Vol. 3 No. 237 About   |   Contact   |   Advertise 25th February 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુકેમાં 8 માર્ચથી ક્રમશ: લોકડાઉન હળવું કરાશે

જાન્યુઆરીમાં કોરોનાવાયરસના પ્રકોપ સામે લાદવામાં આવેલા ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચનાનું અનાવરણ કરતાં વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી કે જો બધું જ બરોબર પાર ઉતર્યું તો ઇંગ્લેન્ડનું જનજીવન જૂન મહિનામાં વહેલી તકે સામાન્ય થઇ શકે છે.

Read More...
યુકેની એક હજાર પાઉન્ડની ચાઇલ્ડ સિટિઝનશિપ ફી અપીલ કોર્ટે ગેરકાયદે ઠેરવી

અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો યથાવત રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફી ગેરકાયદે ગણાવી છે.

Read More...
અમેરિકામાં કોરોનાના મૃતકોને અંજલિ, ધ્વજ અડધી કાઠીએ

પ્રેસિડેન્ટ બાઇડેને અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓનો આંકડો પાંચ લાખથી વધી જવા અંગે ઘેરા આઘાત સાથે હૈયું ભાંગી ગયાની લાગણી વ્યક્ત કરી દેશવાસીઓને મહામારી સામે એકસંપથી લડવા અનુરોધ કર્યો હતો.

Read More...
અમેરિકામાં કોરોનાથી બચવા 2022માં પણ માસ્ક પહેરવા પડશેઃ ફૌસી

અમેરિકાના ટોચના વાઇરસ નિષ્ણાત અને દેશના મુખ્ય તબીબી સલાહકાર એન્થોની ફૌસીએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાનો સામનો કરવાના મામલે કેટલાક નિયંત્રણો હળવા થઇ શકે છે, પણ પરંતુ અમેરિકનોએ કોરોનાથી બચવા 2020માં પણ કદાચ માસ્ક પહેરવા પડશે.

Read More...
નાસાના પર્સીવિયરન્સ રોવરનું મંગળ પર સફળ ઉતરાણ

અમેરિકાની અવકાશ એજન્સી નાસાના પર્સીવિયરન્સ રોવરે ગુરૂવારે રાતે મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ કર્યું હતું. નાસાએ ટ્વીટરના માધ્યમથી પર્સીવિયરન્સ રોવરે મંગળ ગ્રહની સપાટી પર સફળ ઉતરાણ કર્યું હોવાની માહિતી આપી હતી.

Read More...
અમેરિકામાં ભીષણ હિમવર્ષાથી લાખ્ખો લોકોને હાલાકી

અમેરિકાના ટેક્સાસમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે બુધવારે, 17 ફેબ્રુઆરીએ સતત ત્રીજા દિવસે સ્થિતિ ગંભીર બની હતી. કાતિલ ઠંડીને કારણે 24 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. લાખ્ખો લોકોએ વીજળી, પાણી જેવી પાયાની સુવિધા વગર ઠંડા ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું.

Read More...
ગુજરાતના છ મહાનગરોમાં ભાજપે સત્તા જાળવીઃ ‘આપ’નો ઉદય, કોંગ્રેસનો રકાસ

ગુજરાતના છ શહેરો – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની મહાપાલિકાની ચૂંટણીઓ રવિવારે (21 ફેબ્રુઆરી) યોજાઈ હતી, તેના પરિણામો મંગળવારે (23 ફેબ્રુઆરી) જાહેર થતાં અપેક્ષા મુજબ તમામ છ શહેરોમાં ભાજપે જંગી બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી.

Read More...
ગુજરાતમાં નવા રાજકીય પક્ષનો ઉદયઃ કેજરીવાલનું ટ્વીટ

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવાર, 23 ફેબ્રુઆરીએ ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો હતો અને કોંગ્રેસનો સફાયો થયો હતો.

Read More...
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર, ફરી લોકડાઉનનો ખતરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવાર, 21 ફેબ્રુઆરી 2021ના લોકોને ચેતવણી આપી હતી કે રાજ્યમાં પૂર્ણ લોકડાઉનને ટાળવા માટે લોકોએ કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઇએ.

Read More...
ફાન્સમાં મસ્જિદો-મદરેસાને સરકારના અંકુશ હેઠળ લાવવા બિલને મંજૂરી

ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ દેશમાં ઇસ્લામિક કટ્ટરવાદને ડામવા માટે મંગળવારે જંગી બહુમતીથી એક બિલ પસાર કર્યું હતું. આ બિલમાં મુખ્યત્વે શહેર અને ગામોમાં ઈસ્લામિક કટ્ટરવાદના ફેલાવાને રોકવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

Read More...

