Vol. 3 No. 225 About   |   Contact   |   Advertise 19th November 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ક્રિસમસ પહેલા યુકેના 5 મિલીયન લોકોને રસીઃ વસંત ઋતુ પહેલા સ્થિતિ સામાન્ય થવાની આશા

જર્મની સ્થિત ફાઇઝર – બાયોએનટેક અને હવે અમેરિકાની મોડેર્નાએ તેમની કોવિડ-19 સામે પ્રતિકાર કરતી રસીઓના પરીક્ષણના પ્રભાવશાળી પરિણામો જાહેર કરતા હવે ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી માટે ઉજ્જવળ આશાઓ બંધાઇ છે. યુ.એસ. કંપની મોડેર્નાએ કોવિડ રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સના વચગાળાના પરિણામો પછી કોવિડ-19 રોગચાળાને રોકવામાં તેમની રસી લગભગ 95% જેટલી અસરકારક હોવાનું જાહેર કર્યું છે.

Read More...
વડાપ્રધાનના સલાહકાર કમિંગ્સની હકાલપટ્ટી

વડા પ્રધાનના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સને આંતરિક લડાઇને પગલે શુક્રવારે સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટમાંથી વિદાય આપવામાં આવી હતી. તેમની વિદાયથી સરકારને ફરીથી સેટ કરવાની તક મળશે એમ ટોરી સાંસદો માની રહ્યા છે.

Read More...
અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની અંતિમ ડિઝાઇનની પ્રથમ ઇમેજ જારી કરાઈ

અબુ ધાબીમાં નિર્માણાધિન પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇન અને હાથ કોતરણીથી તૈયાર થયેલા પથ્થરના સ્થંભની પ્રથમ તસવીરો જારી કરવામાં આવી છે. ભારતના હિન્દૂ મહાકાવ્યો, ધર્મગ્રંથો અને પ્રાચીન કથાઓનું દ્રશ્ય અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ હિન્દૂ મંદિરના રાજસી પત્થરના અગ્રભાગને સુશોભિત કરશે.

Read More...
બિડેનની એજન્સી રિવ્યૂ ટીમ્સમાં 20થી વધુ ઇન્ડિયન અમેરિકન

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચુંટાયેલા જો બિડેને તેમની એજન્સી રિવ્યૂ ટીમ્સ (ART)માં 20થી વધુ ઇન્ડિયન અમેરિકનનો સમાવેશ કર્યો છે અને તેમાંથી ત્રણ વ્યક્તિ ટીમના વડા છે. એજન્સી રિવ્યૂ ટીમ્સ સત્તાના સરળ પરિવર્તનને સુનિશ્ચિત કરવા મહત્તવની ફેડરલ એજન્સીઓના વહીવટીની ચકાસણી કરશે.

Read More...
અમેરિકામાં કોરોનાના નવા કેસની સંખ્યા બે લાખથી વધુ

અમેરિકામાં કોરોના વાઇરસ રૌદ્રરૂપ ધારણ કરી રહ્યો છે. મંગળવારે છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકામાં કોરોના વાઇરસના બે લાખથી વધુ કેસ નોંધાયા હતા, એમ જ્હોન હોપપિક્સ યુનિવર્સિટીના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. જો બિડેન સત્તાનાં સૂત્રો સંભાળે ત્યારે કોરોના વાઇરસ સૌથી મોટો મુદ્દો બની રહેવાની ધારણા છે. સિરદર્દ આ મુદ્દે એમને થશે.

Read More...
રાહુલ ગાંધીમાં યોગ્યતા કે જુસ્સો નથીઃ બરાક ઓબામા

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ગભરાયેલા અને અવિકસિત ક્વોલિટીના વિદ્યાર્થી છે કે જે પોતાના શિક્ષકને અભિભૂત કરવા કરવા માગે છે, પરંતુ વિષયમાં માસ્ટર બનાવવા માટે અભિગમ અને જુસ્સાનો અભાવ છે.

