Vol. 3 No. 240 About   |   Contact   |   Advertise 18th March 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બોરિસ જોન્સન એપ્રિલના અંતે ભારતની મુલાકાતે જશે

વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ભારત-પ્રશાંત વિસ્તારમાં દેશ માટે રહેલી તકોનો ઉપયોગ કરવાનો છે.

Read More...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાથી મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબમાં આકરા નિયંત્રણો

ભારતમાં કોરોના મહામારીના પ્રકોપમાં ફરી વધારાને પગલે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા મહત્ત્વના રાજ્યોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

Read More...
દુબઇ એરપોર્ટ પર પાસપોર્ટ અને બોર્ડિંગ માટે નવી સિસ્ટમ અમલમાં આવી

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ પૈકીના એકદુબઈ એરપોર્ટ પર પાસપોર્ટ અને બોર્ડિંગને લગતી એક નવી જ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે.

Read More...
ભારત સામેના $1.4 બિલિયનના કેસમાં પાંચ દેશોની કોર્ટમાં કેઇર્ન એનર્જીનો વિજય

અમેરિકા, બ્રિટન સહિત પાંચ દેશોની કોર્ટે ભારત સરકાર સામેના 1.4 બિલિયન ડોલરના ટેક્સ કેસમાં બ્રિટનની કેઇર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

Read More...
યુકેની કલર બ્લાઇન્ડ વેક્સીન સ્ટ્રેટેજીથી વંશીય લઘુમતીઓને જોખમ

બ્રિટનના વેક્સીન રોલઆઉટના બીજા તબક્કામાં સંવેદનશીલ વંશીય લઘુમતી જૂથોના રસીકરણ માટે ડોકટરો, શિક્ષણવિદો અને પબ્લિક હેલ્થ કેમ્પેઇનર્સે સરકારને કોરોનાવાયરસ રસીની વ્યૂહરચના પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે.

Read More...
જર્મની, ફ્રાન્સ, ઇટલી સહિત યુરોપના અનેક દેશોએ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો ઉપયોગ બંધ કર્યો

જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેઈન, પોર્ટુગલ અને સાઇપ્રસ સહિતના દેશોએ તાકીદની અસરથી એસ્ટ્રાઝેનેકાની કોરોના વિરોધી રસીનો ઉપયોગ બંધ કરવાનો સોમવારે નિર્ણય લીધો હતો.

Read More...
કુંભમેળામાં મહાશિવરાત્રીએ પ્રથમ શાહી સ્નાનઃ 22 લાખ લોકોએ ગંગામાં ડુબકી મારી

હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મહાશિવરાત્રીના દિવસે પ્રથમ શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર આશરે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી હતી.

Read More...
મોદીના માતા હીરાબાએ કોરોના વેક્સિનની લીધી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગુરુવારે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો, એવી વડાપ્રધાન મોદીએ બપોરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

Read More...
અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની નિયુક્તિ

અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે.

Read More...
અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની હવેની ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ ટી-20 ક્રિકેટ મેચ સિરીઝની બાકી રહેલી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવાનો સોમવારે નિર્ણય કર્યો હતો.

Read More...

  Sports
ટી-20માં પણ રીપીટ? પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો, બીજીમાં ભારતનો વિજય!

ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શરૂ કરેલો સીલસીલો ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં દોહરાવ્યો હતો અને હવે લાગે છે કે, ટી-20 સીરીઝમાં પણ એ રીપીટ થાય તો નવાઈ નહીં.

Read More...
કોહલીનો 3,000 રનનો વર્લ્ડ રેકોર્ડ, ઝીરોની નામોશી!

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રવિવારે બીજી ટી-20માં અણનમ 73 રનની ઈનિંગ રમી ટી-20 ઈન્ટરનેશનલ્સમાં 3,000 રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.

Read More...
મિતાલી રાજે સર્જયો ઈતિહાસ, 10000 રન કરનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની

ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચ્યો હતો. ૩૮ વર્ષીય મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ખેલાડી બની છે.

Read More...
ભવાની દેવી ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થનારી પ્રથમ ભારતીય ફેન્સર

તમિલનાડુની સી. એ. ભવાની દેવી ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થનારી સૌપ્રથમ ભારતીય ફેન્સર બની છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ગૌતમ અદાણીએ જેફ બેઝોસ અને એલન મસ્ક કરતાં વધુ કમાણી કરી

ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ વર્ષે વિશ્વના કોઇપણ વ્યક્તિ કરતાં તેમની સંપત્તિમાં વધુ વધારો કર્યો હતો. જાહેરમાં ભાગ્યે જ વાત કરતાં અદાણીની નેટવર્થ 2021માં 16.2 બિલિયન ડોલર વધીને 50 બિલિયન ડોલર થઈ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું છે.
તેનાથી તેઓ જેફ બેઝો અને એલન મસ્ક જેવા ધનિકોને પાછળ રાખીને વિશ્વના સૌથી મોટા સંપત્તિ સર્જન બન્યાં છે અદાણી ગ્રૂપ માટે રોકાણકારોના ભારે આકર્ષણને કારણે તેમણે આ સિદ્ધિ મેળવી છે. ચાલુ વર્ષે અદાણી ગ્રૂપની એક સિવાયની તમામ કંપનીઓના શેરમાં ઓછામાં ઓછો 50 ટકા ઉછાળો આવ્યો છે.

