Vol. 3 No. 242 About   |   Contact   |   Advertise 01 April 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બ્રિટનમાં સોનેરી સવારનો ઉજાસ: કોરોનાનો ભરડો ઢીલો પડ્યો

ઇંગ્લેન્ડના અડધા કરતા વધુ લોકો વિશાળ રસીકરણ ઝૂંબેશ અને કુદરતી રોગપ્રતિકારક શક્તિને કારણે હવે કોવિડ સામે પ્રતિરક્ષા ધરાવે છે ત્યારે વડા પ્રધાન જોન્સન લોકડાઉનથી કંટાળી ગયેલા નાગરીકો અને બિઝનેસમેન્સ તરફથી વધૂ છૂટછાટ આપવા માટેના કોલ્સનો સામનો કરી રહ્યા છે.

Read More...
ભારત ફરી કોરોનાના સકંજામાઃ બે દિવસથી રોજ 68 હજાર નવા દર્દી

ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે મંગળવારે (30 એપ્રિલ) જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ છેલ્લા થોડા દિવસોથી રોજેરોજ વધુ ને વધુ કથળી રહી છે. નેશનલ એક્સપર્ટ કમિટી ઓન વેક્સિનેશનના ચેરમેન વી. કે. પોલે કહ્યું

Read More...
OCI કાર્ડધારકોને રાહતઃ ભારત આવતી વખતે જુના પાસપોર્ટ્સ સાથે રાખવાની જરૂર નથી

વિદેશમાં સ્થાયી થયેલા, વિદેશી સીટીઝનશિપ ધરાવતા ભારતીય મૂળના લોકો પાસે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ્ઝ હોય તેમણે ભારત જતી વખતે તેમના જૂના, એક્સપાયર થયેલા પાસપોર્ટ્સ સાથે રાખવા જરૂરી નથી, તેવું ભારત સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.

Read More...
અમેરિકામાં એશિયન વિરોધી હુમલા પછી શેરીઓમાં લોકોનું પેટ્રોલિંગ

અમેરિકામાં એશિયનો વિરોધી હુમલાની ઘટનાઓ પછી સાન ફ્રાન્સિસ્કો, ન્યૂ યોર્ક, આટલાન્ટા, ફલશિંગ તથા અન્યત્ર પબ્લિક સેફ્ટી પેટ્રોલિંગ વ્યવસ્થાના ભાગરૂપે સ્પા કર્મચારીઓ, વેઇટર્સ, મિકેનિક અને અન્ય પ્રોફેશનલ્સે કાર્યકર સેવા આરંભી છે. પીએસપીના ટીમ લીડર રીચાર્ડ લીએ જણાવ્યું હતું

Read More...
માઇગ્રન્ટ્સ પાછા નહીં લેનારા દેશોને બ્રિટનના વીઝામાં બાકાત કરવાની દરખાસ્ત

બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે જાહેર કરેલી યોજના અન્વયે બ્રિટન સ્થિત ગુનેગારો તેમજ આશ્રય નહીં મેળવી શકેલા કે અન્યથા ગેરકાયદે ઠરેલા માઇગ્રન્ટ્સને પાછા નહીં લેનારા દેશોને બ્રિટનના વીઝાની યાદીમાંથી બાકાત કરાશે. યુ.કે.માંથી 10,000થી વધારે અપરાધીઓને દેશનિકાલ કરવાનું નિશ્ચિત છે.

Read More...
મ્યાનમારમાં લશ્કરી કાર્યવાહીમાં 100થી વધુ લોકોના મોત

મ્યાનમારમાં શનિવારે લશ્કરે વધુ એક વખત બર્બરતા આચરી હતી. નાના-મોટાં ૨૪ શહેરોમાં હિંસા થઈ હોવાના મીડિયા અહેવાલો રજૂ થયા હતા. હ્મુમન રાઈટ્સ સંગઠનોના દાવા પ્રમાણે આ હિંસામાં એક જ દિવસમાં 100 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. લશ્કરી શાસન પછી એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા હતા.