  Sports
સા. આફ્રિકાનો ક્રિસ મોરિસ IPLનો સૌથી મોંઘો ખેલાડી

ભારતના ચેન્નઈમાં શુક્રવારે આઈપીએલની ટીમ્સ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે રૂ. 16.25 કરોડ (162.25 મિલિયન) માં રાજસ્થાન રોયલ્સનો કોન્ટ્રાક્ટ મેળવી ભારતની આ ક્રિકેટ સ્પર્ધા માટેના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી તરીકેનો રેકોર્ડ કર્યો હતો.

Read More...
પૂજારાની 6 વર્ષ પછી IPLમાં વાપસી, ગુજરાતના 5 ક્રિકેટર્સને લોટરી

આઈપીએલની 14મી સીઝનના ઓક્શનમાં પાંચ ગુજરાતી ક્રિકેટર્સને લોટરી લાગી છે. તેમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રીપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.

Read More...
IPL ઓક્શનમાં 22 વિદેશી સહિત 57 ખેલાડીઓનો સોદો

ભારતના ચેન્નાઈમાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલા આઈપીએલના ખેલાડીઓ માટેના ઓક્શનમાં 8 ટીમ્સે કુલ 57 ખેલાડીઓના સોદા કર્યા હતા, જેમાં 22 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

Read More...
નોવાક જોકોવિચ, નાઓમી ઓસાકાના સિરે ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ

સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની ફાઈનમાં રશિયાના ડેનિલ મેડવેડેવને હરાવી રેકોર્ડ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ હાંસલ કર્યો હતો.

Read More...
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 માટે ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશનને તક

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમમાં આક્રમક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ અને ઝારખંડનાં યુવા સુકાની, બેટ્સમેન ઇશાન કિશનને પહેલી વખત સામેલ કરાયા છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારત પાસેથી $1.2 બિલિયન મેળવવા કેઇર્ન એનર્જીએ અમેરિકામાં કેસ કર્યો

બ્રિટનની કંપની કેઈર્ન એનર્જીએ આર્બિટ્રેશન કોર્ટના આદેશ મુજબ ભારત સરકાર પાસેથી 1.2 બિલિયન ડોલર મેળવવા માટે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કેઇર્ન એનર્જી અને ભારત સરકાર વચ્ચે ટેક્સનો વિવાદ ચાલે છે અને આર્બિટ્રેશન કોર્ટે કેઇર્નની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ચુકાદા બાદ ભારતે કંપનીને 1.2 બિલિયન ડોલર ચુકવ્યા નથી. કેઈર્ન એનર્જીએ 12 ફેબ્રુઆરીએ અમેરિકામાં કેસ દાખલ કરીને ભારત સરકાર પરના દબાણમાં વધારો કરવા માગે છે.
ડિસેમ્બર 2020માં કેઈર્ન એનર્જીએ સિંગાપોર આર્બિસ્ટ્રેશન કોર્ટમાં પશ્વાતવર્તી ટેક્સના મુદ્દે ભારત સરકાર વિરુદ્વ જીત મેળવી હતી. ટેક્સ વિવાદના આ મામલે આર્બિસ્ટ્રેશન કોર્ટે ભારત સરકારને 1.2 બિલિયન ડોલર ઉપરાંત વ્યાજ અને દંડની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે આ રકમ વધીને 1.4 બિલિયન ડોલરથી વધી ગઈ છે. ભારત સરકારે કંપનીને આ રકમ ચુકવી નથી.

Read More...
જગુઆર લેન્ડ રોવર 2039 સુધી 100 ટકા ઇલેક્ટ્રિક બનશે

લક્ઝરી કાર ગ્રૂપ જગુઆર લેન્ડ રોવલ (જેએલઆર) 2039 સુધી 100 ટકા ઇલેક્ટ્રિક બનશે. કંપનીએ સોમવાર, 16 ફેબ્રુઆરીએ આ અંગેની યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે 2039 સુધીમાં કાર્બનનું ઝીરો ઉત્સર્જન કરશે.

Read More...
ભારતની સૌથી મોટી ઇ-ગ્રોસરી કંપની બિગબાસ્કેટ ખરીદવા ટાટા ગ્રૂપની $1.2 બિલિયનની ડીલ

ભારતની સૌથી મોટી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટને ખરીદવા માટે ટાટા ગ્રૂપે 1.2 બિલિયન ડોલરની ડીલ કરી છે. આ સોદાને પગલે આ ઇ-ગ્રોસરી કંપનીમાં ટાટા ગ્રૂપને 60થી 63 ટકા ઇક્વિટી હિસ્સો મળશે.

