Vol. 3 No. 244 About   |   Contact   |   Advertise 15th April 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પ્રિન્સ ફિલિપની ચિરવિદાય

બ્રિટીશ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપી રહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપ 99 વર્ષની વયે તારીખ 9 એપ્રિલના રોજ અવસાન પામ્યા હોવાની બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી. 1947માં પ્રિન્સેસ એલિઝાબેથ સાથે તેમણે લગ્ન કર્યા હતા અને તેના પાંચ વર્ષ પછી 1952માં પિતાના અવસાન બાદ તેઓ મહારાણી બન્યા હતા. તેમનું લગ્નજીવન 73 વર્ષ જેટલું સુદિર્ઘ રહ્યું હતું. પ્રિન્સ ફિલિપે મહારાણીના શાસનની સફળતામાં એક મોટું યોગદાન આપ્યું હતું અને મહારાણી જે ભૂમિકા ભજવી રહ્યા હતા તે માટે તેમણે સંપૂર્ણ નિષ્ઠાવાન રહી ટેકો આપ્યો હતો. જે સંબંધોની નક્કરતા તેમના લગ્નજીવન અને શાસનની સફળતા માટે ખૂબ નિર્ણાયક રહી હતી.

Read More...
બકિંગહામ પેલેસમાં મુક્ત રીતે ફરવાની છૂટઃ મુલાકાતીઓ પિકનિક પણ માણી શકશે

બ્રિટનના બકિંગહામ પેલેસમાં આ સમરમાં પ્રથમ વખત મુલાકાતીઓને ગાર્ડનમાં મુક્ત રીતે ફરવાની અને લોનમાં પિકનિકની મજા માણવાની પરવાનગી આપવામાં આવી છે, એવી રોયલ કલેક્શન ટ્રસ્ટે જાહેરાત કરી હતી. કોરોના સંબંધિત નિયંત્રણોને કારણે ગયા વર્ષના ઉનાળામાં આ પેલેસ ખુલ્લો મૂકવામાં આવ્યો ન હતો.

Read More...
બાળકોનાં જાતીય શોષણ માટે શૈલેષ પટેલ દોષિત ઠર્યો

યુ. એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ગ્રેહામ કરમ સ્ટીહે કેન્ટોન ટાઉનશીપના શૈલેષ પટેલને બાળકોના જાતિય શોષણ માટે દોષિત ઠેરવ્યો છે. આવતા મહિને પટેલ સજા ફરમાવાશે. શૈલેષ પટેલને 15થી 30 વર્ષની જેલની સજા થઇ શકે છે.

Read More...
અમેરિકામાં યુકેનો કોરોના વેરિઅન્ટ તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જતાં કેસોની સંખ્યા વધી

યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના મહામારી સામે લડતાં થાકી ગયું હશે પણ કોરોના વાઇરસ હજી થાક્યો નથી તેમ મિનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસિઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડાયરેકટર ડો.

Read More...
ગુજરાતમાં કોરોનાની ભયાવહ સ્થિતિ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ બની છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સ્થિતિને હેલ્થ ઇમરજન્સી ગણાવી છે. ગુજરાતમાં રોજ કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. કોરોનાનો વિસ્ફોટ થયો હોય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

Read More...
સુરતની સ્થિતિ ગંભીરઃ સ્મશાનગૃહોમાં વેઇટિંગ પિરિયડ,રેમડેસિવીરના કાળાબજાર

સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દર્દીની સંખ્યામાં સતત વધારાથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. મૃતકોની સંખ્યામાં વધારાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ પિરિયડ છે. રેમડેસિવીરના કાળાબજાર થઈ રહ્યા હોવાના અહેવાલ હતા.

Read More...
રસી માટે વધી રહેલો આત્મવિશ્વાસ: ઇપ્સોસ મોરી નોલેજપેનલ સર્વે

ઇપ્સોસ મોરી યુકે નોલેજપેનલ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, યુકેમાં વસતા બધા જૂથોમાં કોવિડ-19 રસી લેવાની ઇચ્છામાં મોટો વધારો થયો છે. જે લોકો પહેલા રસી લેતા અચકાતા હતા તેઓ પણ હવે રસી લઇ રહ્યા છે.

Read More...
યુકેમાં હેલ્થકેર વર્કર્સને એક વર્ષનું વિઝા એક્સટેન્શન

યુકેમાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપતા 14,000 જેટલા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, મિડવાઇવ્સ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ્સ જેવા વિદેશી ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ અને તેમના આશ્રિતોને એક વર્ષનું ફ્રી ઓટોમેટિક વિઝા એક્સટેન્શન જાહેર કરવામાં આવ્યું છે

Read More...
રોયલ્સના ‘ગુલામી સાથેના સંબંધો’ હોવાનો આરોપ

તાજેતરમાં બહાર પડાયેલા રેસ રિપોર્ટના શ્યામ લેખક ડો. ટોની સીવેલની તુલના એડૉલ્ફ હિટલરના પ્રોપેગેન્ડા ચિફ જોસેફ ગોબેલ્સ સાથે અને રેસ રિપોર્ટને ‘સખત’ અને ‘એક પ્રચાર દસ્તાવેજ’ ગણાવી કેમ્બ્રીજના એકેડેમિક પ્રોફેસર પ્રિયંવદા ગોપાલે ગયા અઠવાડિયે હંગામો મચાવ્યો હતો.

Read More...
‘વાંધાજનક વોટ્સએપ જૂથમાં’ જોડાયેલા દસ ડોકટરો સામે ડિસીપ્લીનરી ટ્રિબ્યુનલ

2014 થી 2016 સુધીના બે વર્ષમાં ગુપ્ત વૉટ્સએપ જૂથમાં “અપમાનજનક” સંદેશાઓ અને ચિત્રો શેર કરવા બદલ દસ ડોકટરો સામે ડિસીપ્લીનરી ટ્રિબ્યુનલમાં પગલા ભરવા કેસ ચાલી રહ્યો છે.