Read More...
મોદીની મુલાકાત સમયે બાંગ્લાદેશની હિંસામાં 10ના મોતઃ મંદિરો પર હુમલા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતને પગલે બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિંસા થઈ હતી અને ઓછામાં ઓછા 10 વ્યક્તિના મોત થયા હતા. કટ્ટરવાદી ઇસ્લામિક જૂથોએ પૂર્વ બાંગ્લાદેશમાં રવિવારે હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા.

Read More...
મુંબઈની હોસ્પિટલમાં ભીષણ આગથી કોરોનાના 11 દર્દીના મોત

મુંબઈમાં ભાંડુપ વિસ્તારમાં એક મોલમાં આવેલી હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા દસ વ્યક્તિના મોત થયા હતા. LBS માર્ગ પર આવેલા ડ્રીમ મૉલમાં ચોથે માળે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી.

Read More...
બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે.

Read More...
ગુજરાતમાં આઠ ધારાસભ્યો કોરોનાગ્રસ્તઃ વિધાનસભામાં મુલાકાતીના પ્રવેશ પર પ્રતિબંધ

ગુજરાત વિધાનસભાના પહેલી માર્ચથી બજેટ સત્રના પ્રારંભ પછી ઓછામાં ઓછા આઠ ધારાસભ્યો કોરોના પોઝિટિવ બન્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે અને ભાજપના એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા, એમ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

Read More...

  Sports
ઇંગ્લેન્ડને 7 રને હરાવી ભારતે ત્રીજી વન-ડે, સીરીઝ 2-1થી જીતી લીધી

પૂણેમાં રવિવારે રાત્રે પુરી થયેલી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં પણ ભારતે રોમાંચક મુકાબલામાં છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવી મેચ અને સીરીઝ 2-1થી જીતી લીધા હતા.

Read More...
ભારતના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર, યુસુફ પઠાણ કોરોનાગ્રસ્ત

ભારતનો એક વખતનો સ્ટાર ક્રિકેટર અને હાલમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહી ચૂકેલો સચિન તેંડુલકર તથા ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર યુસુફ પઠાણ ગયા સપ્તાહે કોરોનાગ્રસ્ત થયા હોવાનું તેમણે પોતે જાહેર કર્યું હતું.

Read More...
શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે સૌથી વધુ મેડલ્સ મેળવ્યા

રવિવારે (28 માર્ચ) નવી દિલ્હીમાં પુરા થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે 15 ગોલ્ડ સહિત કુલ 30 મેડલ્સ હાંસલ કરી આ રમતમાં અત્યારસુધીમાં શૂટિંગ વર્લ્ડ કપનો પોતાનો શ્રેષ્ઠ દેખાવ નોંધાવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતે કોરોના વેક્સીનની નિકાસ બંધ કરી

ભારતે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા કોરોના વેક્સીનની તમામ નિકાસને હંગામી ધોરણે અટકાવી દીધી છે. દેશમાં કોરોનાના વાઇરસના કેસોમાં ફરી ઉછાળાને કારણે ઘરેલુ માગ પર ધ્યાન કેન્દ્રીત કરવા સરકારે આ નિર્ણય કર્યો છે, એમ બે સૂત્રોએ ગુરુવારે રોઇટર્સને જણાવ્યું હતું. સીરમ વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે.ભારતની આ હિલચાલથી GAVI/WHO સમર્થિત કોવેક્સ વેક્સીન શેરિંગ પ્રોગ્રામ માટેના સપ્લાયને પણ અસર થશે.

Read More...
સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ બહાર કઢાયું, ટ્રાફિક ફરી ધમધમતો

ર માર્ગ, ઈજીપ્તની સુએઝ કેનાલમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે, 29 માર્ચે તે જહાજ બહાર કાઢવાના પ્રયાસોે સફળ રહ્યા હતા. કેનાલના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રાફિક હવે ધીમે ધીમે પૂર્વવત થશે.

