Vol. 3 No. 241 About   |   Contact   |   Advertise 25th March 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વિદેશમાં રજાઓ પર પ્રતિબંધ: £5,000નો દંડ

યુરોપભરમાં કોરોનાવાયરસના ત્રીજા મોજાને પગલે કોરોનાવાયરસના વિવિધ સ્ટ્રેઇનથી દેશને બચાવવા માટે સરકારે સોમવારથી વિદેશમાં રજાઓ માણવા જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

Read More...
અમેરિકામાં રેસિઝમ, વિદેશીઓ પ્રત્યે અણગમો હોવાનું બાઇડેને સ્વિકાર્યું

અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને વૈશ્વિક વંશીય દ્વેષભાવ નાબૂદી દિને અત્યંત આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં પણ રેસિઝમ, વિદેશીઓ પ્રત્યે અણગમા અને રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તી રહી છે, દેશ સામેના એ પડકારો છે.

Read More...
વેક્સીન લીધી હશે તો મુંબઈમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ

બ્રિટન, યુરોપ, મધ્યપૂર્વ, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોનાની વેક્સીન લીધી હશે તો તેમને મુંબઈમાં આગમન સમયે એક સપ્તાહના ફરજિયાત ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇલમાં રહેવું પડશે નહીં.

Read More...
અમેરિકાના પ્રતિનિધિગૃહે ડ્રીમર્સ, માઈગ્રન્ટ્સ, ખેતમજૂરોને સીટીઝનશિપ આપતા બે મહત્ત્વના ખરડાને બહાલી આપી

અમેરિકામાં કોઈ ડોક્યુમેન્ટ્સ વિના વર્ષોથી વસવાટ કરતા ઈમિગ્રન્ટ લોકોને, કેટલાક માઈગ્રન્ટ ખેત મજૂરોને તેમજ એચ1-બી જેવા વિવિધ વીઝા હેઠળ અમેરિકામાં આવી કામ કરતાં માતા-પિતાના અહીં જન્મેલા બાળકોને સીટીઝનશિપ આપવાની જોગવાઈ કરતા બે મહત્ત્વના ખરડાને અમેરિકી સંસદના નીચલા – પ્રતિનિધિ ગૃહ (હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ્સ) એ બહાલી આપી હતી.

Read More...
ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉપરનો પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લંબાવ્યો

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની ચિંતા વચ્ચે ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઇટ પરના પ્રતિબંધને 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો હતો.

Read More...
અમેરિકામાં કોલોરાડોના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત

અમેરિકામાં કોલોરાડોની કિંગ્સ શોપર્સ સુપરમાર્કેટમાં એક બંદુકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હતા.

Read More...
ગુજરાતના આઠ મહાનગરોમાં સ્કૂલ-કોલેજો બંધ, પરીક્ષા મોકૂફ

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો, કોલેજો 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો ગુરુવાર, 18 માર્ચે આદેશ આપ્યો હતો.

Read More...
ગુજરાતમાં ફરી લોકડાઉન નહીં આવેઃ વિજય રૂપાણી

ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે લોકડાઉનની અટકળો વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુરુવાર, 18 માર્ચે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે. જોકે સ્કૂલ અને કોલેજો ચાલુ રાખવી કે નહીં તે અંગે ગુરુવારની બેઠકમાં નિર્ણય લેવાશે.

Read More...
કોરોનાના પ્રકોપમાં વધારો થતાં વડાપ્રધાન મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક

ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પર ઝડપથી કાબૂ મેળવવામાં નહીં આવે તો કોરોનાની મહામારી ઝડપથી દેશના બાકી ભાગોમાં ફેલાઈ જશે.

Read More...
ગુજરાતમાં હોલીકાદહનની મંજૂરી, હોળી રમવા પર પ્રતિબંધ

ગુજરાતમાં શનિવારે કોરોના વાઇરસના નવા કેસો ચાલુ વર્ષના સૌથી વધુ નોંધાયા બાદ સરકારે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી માટે રવિવારે આકરા નિયંત્રણો લાદ્યા હતા.