Read More...
અંતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકુફ

ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી મોકુફ રાખવાનો રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.

Read More...

  Sports
આઈપીએલમાં હૈદરાબાદને રોમાંચક મેચમાં કોલકાતાએ 10 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની આ વર્ષે રવિવારે (11 એપ્રિલ) રમાયેલી ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં વિજયી આરંભ કર્યો હતો. કોલકત્તા તરફથી નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી.

Read More...
ભારતમાં જ ટી-20 વર્લ્ડકપ યોજાશે, તો પણ બેકઅપ પ્લાન તૈયારઃ આઇસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને તે નિયત કાર્યક્રમ મુજબ ભારતમાં જ યોજાય તેવા આઈસીસીના પ્રયાસો છે, છતાં જરૂર પડ્યે વૈકલ્પિક પ્લાન ઘડાયો હોવાનું આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે ગયા સપ્તાહે જણાવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વાઇબ્રન્ટ ફૂડ્સે પ્રીમિયમ નટ્સ એન્ડ સ્પાઇસિસ કંપની ફૂડકો હસ્તગત કરી

વાઇબ્રન્ટ ફૂડ્સે પ્રીમિયમ નટ્સ એન્ડ સ્પાઇસિસ કંપની ‘ફૂડકો’ને હસ્તગત કરીને તેના ઝડપથી વિકસતા સાઉથ એશિયન ફૂડ પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. એક મહિનામાં વાઇબ્રન્ટ ફૂડ્સનું આ બીજું એક્વિઝિશન છે.

Read More...
ટેકઓવર નિયમોના ભંગ બદલ અંબાણી પરિવારને રૂ.25 કરોડની પેનલ્ટી

ભારતની મૂડીબજાર નિયમનકારી સંસ્થા સેબીએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડા મુકેશ અંબાણી તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને રૂ.25 કરોડ પેનલ્ટી ફટકારી હતી.

Read More...
અદાણી ગ્રુપ 100 અબજ ડોલરની ક્લબમાં સામેલ થયું, ટાટા-રિલાયન્સ પછી ત્રીજું ઔદ્યોગિક ગ્રૂપ બન્યું

ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ મંગળવારે 100 બિલિયન ડોલરને વટાવી ગયું હતું. ભારતમાં અદાણી ગ્રૂપ સિવાય ટાટા અને રિલાયન્સે આ સિદ્ધિ મેળવેલી છે.

Read More...
ભારતના દેવાનુ પ્રમાણ વધી જીડીપીના 90 ટકા થયું

કોરોના મહામારીને પગલે ભારતના દેવાનું પ્રમાણ 74 ટકાથી વધીને જીડીપીના 90 ટકા થયું છે, દેશની આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખતા આ પ્રમાણ ઘટીને ૮૦ ટકા થવાનો અંદાજ છે, એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડએ જણાવ્યું હતું.

Read More...
ચાલુ વર્ષે ભારતની જીડીપીમાં 10.5 ટકા વૃદ્ધિનો અંદાજઃ RBI

ભારતીય રિઝર્વ બેંક સાત એપ્રિલે નાણાનીતિની સમીક્ષામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનો અનુમાન ૧૦.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સંક્રમણમાં વધારાએ આર્થિક વૃદ્ધિ દરમાં સુધારાને લઇને અનિશ્ચિતતા ઊભી થઈ છે.

Read More...
  Entertainment

વ્યસ્ત છે અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને ગત વર્ષે પોતાનું નસીબ વેબસીરિઝમાં અજમાવ્યું હતું. તે ‘બ્રીધ’ અને ફિલ્મ ‘લુડો’માં ચમક્યો હતો. તેમાં તેનું કામ તેના ચાહકોને ગમ્યું હતું. હવે તે નવી ફિલ્મ ‘ધ બિગ બુલ’ના કારણે ચર્ચામાં છે.

Read More...

હવે ‘તેજાબ’ની રીમેકની સંભાવના

બોલીવૂડમાં સુપર-ડુપર હિટ થયેલી ફિલ્મોની રીમેકનું ચલણ વધી રહ્યું છે. જોકે, તેનાથી ફાયદો એ થયો છે કે, નવી પેઢીના દર્શકોને જુના કલાકારોના દબદબા અને તેમની અભિનય ક્ષમતાની માહિતી મળે છે.

Read More...

રેખાએ મનની વાતનો ઈશારો કર્યો!

રેખાએ એક ટીવી રીયાલીટી શોમાં પોતાના મનની વાત કહીને સહુને ચોંકાવ્યા હતા. તાજેતરમાં રીયાલીટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’માં રેખા સેલિબ્રિટી ગેસ્ટ હતા.

Read More...

સલમાન સાઉથની હિન્દી રીમેકમાં

સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર જાણવા મળ્યા છે. તેણે દક્ષિણ ભારતની એક ફિલ્મની હિન્દી રીમેક સાઇન કરી હોવાનું સૂત્રો જણાવે છે.

Read More...

હું નિષ્ફળતાથી ડરતો નથીઃ જોન અબ્રાહમ

જોન એબ્રાહમના જણાવ્યા મુજબ તે આજે પણ બોલીવૂડમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેની ‘મુંબઈ સાગા’ તાજેતરમાં જ રીલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાઇરસ મહામારીને કારણે એના બિઝનેસ પર ખૂબ જ અસર પડી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store