Read More...
વડાપ્રધાન મોદીએ જામનગર આયુર્વેદિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં વૈશ્વિક આયુર્વેદિક દિન નિમિત્તે શુક્રવારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત ગુજરાતમાં ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને રાજસ્થાનમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ (NIA)નું લોકાર્પણ કર્યું હતું.

Read More...
દિવાળી કલા સ્પર્ધા દ્વારા હિન્દુ અને જૈન સમુદાયોએ પ્રકાશ ફેલાવ્યો

દિવાળીની ઉજવણી કરવા અને અંગ દાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે, જૈન અને હિન્દુ ઓર્ગન ડોનેશન સ્ટીઅરિંગ ગ્રુપ (JHOD) અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા ઉત્સવોના ભાગ રૂપે અંગ દાનને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય કળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More...
શ્યામ અને એશિયન લોકોને કોવિડ થવાનું જોખમ વધારે

લગભગ 19 મિલિયન દર્દીઓના તબીબી રેકોર્ડ્સ સાથે જોડાયેલા કુલ 50 અધ્યયન પર આધારિત એક તપાસમાં જણાયું છે કે શ્યામ અને એશિયન લોકોને શ્વેત લોકોની સરખામણીએ કોવિડ થવાનું જોખમ ડબલ જેટલું છે.

Read More...
ગુજરાતમાં 23 નવેમ્બરેથી ધોરણ 9થી 12 માટે સ્કૂલ અને કોલેજ ખૂલશે

કોરોના મહામારી બાદ બંધ કરવામાં આવેલી સ્કૂલો 23મી નવેમ્બરથી તબક્કાવાર ધોરણે ફરી ખોલવાનો ગુજરાત સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો. સરકાર 23 નવેમ્બરથી કોલેજ, યુનિવર્સિટી પણ ફરી ખોલવાની યોજના બનાવી છે. જોકે તે માટે ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે.

Read More...
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની વિજય થતાં ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. મોરબી, અબડાસા, ગઢડા, કરજણ અને લીંબડી, ધારી, કપરાડા અને ડાંગ બેઠક એમ તમામ બેઠક પર ભાજપનો વિજય હતો.

Read More...
સી આર પાટીલ પેટાચૂંટણીની પ્રથમ કસોટીમાં ખરા ઉતર્યા

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રથમ કસોટી હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા છે. આ તમામ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી અને હવે તેમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હોવાથી પાટીલ માટે આ વિજયનું ઘણું મહત્ત્વ છે.

Read More...
દિવાળીના ઉત્સવો દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો

ગુજરાતમાં દિવાળીના ઉત્સવો દરમિયાન કોરોના વાઇરસના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે શનિવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 1124 નવા કેસ નોંધાયા હતા. આની સરખામણીમાં કોરોનામાંથી 995 દર્દીઓ સાજા થયા છે.

Read More...
વ્હાઇટહાઉસમાં દીપ પ્રગટાવી ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની ઉજવણી કરી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે શનિવારે દિવાળીના પ્રસંગે લોકોને શુભકામના આપી હતી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવીને તેની તસવીર જારી કરી હતી. અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો અને વિદેશ વિભાગે પણ દિવાળી પર્વની શુભેચ્છા આપી હતી.

Read More...
ભૂતપૂર્વ વડા પ્રધાનોએ ટેસ્ટીંગ અંગે મહિનાઓ પહેલા જહોન્સનને જાણ કરી હતી

ભૂતપૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ટાઇમ્સ રેડિયોને જણાવ્યું હતું કે ડેવિડ કેમેરોન, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન અને સર જ્હોન મેજરે સંયુક્ત રીતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને મહિનાઓ પહેલા માસ ટેસ્ટીંગ માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી હતી, જેથી સામાન્ય જીવનને ફરીથી શરૂ કરવામાં મદદ મળી શકે.

Read More...
હિન્દુ સમુદાયે હંમેશાં એકતા, દયા અને શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપ્યું છે: લેબરના નેતા કેર સ્ટાર્મર

’દિવાળીના આ શુભ પર્વની ઉજવણી પ્રસંગે યુકે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓને એક સાથે આવી દિવાળી ઉત્સવની ઉજવણી કરવા હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું’’ એમ વિપક્ષ લેબરના નેતા અને એમપી સર કેર સ્ટાર્મરે એક સંદેશામાં જણાવ્યું હતું.