Read More...

  Sports
ભારત છેલ્લી મેચમાં છવાઈ ગયું, આખરે ટી-20 સીરીઝમાં પણ 3-2થી વિજેતા

શનિવારે (20 માર્ચ) અમદાવાદના નવા સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટી-20 મેચમાં ભારતે ટોસ હારીને પણ સતત બીજી મેચ અને સીરીઝ જીતી લીધી હતી.

Read More...
ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનઃ સેમિફાઇનલમાં પી.વી. સિંધુનો પરાજય

વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ, ભારતની પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટનની સેમિફાઇનલમાં પરાજય થયો છે. વિશ્વની ૧૧મી ક્રમાંકિત, થાઈલેન્ડની ચોચુવોંગે સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી.

Read More...
ઇંગ્લેન્ડ સામે વન-ડે સીરીઝની ભારતીય ટીમમાં સૂર્યકુમાર, પી. કૃષ્ણાને તક

ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે મેચની સીરીઝ માટેની ટીમમાં બે નવા ચહેરા – સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કર્યો છે.

Read More...
યુ.એ.ઇ.ના ભૂતપૂર્વ કેપ્ટન નાવિદ તથા બટ્ટ પર આઠ વર્ષનો પ્રતિબંધ

દુબઈઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે યુનાઇટેડ આરબ અમીરાતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નાવિદ અને શેઇમાન અનવર બટ્ટને ટી-૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં ફિક્સિંગના ગુના બદલ આઠ વર્ષ ક્રિકેટમાં પ્રતિબંધની સજા કરી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
હિન્દુજા પરિવારે ગ્લોબલ વેલ્થ એડવાઇઝરી કંપની શરૂ કરી

હિન્દુજા પરિવારે મલ્ટિફેમિલી ઓફિસ ચાલુ કરવા માટે ન્યૂ યોર્ક સ્થિત ફોકસ ફાઇનાન્શિયલ પાર્ટનર્સ ઇન્ક સાથે ભાગીદારી કરી છે. આ નવું સાહસ વિશ્વના ધનિકોને વિવિધ સર્વિસિસ પૂરી પાડશે. બેરિલસ કેપિટલ નામની વેલ્થ એડવાઇઝરી કંપની હિન્દુજા પરિવાર અને ફોકસ ફાઇનાન્શિયલ વચ્ચેનું એક સાહસ છે. તે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બેન્કિંગ અને રિયલ એસ્ટેટ એડવાઇઝરી સર્વિસિસ પૂરી પાડશે, એમ સોમવારે એક નિવેદનમાં જણાવાયું હતું.
આ કંપનીની ઓફિસે લંડન, જિનિવા અને સિંગાપોર હશે. તેના વડા રોયલ બેન્ક ઓફ કેનેડાના લંડન ખાતેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અમિત કોઠા હશે. તેઓ કંપનીના સહસ્થાપક પણ છે.

Read More...
ભારતમાં 4.12 લાખ મિલિયોનેર પરિવારોઃ ગુજરાત પાંચમાં ક્રમેઃ રિપોર્ટ

ભારતમાં મિલિયોનેર પરિવારની સંખ્યા 4.12 લાખ છે. મુંબઈમાં સૌથી વધુ મિલિયોનેર અને દિલ્હી બીજા ક્રમે આવે છે. ટોચના 10 રાજ્યોમાં આશરે 70 ટકા મિલિયોનેર પરિવારો છે. મહારાષ્ટ્રમાં મિલિયનોર પરિવારની સંખ્યા સૌથી વધુ 56,000 છે.