Read More...
ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ બિઝનેસ અલગ કરશે

ભારતની અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સના શેરહોલ્ડર્સે પેસેન્જર વ્હિકલ બિઝનેસને અલગ કંપનીમાં વિભાજિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, એમ કંપનીએ સોમવારે જણાવ્યું હતું.

Read More...
એર ઇન્ડિયા ખરીદવાની સ્પર્ધામાંથી કર્મચારીઓનું ગ્રૂપ બહાર ફેંકાયુ

ભારત સરકારની ખોટ કરતી એર ઇન્ડિયાને ખરીદવાની સ્પર્ધામાંથી આ એરલાઇન્સના કર્મચારીઓનું જૂથ બિડિગ પ્રોસેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. એર ઇન્ડિયાના કોમર્શિયલ ડિરેક્ટર મીનાક્ષી મલિકે આઠ માર્ચે કર્મચારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે આપણે ડિસઇન્વેસ્મેન્ટ એક્વિઝિશન પ્રોસેસના આગામી તબક્કામાં ક્વોલિફાય થવામાં સફળ થયા નથી.

Read More...
વિશ્વનું અર્થતંત્રનું 2022 સુધી કોરોનાની અસરમાંથી બહાર નહીં આવે

કોરોના મહામારીને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિ ૨૦૨૨ સુધી રાબેતા મુજબ ન બનવાની શક્યતા છે, એમ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું.

Read More...
  Entertainment

કોરોનાએ નવાઝુદ્દીનનું દામ્પત્ય જીવન બચાવ્યું

નવાઝુદ્દીન સિદ્દિકી અત્યારે પોતાના દામ્પત્ય જીવન અંગે ચર્ચામાં છે. તેમની પત્ની આલિયા ઉર્ફે અંજલિ પાંડેએ ગયા વરસે તેને છૂટાછેડાની નોટીસ મોકલી હતી. પરંતુ હવે આલિયાનો વિચાર બદલાયો છે અને તેણે પતિને સાથે રહેવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે. મૂળ વાત એવી છે કે, આલિયાએ નવાઝુદ્દીન પર ગંભીર આરોપો મુકીને તલાકની અરજી કરી હતી. પરંતુ હવે સૂત્રોના જણાવ્યા મુજબ તલાક લેવાનો વિચાર અત્યારે પડતો મુક્યો છે અને પતિને એક વધુ તક આપવા ઇચ્છે છે.

Read More...

મણિરત્નમની નવી ફિલ્મમાં ઐશ્વર્યા ડબલ રોલ કરશે?

મૂળ સાઉથ ઇન્ડિયન ફિલ્મકાર મણિરત્નમની નવી ફિલ્મમાં ઐશ્વર્યા બચ્ચન બેવડી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. જો તે આ ફિલ્મ સ્વીકારશે તો તેની કરીઅરમાં પ્રથમવાર ડબલ રોલ કરશે. અગાઉ ગુરુ, બોમ્બે અને રોઝા જેવી હિટ ફિલ્મો બનાવનાર મણિરત્નમની નવી ફિલ્મ અંગે બોલીવૂડમાં ચર્ચા છે.

Read More...

નરેન્દ્ર મોદી પર વધુ એક ફિલ્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોલીવૂડમાં અગાઉ ફિલ્મ બની છે. હવે વધુ એક ફિલ્મ બનવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ છે ‘એક ઔર નરેન્દ્ર’. બી. આર. ચોપરા નિર્મિત પ્રખ્યાત ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે.

Read More...

જ્હાન્વી કપૂરની અનોખી ઇચ્છા

જહાન્વી કપૂર અત્યારે બોલીવૂડમાં પોતાની પ્રોફેશનલ કારકિર્દી ઘડી રહી છે, સાથે જ પોતાના અંગત જીવન માટે પણ એટલી જ ગંભીર છે અને તે પોતાના લગ્ન વિશે આયોજનો કરી રહી છે. તેણે તાજેતરમાં પોતાના લગ્ન અંગેની સ્પષ્ટતા કરી હતી. જહાન્વીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા લગ્નમાં હું રીઅલ ઇચ્છું છું. મારે મારા અંગત લોકોની વચ્ચે જ લગ્ન કરવા છે. મને ખર્ચાળ લગ્ન પસંદ નથી.

Read More...

હવે માધુરીનું પણ ડિજિટલ ડેબ્યુ

કરણ જોહરની ડિજિટલ પ્રોડક્શન કંપની દ્વારા એક વેબ શોની જાહેરાત કરવામાં આવી છે. જેના થકી માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરી કરી રહી છે.
માધુરી દીક્ષિતના વેબ શોનું નામ ફાઇડિંગ અનમાકિ હશે, જેમાં તે મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. આ શોના દિગ્દર્શક કરિશ્મા કોહલી અને બેજોય નામ્બિયાર છે. આ શોના લેખક શ્રીરાવ અને નિશા મહેતા છે. આ શોમાં માધુરી દીક્ષિત, સંજય કપૂર, માનવ કૌલ, લકસીર શરણ, મુસ્કાર જાફરી વગેરે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store