Read More...
કોવિડ-19 પોઝીટીવ સાંસદને મળ્યા બાદ વડા પ્રધાન જ્હોન્સન સેલ્ફ આઇસોલેટ થયા

તા. 12 ગુરૂવારે કોવીડ-19 માટે પોઝીટીવ ટેસ્ટ મેળવનાર એશફિલ્ડના સાંસદ લી એન્ડરસન સાથે આશરે 35 મિનિટ ગાળ્યા બાદ વડા પ્રધાન બોરીસ જ્હોન્સન સેલ્ફ આઇસોલેટ થઈ ગયા હતા. રવિવારે હેલ્થ ઓફિશીયલ્સ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને કોઇ લક્ષણો જણાયા નહતા.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
મોદી સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી

ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને ગુરુવારે આર્થિક મંદીનો સામનો કરવા માટે 2.65 લાખ કરોડના વધુ એક સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત અભિયાનના હેઠળ સરકારે રાહત માટે 10 મોટા પગલાંની જાહેરાત કરી છે. આની સાથે કોરોના મહામારી બાદ સરકારના તમામ સ્ટીમ્યુલ પેકેજ જીડીપીના 15 ટકા થયું છે.
આ પેકેજના ભાગરૂપે સરકાર બે વર્ષ સુધી 1000 સુધીના કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં નવી ભરતી થનારા કર્મચારીઓની પીએફની રકમ ચૂકવશે. આ નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે. 1000થી વધુ કર્મચારીઓ વાળી કંપનીઓમાં નવા કર્મચારીઓનુ 12 ટકા પીએફ સરકાર બે વર્ષ માટે આપશે. તેનાથી કરોડો કર્મચારીઓને ફાયદો થશે.
સરકારે કોવિડ વેક્સિનના રિસર્ચ માટે 900 કરોડ રુપિયા અપાશે અને મૂડીખર્ચ અને ઔદ્યોહિક ખર્ચ માટે 10200 કરોડ રુપિયાની સહાય કરશે.

Read More...
બિલ ગેટ્સના સાહસમાં મૂકેશ અંબાણી 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે

દેશના સૌથી શ્રીમંત ગણાતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી સ્વચ્છ ઊર્જા માટેના બિલ ગેટ્સના સાહસ બ્રેકથ્રુ એનર્જી એનર્જી વેન્ચરમાં 50 મિલિયન ડોલર સુધીનું રોકાણ કરશે. આ રોકાણ બિલ ગેટ્સના સૂચિત ફંડના કદના આશરે 5.75 ટકા થાય છે. આ રોકાણ આગામી 8થી 10 વર્ષમાં તબક્કાવાર ધોરણે કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાનો આ એક મહત્ત્વાકાંક્ષી પ્લાન હોવાનું કહેવાતું હતું.
આ ફંડમાં જેફ બેઝોસ, માઇકલ બ્લૂમબર્ગ, જૈક મા, માસાયોશી સોન અને બીજા હાઇ વેલ્યૂ ઇન્વેસ્ટર્સ રોકાણ કરેલું છે. રિલાયન્સે ગુરૂવારે શેરબજારો આપેલી નિયમનકાારી માહિતીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ કંપનીએ બિલ ગેટ્સના બેકથ્રૂ એનર્જી વેન્ચરમાં 50 મિલિયન ડૉલર્સના કેપિટલ કોન્ટ્રીબ્યુશન માટે એગ્રીમેન્ટ કર્યું હતું, આ એક લિમિટેડ પાર્ટનરશીપ કંપની છે જેનું સ્થાપના અમેરિકાના ડેલવેર સ્ટેટના કાયદા હેઠળ થઈ છે.

