Vol. 3 No. 234 About   |   Contact   |   Advertise 4th February 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
સાઉથ આફ્રિકન કોવિડ વેરિયન્ટથી ફફડાટ

મૂળ કોવિડ વાયરસ કરતા વધુ ચેપ લગાવતા અને રસીની જેના પર ઓછી અસર થવાના અહેવાલો છે તેવા સાઉથ આફ્રિકાના કોરોનાવાયરસ વેરિયન્ટના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હજારો લોકોના ઘરે જઇને બે અઠવાડિયાના ટૂંકાગાળામાં ટેસ્ટીંગ કરવામાં આવશે. સાઉથ આફ્રિકન વેરિઅન્ટ ધરાવતા પોસ્ટકોડ વિસ્તારના પરિવારોને ખાવાનું લેવા બહાર જતા પહેલા ‘બે વાર વિચાર’ કરવા વિનંતી કરવામાં આવી છે. સેજ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મળેલા 11 કેસ ‘આઇસબર્ગની ટોચ’ સમાન છે.

Read More...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારોઃ 9 મહિનામાં પ્રથમવાર કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. રાજ્યમાં નવ મહિના બાદ પ્રથમ વખત કોરોનાથી એક પણ મોત થયું નથી.

Read More...
અમેરિકાના ઉત્તર પૂર્વમાં બરફવર્ષા, કાતિલ ઠંડા પવનોનું તોફાન

અમેરિકના ઉત્તર-પૂર્વના ભાગોમાં કાતિલ ઠંડા પવનોની સાથે 30થી 38 સે.મિ. જેટલી બરફવર્ષા થતાં ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કેલિફોર્નિયાના પર્વતીય ભાગો, મેનહટન, પેન્સિલ્વેનિયા, ફિલાડેલ્ફિયા, કનેક્ટીક્ટ અને અન્ય વિસ્તારો ઉપર બરફની ચાદર પથરાઇ ગઇ હતી.

Read More...
શું રસી નવા વેરિયન્ટ સામે કામ કરશે?

હજી સુધી, ફાઈઝર અને મોડેર્નાની રસીઓ દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેઇન સામે થોડી ઓછી અસરકારક દેખાય છે. રીસર્ચર્સે રસી મેળવી હોય તેમના લોહીના નમૂના લીધા છે અને તેને દક્ષિણ આફ્રિકાના ચિંતાજનક E484K વેરિએન્ટ સાથે સંશોધન આદર્યું છે.

Read More...
કોવિડ-19થી વંશીય લઘુમતીઓને વધુ જોખમ : છતાં ય રસી લેવાનું પ્રમાણ નહીંવત

કોવિડ-19 રોગચાળો બ્રિટનમાં વસતા વંશીય લઘુમતી સમુદાયના લોકોને વધુ જોખમમાં મૂકતો હોવા છતાય BAME સમુદાયના લોકોને રસી આપવાનું પ્રમાણ નહિંવત છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 72 ટકા શ્યામ લોકો તેમજ 42 ટકા એશિયન લોકોની રસી લેવાની શક્યતા ખૂબ જ અસંભવિત છે.

Read More...
સન્ડે ટાઇમ્સ ટેક્સ લિસ્ટ 2021: યુકેના 50 મોટા કરદાતાઓમાં બે ભારતીય

ધ સન્ડે ટાઇમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા 2021ના દેશના ટોચના ટેક્સ પેયરના લિસ્ટમાં યુકેના 50 ટોચના કરદાતાઓના લીસ્ટમાં સંયુક્ત રીતે બે ભારતીય પરિવારોના નામ આવ્યા છે. 21માં નંબર પર સંયુક્ત રીતે નામ ધરાવતા ડિસ્કાઉન્ટ સેટોર્સની માલીકી ધરાવતા સાયમન, બોબી અને રોબિન અરોરાની ટેક્સ જવાબદારી 2020ના વર્ષમાં £37 મિલીયન હતી.

Read More...
ભારતીય અમેરિકન ભવ્યા લાલ NASAના કાર્યકારી વડા નીમાયા

ઇન્ડિયન અમેરિકન ભવ્યા લાલની સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભવ્યા લાલ જો બાઇડનની પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશન એજન્સી રિવ્યૂ ટીમના સભ્ય હતા અને તેમણે બાઈડન તંત્રમાં આ એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખી હતી.