Read More...
એક દાયકા પછી પ્રથમવાર વિશ્વમાં શસ્ત્રોનું વેચાણ સ્થિર રહ્યું

આશરે એક દાયકા સુધી વધારા બાદ 2016-2020 દરમિયાન શસ્ત્રોની આંતરરાષ્ટ્રીય ડિલિવરી લગભગ સ્થિર રહી હતી. વિશ્વના ત્રણ સૌથી મોટા નિકાસકાર દેશો અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીના વેચાણમાં વધારો થયો હતો, પરંતુ રશિયા અને ચીનની નિકાસ ઘટી હતી, તેથી કુલ વેચાણ લગભગ સ્થિર રહ્યું હતું, એમ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (SIPRI)એ સોમવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

Read More...
ઇન્ડિયન રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીંઃ પીયૂષ ગોયલ

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન રેલવેનું ક્યારેય ખાનગીકરણ થશે નહીં અને તે હંમેશા ભારત સરકારની માલિકી હેઠળ રહેશે.

Read More...
વાડિયા ગ્રુપની એરલાઇન કંપની આઇપીઓ માટે સક્રિય

ભારતના સૌથી જુના ઔદ્યોગિક ગ્રૂપમાં સામેલ વાડિયા ગ્રૂપની એક કંપનીએ IPO માટે હિલચાલ ચાલુ કરી છે. વાડિયા ગ્રૂપની ગો એર નામની એરલાઈન્સ કંપની પબ્લિક ઇશ્યૂ મારફત ભંડોળ એકત્ર કરવા માગે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Read More...
  Entertainment

આમિર અને સુશાંતની સોશિયલ મીડિયાને અલવિદા

બોલીવૂડના દિગ્ગજ નેતા આમિર ખાને ગત સપ્તાહે પોતાનો જન્મ દિન ઉજવીને તેના પ્રશંસકોને એક વાત જણાવીને આંચકો આપ્યો હતો. તે લોકપ્રિય છે, પરંતુ તે જાહેરમાં સક્રિય રહેવાનું પસંદ કરતો નથી. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘણા લાંબા સમય પછી બનાવ્યું હતું અને તે ટ્વિટર પર પણ ઓછો સક્રિય રહ્યા હતા. તાજેતરમાં જ તેને જન્મદિને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળ્યા હતા. તેણે શુભેચ્છા પાઠવવા બદલ દરેકનો આભાર માન્યો હતો અને એવી જાહેરાત કરી કે તેનાથી તેના ચાહકોને આંચકો લાગ્યો છે.

Read More...

જેનેલિયા ડીસોઝા ઇજાગ્રસ્ત

જેનેલિયા ડીસોઝા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે પોતાના અભિનેતા પતિ રીતેશ દેશમુખ અને બાળકો રાહિલ-રિયાન સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં, તેણે ઈન્સ્ટાગ્રામ પર હાથમાં ઈજા થયા પછી બાદ રિકવરી દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે.

Read More...

શ્રેયા ઘોષાલઃ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ

બોલીવૂડમાં જાણીતા ગાયિકા શ્રેયા ઘોષાલ 12 માર્ચે પોતાનો 37મો જન્મ દિન ઉજવ્યો હતો. શ્રેયાને તેણે પોતાની ગીત-સંગીતની કારકિર્દીમાં અનેક સુપર-ડુપર ગીત આપ્યા છે. અહીં તેના વિશેની કેટલીક અંગત માહિતી અને 37 વર્ષની સિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read More...

કંગના બની રાજકીય વિશ્લેષક

હંમેશા વિવાદમાં રહેતી કંગના રનૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવિષ્ય ભાંખ્યું છે. તે ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના કારણે ચર્ચામાં પણ રહે છે. હવે તેણે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે રાજકીય વિશ્લેષણ ટ્વીટપ પર કર્યું છે. તેણે દાવો કર્યો છે કે વર્ષ 2024માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે.

Read More...

ઉર્વશી રૌતેલા દક્ષિણની ફિલ્મો ભણી

ઉર્વશી રૌતેલાને બોલીવૂડમાં નસીબે સાથ આપ્યો નથી. જોકે તે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ અંગે માહિતી આપી છે. જોસેફ સામી અને જેરાલ્ડ અરોકિએમના ડાયરેક્શનમાં બની રહેલી સાયન્સ-ફિકશન ફિલ્મમાં તે દેખાશે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store