Read More...
બ્રિટિશ પેઢીઓએ કોવિડ રોગચાળો હોવા છતાં £140 મિલીયનનું ભારતમાં રોકાણ કર્યું

યુકે અને ભારત વચ્ચેના વેપારની તપાસ કરતા સીબીઆઈ સ્ટર્લિંગ એક્સેસના બીજી વાર્ષિક આવૃત્તિના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પેઢીઓએ કોવિડ રોગચાળો હોવા છતાં ભારતમાં £140 મિલીયનનું રોકાણ કર્યું હતું. આ સમીક્ષામાં, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વ્યવસાયિક વાતાવરણમાં સુધારો લાવવા માટે ભારત સરકારે છેલ્લા બાર મહિનામાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું બહાર આવ્યું છે.
આ સુધારણા વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં વધારો કરવાના રાષ્ટ્રીય પડકારનો એક ભાગ છે. સરકારી સુધારણામાં મુખ્ય મજૂર સુધારા બિલ પસાર કરવા અને કેન્દ્ર સરકાર અને સ્થાનિક રાજ્યો દ્વારા આપવામાં આવતા લાઇસન્સ, મંજૂરીઓ અને પ્રોત્સાહનો માટે અરજી કરતી પેઢીઓ માટે નવું ડિજિટલ ‘વન સ્ટોપ શોપ’ બનાવવાની યોજનાનો સમાવેશ થાય છે.
નવા અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલથી જૂન સુધીના રોગચાળાના સમય દરમિયાન બ્રિટિશ કંપનીઓ દ્વારા ભારતમાં £140 મિલિયનનું રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એકંદરે, યુકે અને ભારત વચ્ચેના વેપાર માર્ચ 2020 સુધીમાં £24 બિલીયન સુધી પહોંચ્યો હતો. જે ફક્ત એક જ વર્ષમાં લગભગ 12% વધ્યો છે. ભારતે યુકેમાં 120 પ્રોજેક્ટમાં રોકાણ કર્યું અને 5,429 નવી રોજગારી ઉભી કરી હતી અને યુ.એસ. પછી ભારત હવે યુકેમાં બીજુ સૌથી મોટુ વિદેશી રોકાણકાર છે.

Read More...
રિલાયન્સ રિટેલે 182 કરોડ રૂપિયામાં અર્બન લેડરને હસ્તગત કરી

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની રિટેલ પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)એ ઓનલાઇન ફર્નિચર અને હોમ ડેકોર કંપની અર્બન લેડરનો 96 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 182.12 કરોડ રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શનમાં થયો છે. RRVLની પાસે અર્બન લેડરનો બાકીનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ છે. તેનાથી કંપનીને અર્બન લેડરનું 100 ટકા શેર હોલ્ડિંગ મળી જશે.
BSEને આપવામાં આવેલી નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે હાલ RRVL અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બાકીનું રોકાણ ડિસેમ્બર 2023 સુધીમાં કરવામાં આવશે. ભારતમાં અર્બન લેડરની શરૂઆત 17 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. અર્બન લેડર હોમ ફર્નીચર અને ડેકોર પ્રોડટક્સના વેચાણ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે. સાથે જ અર્બન લેડરના દેશના ઘણા શહેરોમાં રિટેલ સ્ટોર પણ છે.

Read More...
લક્ષ્મી વિલાસ બેન્ક નાણાકીય મુશ્કેલીમાંઃ સરકારે ઉપાડ પર મર્યાદા લાદી

કેન્દ્ર સરકારે નાણાભીડનો સામનો કરી રહેલી તમિલનાડુ સ્થિત ખાનગી બેન્ક લક્ષ્મી વિલાસ બેન્કને મંગળવારે મોરેટોરિયમ હેઠળ મૂકી છે અને બેન્કમાંથી ઉપાડ પર મહત્તમ 25,000 રૂપિયાની મર્યાદા લાદી છે, એમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
જોકે મેડિકલ સારવાર, ઉચ્ચ શિક્ષણની ફીના પેમેન્ટ અને લગ્નના ખર્ચ માટે રિઝર્વ બેન્કની મંજૂરી સાથે થાપણદારો વધુ રકમ ઉપાડી શકશે.આ વર્ષના સપ્ટેમ્બરે રિઝર્વ બેન્કે નાણાકીય કટોકટીમાં સપડાયેલી આ બેન્ક માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