Read More...
બાઈડેન તંત્ર દ્વારા યુએનની કામગીરી માટે બે ભારતીય અમેરિકન મહિલાઓની વરણી

બાઈડેન વહિવટીતંત્રે યુનાઇટેડ નેશન્સ ખાતેના યુએસ મિશનમાં બે ચાવીરૂપ હોદ્દાઓ ઉપર બે ભારતીય અમેરિકન મહિલાઓની નિમણૂંક કરી છે. સોહિની ચેટરજી યુ.એસ. દૂતના સીનિયર નીતિવિષયક સલાહકાર તથા અદિતી ગોરૂર નીતિવિષયક સલાહકારની કામગીરી બજાવશે.

Read More...
મ્યાનમારમાં લશ્કરી બળવો, સુ કીને અટકાયતમાં લેવાયા

મ્યાનમારમાં નોબેલ વિજેતા આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર સામે સોમવારે લશ્કરે બળવો કરીને સત્તા કબજે કરી દીધી હતી. લશ્કરે સુ કી અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેટીના બીજા નેતાઓને અટકાયતમાં લીધા હતા. આર્મીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળાને કારણે આ નેતાઓને અટકાયતામાં લેવામાં આવ્યા છે અને એક વર્ષ માટે ઇમર્જન્સી લાદવામાં આવી છે.

Read More...
ભારતમાં NRIs ને એક વ્યક્તિની કંપની (OPC) સ્થાપવા મંજુરી

ભારતના નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરેલા નાણાંકિય વર્ષ 2021-22ના બજેટમાં બિનનિવાસી ભારતીયો (NRIs) માટે બે મહત્ત્વની જોગવાઈઓ કરી છે, જેના કારણે હવે બિનનિવાસીઓ ભારતમાં એક વ્યક્તિની કંપનીઓ (વન પર્સન કંપનીઝ – ઓપીસી) ની સ્થાપના અને સંચાલન કરી શકશે.

Read More...
સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ, બે પોલીસને ઇજા

દિલ્હીની બોર્ડરો પર લગભગ બે મહિનાથી કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં એક પછી એક નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારે સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઈ હતી. બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં સ્થિતિ વણસી હતી અને પથ્થરમારો થયો હતો.

Read More...
દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસીની બહાર બ્લાસ્ટઃ કોઇ જાનહાની નહીં

સેન્ટ્રલ દિલ્હીમાં શુક્રવારની સાંજે ઇઝરાયલની એમ્બેસીની બહાર બ્લાસ્ટ થયો હતો. જો બ્લાસ્ટમાં કોઇ જાનહાનીના અહેવાલ નથી. પોલીસે આ એરિયાને કોર્ડન કરી દીધો હતો. વિસ્ફોટને કારણે બેથી ત્રણ કારના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે ત્રણ ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
કોવિડ-19 લૉકડાઉનમાં પ્રવૃત્તિ ઘટતાં યુકેમાં ડબલ-ડિપ મંદીનો ભય

નોન એશેન્શીયલ દુકાનો, રેસ્ટોરાં, બાર અને હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી બંધ થઇ જતાં તેમજ સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ભારે ફટકો પડ્યો હોવાથી યુકેમાં ડબલ-ડિપ મંદીનો ભય સેવાઇ રહ્યો છે.
બીજી તરફ અમુક રિટેલરો નબળી ક્રિસમસની ફરિયાદ કરી રહ્યા છે.

Read More...
વિશ્વની ટોચની 10 આઇટી સર્વિસ બ્રાન્ડમાં ભારતની ચાર કંપનીઓઃ TCS ત્રીજા ક્રમે

ભારતની આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ વિશ્વની ત્રીજી સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી આઇટી સર્વિસ બ્રાન્ડ બની છે, એમ ગુરુવારે બ્રાન્ડ ફાઇનાન્સના નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

Read More...
રિલાયન્સ જિયો વિશ્વની પાંચમાં ક્રમની સૌથી મજબૂત બ્રાન્ડ

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકી મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયો વિશ્વની પાંચમાં ક્રમની સૌથી વધુ મજબૂત બ્રાન્ડ છે, એમ બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 રેન્કિંગમાં જણાવાયું છે.