Read More...
કિશોર બિયાનીને રાહત, સેબીએ લગાવેલ પ્રતિબંધ સામે ટ્રિબ્યુનલ સ્ટે આપ્યો

ફ્યુચર ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કિશોર બિયાની સામે સેબીએ મૂકેલા પ્રતિબંધ સામે સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે સોમવારે સ્ટે આપ્યો હતો, એમ ગ્રૂપ કંપનીએ જણાવ્યું હતું.

Read More...
ભારતમાં AK-47 રાઇફલના એડવાન્સ્ડ વર્ઝન AK-203નું ઉત્પાદન થશે

રશિયાની શસ્ત્ર ઉત્પાદક કંપની કલાશ્વિકોવે આ વર્ષે ભારતમાં તેની AK-203 રાઇફલનું ઉત્પાદન ચાલુ કરવાની યોજના બનાવી છે અને તે હાઇ ટેક શોટગન માટે મોટા પાયે ગ્રાહકો આકર્ષવા માગે છે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડિમિટ્રી તારાસોવે જણાવ્યું હતું.

Read More...
  Entertainment

બોલીવૂડમાં બચ્ચનના બાવન વર્ષ

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભ બચ્ચને પોતાની અલગ ઓળખ બનાવી છે. પોતાની સખત મહેનતના લીધે તેમણે ન ફક્ત એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું પરંતુ દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેવા અનેક નેશનલ એવોર્ડથી પણ તેઓ સન્માનિત છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમ જ ઉંમરના આ તબક્કામાં પણ એક્ટિંગમાં સતત કાર્યરત રહે છે અને આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ છે.
તાજેતરમાં અમિતાભ બચ્ચને બોલીવૂડમાં 52 વર્ષ પૂર્ણ કર્યા છે. બિગ-બીએ પોતાના જૂના દિવસોને યાદ કરતા પોતાની ઘણી થ્રૉ-બેક તસવીરો સોશિયલ મીડિયામાં મુકી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે આજના જ દિવસે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
બિગ-બીના ફૅન્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના ચાહકો બચ્ચનની નવી અને જૂની તસવીરોનો કોલાજ શૅર કરી રહ્યા છે. તેમ જ બિગ-બી પણ ચાહકોની પોસ્ટને રી-ટ્વિટ કરીને તેમનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ ફૅનના ટ્વિટને રી-ટ્વિટ કરીને લખ્યું છે- આજના જ દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 15, 1969, 52 વર્ષ આભાર.

Read More...

દીપિકા પદુકોણ નેગેટિવ ભૂમિકા ભજવશે?

બોલીવૂડમાં ધૂમ સીરીઝની સિક્વલ ઘણી લોકપ્રિય રહી છે. હવે ધૂમ-4ની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં દીપિકા પદુકોણ મહત્વની ભૂમિકા ભજવશે તેવું કહેવાય છે.
મીડિયા રિપોર્ટના અનુસાર ધૂમ ચારના મેકર્સને ફિલ્મના નેગેટિવ પાત્ર માટે દીપિકા પદુકોણનો સંપર્ક કર્યો છે. તેઓ આ વખતે એક નવો પ્રયોગ કરીને મહિલાને વિલનને બનાવવા ઇચ્છે છે. દીપિકા પણ આ પડકારજનક પાત્ર માટે ઉત્સાહિત છે. ધૂમ સીરિઝ પોતાની સ્ટાઇલિશ ચેજ સીકવન્સ અને લોકેશન માટે જાણીતી છે. અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા અત્યાર સુધીમાં દરેક ભાગમાં જોવા મળ્યા છે.

Read More...

દિલીપકુમાર પાકિસ્તાનમાં પોતાની મિલ્કત ગિફ્ટમાં આપશે?

પાકિસ્તાનમાં દિલીપકુમારના પૂર્વજોની મિલક્તરૂપી એક હવેલી છે. હવે દિલીપકુમારના નજીકના એક સગાએ એવો દાવો કર્યો છે કે, તેમની પાસે હવેલીની ‘પાવર ઓફ અટોર્ની’ છે. તેમણે કહ્યું કે દિલીપકુમાર તેમને આ મિલકત ભેટ આપવા ઇચ્છે છે. દિલીપકુમારના સગા અને સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફુવાદ ઇશાકે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, પેશાવરમાં તેમની કથિત મિલકતના કાનૂની પાવર ઓફ એટર્ની છે. તેમણે કહ્યું કે 98 વર્ષીય દિલીપકુમારે વર્ષ 2012માં પાવર ઓફ એટર્ની કરાવી હતી.

Read More...

સલમાનની ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનના રોલમાં

સલમાન ખાનની ટાઇગરની સિક્વલની અત્યારે ઘણી ચર્ચા થઇ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઇગર-૩માં ફરી સાથે કામ કરશે. તેઓ માર્ચ મહિનાથી શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં એક વિલનની ભૂમિકા પણ ઉમેરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકા ભજવશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store