમાન છે.

Read More...

સૈફઅલી ખાન બનશે હોમી ભાભા

ભારતના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોમાંના એક હોમી ભાભાના જીવન પર ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે, જેમાં સૈફઅલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે.

Read More...

અફવાનો ભોગ બની મીનાક્ષી શેષાદ્રી

જુના જમાનાની અભિનેત્રી મીનાક્ષિ શેષાદ્રી આમ તો ઘણા સમયથી સમાચારોની દુનિયાથી અલિપ્ત છે. પરંતુ આ કોરોનાકાળમાં તેનું નામ ચર્ચાયું છે. જોકે, અત્યારે આ મહામારીના સમયમાં સોશિયલ મીડિયામાં ફેલાઇ રહેલા ખોટા સમાચારો અને અફવાઓનો તે ભોગ બની છે.

Read More...

રામગોપાલ વર્માની અનોખી ઇચ્છા

જાણીતા ફિલ્મમેકર રામગોપાલ વર્માએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પૉટ બૉય બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કટાક્ષમાં નરેન્દ્ર મોદી અને તેમના નિર્ણયની જાહેર નિંદા કરી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store