Read More...
પાકિસ્તાને પોતાના બાસમતી ચોખા માટે જીઆઈ ટેગ મેળવ્યો

પાકિસ્તાને પોતાને ત્યાં પકવવામાં આવતા બાસમતી ચોખા માટે જ્યોગ્રાફિકલ ઈન્ડિકેટર (જીઆઈ) ટેગ પ્રાપ્ત કર્યો છે, જેનાથી હવે તે આ જાતના ચોખાના એક ચોક્કસ પ્રકાર (સ્ટ્રેઈન) માટે એક સ્થાનિક રજીસ્ટ્રી ઉભી કરી શકશે અને આખરે બાસમતી ચોખા પાકિસ્તાનની જ પેદાશ હોવાનો પણ દાવો કરી શકશે.

Read More...
ભારતનું ઇ-ગ્રોસરી માર્કેટ 2024 સુધી 18.2 બિલિયન ડોલરનું થવાનો અંદાજ

ભારતનું ઇ-ગ્રોસરી માર્કેટવર્ષ 2024 સુધી તે આઠ ગણું વધીને 18.2 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે અને આ સમયગાળામાં તેમાં વાર્ષિક સરેરાશ 57 ટકાનો અસાધારણ વધારો થવાની ધારણા છે, એમ કન્સલ્ટિંગ કંપની રેડસીયર અને ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટના અહેવાલમાં જણાવાયું છે.

Read More...
  Entertainment

સુશાંત સિંહનું સ્વપ્ન અમેરિકામાં પૂર્ણ થયું

ગત વર્ષે બોલીવૂડમાં અપમૃત્યુને કારણે સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા સુશાંત સિંહ રાજપૂતના નામે હવે કેલિફોર્નિયાની યુનિવર્સિટીએ સ્કોલરશિપ જાહેર કરી છે. સ્વ. સુશાંત સિંહના ૩૫મા જન્મદિને તેની બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશયલ મીડિયા પર એક લાગણીસભર પોસ્ટ મુકી હતી.

Read More...

હવે સરફરોશની બનશે સિકવલ

બોલીવૂડમાં અનેક સફળ ફિલ્મોની સિક્વલ બની છે. હવે તેમાં વધુ એક ફિલ્મનું નામ સામે આવ્યું છે. આમિરખાન અને સોનાલી બેન્દ્રેની ‘સરફરોશ’ની સિકવલ બનશે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે, આ ફિલ્મને ભારતની સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને સમર્પિત કરાશે, તેવું ફિલ્મના નિર્માતા જોન મેથ્યુ મેથને જણાવ્યું હતું. વર્ષ 1999ની સફળ ફિલ્મોમાં સરફરોશ નો સમાવેશ થાય છે અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

Read More...

હવે જેક્વેલિન ફર્નાન્ડિઝ હોલીવૂડ ભણી

બોલીવૂડમાંથી અનેક કલાકારોએ હોલીવૂડની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. જેક્વેલિન ફર્નાન્ડિઝ પણ હવે હોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ‘વીમેન સ્ટોરીઝ’થી હોલીવૂડમાં પ્રવેશ કરશે.

Read More...

લતા મંગશેકરે પહેલા એ ગીત ગાવાની ના કહી અને પછી……

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું દેશભક્તિ ગીત એય મેરે વતન કે લોગો. ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગીત પણ અનોખી કહાની ધરાવે છે. લતા મંગેશકરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1963માં પ્રજાસત્તાક દિને જ્યારે ‘એય મેરે વતન કે લોગો’ ગીત ગાવાની ઓફર મળી ત્યારે તેમણે પહેલા તો ના કહી દીધી હતી. ત્યારે તેમની પાસે રિહર્સલ કરવાનો સમય પણ નહોતો.

Read More...

ઇન્સ્ટાગ્રામ પર સારા અલી ખાનનો દબદબો

સૈફઅલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન ફિલ્મોમાં ભલે ઓછી જોવા મળી હોય પરંતુ સોશિયલ મીડિયામાં તેનો દબદબો છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ તો ઇન્સ્ટાગ્રામ પર તે વધુ સક્રિય રહે છે. તે જ્યારે પણ કોઇ શૂટિંગ કે પ્રવાસ કરતી હોય છે, ત્યારે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે.

Read More...
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store