Read More...
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દિવાન હાઉસિંગનું રૂ.14,000 કરોડનું કૌભાંડ

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ કર્યો છે.

Read More...
યસ બેન્ક કેસમાં રાણા કપૂરના એકાઉન્ટ્સ અને સંપત્તિ ટાંચમાં લેવા આદેશ

ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ ગુરુવારે યસ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરના બેન્ક એકાઉન્ટ. ડીમેટ અને મ્યુચ્યુઅલ એકાઉન્ટ તેમજ સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો.

Read More...
વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ ભારતીય એકમ દ્વારા વેચાણ કરશે તો ડિજિટલ ટેક્સ નહીં

વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ તેમના ભારતીય એકમ મારફત ગૂડ્સ અને સર્વિસિસનું વેચાણ કરશે તો તેમના પર ભારતમાં બે ટકાનો ડિજિટલ ટેક્સ લાગુ પડશે નહીં. ભારત સરકારે આવા ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ન લેવાનો 24 માર્ચે નિર્ણય કર્યો હતો.

Read More...
  Entertainment

બોલીવૂડની સુપરહિટ જોડીઓ ફરીથી ફિલ્મોમાં દેખાશે

અગાઉ અનેક ફિલ્મોમાં સાથે કામ કરીને કેટલાક કલાકારોની સફળ જોડીઓ બની ગઇ હતી અને દર્શકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા છે. હવે આ જોડીઓ ફરીથી બોલીવૂડમાં જોવા મળશે તેવા સંજોગો ઊભા થયા છે અને તે માટે ફિલ્મોની તૈયારી પણ થઇ રહી છે.અક્ષય કુમાર અને કેટરિના કૈફની જોડીએ અગાઉ અનેક સફળ ફિલ્મો આપી છે. હવે તેઓ હવે રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં ફિલ્મમાં દેખાશે.

Read More...

રાની મુખર્જીની નવી ફિલ્મની જાહેરાત

સ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે, તેનું નામ Mrs Chatterjee Vs Norway છે. આ ફિલ્મનું દિગ્દર્શન આશિમા છિબ્બર કરશે અને શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

Read More...

નિક સાથેના સંબંધોનું પ્રિયંકાએ ખોલ્યું રહસ્ય

પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથેના સંબંધોની એક ખાનગી વાત જાહેર કરી છે. પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તે વીડિયો ઓપરા વિન્ફ્રેના જાણીતા ટોક શો- સુપર સોલનો છે. જેમાં પ્રિયંકાએ તેના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જણાવી હતી.

Read More...

નવી ફિલ્મમાં યામી ગૌતમનો નેગેટિવ રોલ

યામી ગૌતમે નવા પ્રોજેકટનું કામ શરૂ કર્યુ છે. તેણે ફિલ્મ ‘એ થર્સડે’નું શુટીંગ શરૂ કરી દીધુ છે. નિર્દેશક બેહજાદ ખંબાટાની આ ફિલ્મ થ્રિલર છે. એક અકલ્પનિય દિવસની કહાની છે. ફિલ્મનું લેખન પણ બેહજાદે જ કર્યુ છે.આરએસવીપી અને બ્લુ મંકી નિર્મિત આ ફિલ્મમાં યામી નૈના જયસ્વાલની ભુમિકા નિભાવી રહી છે. તે સોળ બાળકોને બંધક બનાવનાર બુધ્ધીશાળી પ્લે સ્કૂલની શિક્ષિકાનો રોલ છે.

Read More...

હવે ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ બનાવવાનું આયોજન

સન્ની દેઓલ અને અમિષા પટેલ અભિનિત બહુચર્ચિત ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. આ ફિલ્મમાં સન્ની દેઓલની લાંબા સમય પછી એક્શને ચાહકોમાં ચર્ચા જગાવી હતી. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સુપરડુપર હિટ ગઇ હતી. હવે તેના બે દાયકા પછી દિગ્દર્શક અનિલ શર્મા આ સમકાલિન ફિલ્મને ફરીથી રૂપેરી પડદે મઢવા તૈયારી કરી રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store