ભારતમાં કોરોનાનો હાહાકાર
ભારતમાં સાત દિવસમાં કોરોના 26 લાખથી વધુ નવા કેસ અને આશરે 23,800ના મોત સાથે 2મેના રોજ પૂરું થયેલું સપ્તાહ અત્યાર સુધીનું સૌથી ચેપી અને સૌથી વધુ જીવલેણ સપ્તાહ પુરવાર થયું હતું. કોરોનાના નવા કેસો અને મોતમાં અસાધારણ ઉછાળાને પગલે દેશના ઘણા રાજ્યોમાં હોસ્પિટલો ઊભરાઈ ગઈ હતી તથા મેડિકલ ઓક્સિજન અને દવાઓની અભૂતપૂર્વ અછત ઊભી થઈ હતી. હાલ કોરોનાના કેસોનો આંક પણ બે કરોડને પાર થઇ ચૂક્યો છે.આ બિહામણી સ્થિતિ વચ્ચે મંગળવારે, 4 મેએ સતત 13મા દિવસે કોરોનાના 3 લાખ કરતાં વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો 20 મિલિયનને વટાવી ગયો હતો વિજ્ઞાનીઓ માને છે કે આગામી થોડા દિવસોમાં કોરોનાની પીક આવી જવાની ધારણા છે.દેશમાં પહેલી મેએ 4,01,993 નવા કેસની ટોચ બની હતી. 2મેના રોજ આશરે 3.92 લાખ કેસ નોંધાયા હતા. દેશના વિવિધ ભાગોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યા છે જેમાં બિહારનો પણ ઉમેરો થયો છે.
Read More...