Read More...
  Entertainment

બોલીવૂડમાં દિવાળીની ઉજવણી

આ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે બોલીવૂડમાં દિવાળીની ઉજવણીના ઘણા આયોજન રદ્ થયા હતા, તો ઘણા અભિનેતા-અભિનેત્રી વિદેશમાં પર્વની ઉજવણી કરી હતી. સામાન્ય સંજોગોમાં બોલીવૂડમાં મોટી પાર્ટી-ગેટ ટુ ગેધરનું આયોજન થતું હોય છે. આ વર્ષે સૈફઅલી ખાન-કરીનાએ હિમાચલના ધરમશાલામાં અને સંજય દત્ત પરિવાર સાથે દુબઈમાં દિવાળીની ઉજવણી કરી હતી.
દર વર્ષે બચ્ચન પરિવારની દિવાળી પાર્ટી સૌથી વધુ ચર્ચામાં હોય છે. આ વર્ષે શ્વેતા બચ્ચનના સાસુ રીતુ નંદાનું અવસાન થયું હોવાથી તેમણે પાર્ટી રદ્ કરી છે.

Read More...

પુત્રીની માતા બનવા કરીના આતુર

કરીના કપૂર ખાન અત્યારે પ્રેગનન્ટ છે અને તે બીજા સંતાનની માતા બનશે. તે ઇચ્છે છે કે તેને બીજુ સંતાન પુત્રી જન્મે. તેણે તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘મને આશા છે કે, મારે ત્યાં પુત્રીનો જન્મ થાય.’ કરીનાએ દીકરીની ઇચ્છા અંગે જણાવ્યું હતું કે, મેં એક પુત્ર કરતાં પણ વધુ મારા માતા-પિતાનું કર્યું છે, જે લોકો પુત્ર અને પુત્રીમાં ભેદભાવ રાખતા હોય તેમણે આ વાત સમજવી જોઇએ.

Read More...

એકતા કપૂર સામે ઇંદોરમાં કેસ ચાલશે

ટીવી સીરિયલ્સના નિર્માણમાં જાણીતું નામ એકતા કપૂર એક વિવાદમાં ફસાઇ છે. તેણે પોતાની એક વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે કથિત વાંધાજનક બાબતો રજૂ કરી હોવાની ફરિયાદ બદલ તેની સામે મધ્યપ્રદેશના ઇંદોરની હાઇકોર્ટમાં કેસ ચાલશે.
આ સિરિઝમાં સેના વિશે એક વાંધાજનક બાબત જોઇને એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. નીચલી કોર્ટમાં એકતા કપૂરના વકીલે કહ્યું હતું કે, તેમાં કોઇ વાંધાજનક બાબત અમે રજૂ કરી નથી. ફરિયાદી અને પોલીસની દલીલ હતી કે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી એડિટિંગ વિના પ્રસ્તુત થઇ રહી હતી અને નિર્માતા-નિર્દેશકો પર સખત કાર્યવાહી થાય એ જરૂરી હતું.

Read More...

જુહી ચાવલા કેમ નારાજ થઇ?

જુહી ચાવલાને કોરોના કાળમાં એરપોર્ટ પર એક કડવો અનુભવ થયો હતો. મહામારીના આ સંજોગોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મુકાઇ રહ્યો છે, ત્યારે એક એરપોર્ટ પર જરા પણ તેનું પાલન ન થતું જોઇને જુહી નારાજ થઇ હતી. તેણે એક વીડિયો શેર કરીને આ પરિસ્થિતિથી એરપોર્ટ એથોરિટીને વાકેફ કર્યા હતા.
જૂહીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા ભારતીય એરપોર્ટ એથોરિટીને જણાવ્યું છે કે, તરત જ એપોર્ટ પર હેલ્થ ક્લિયરન્સમાં વધુમાં વધુ અધિકારીઓની નિમણૂક કરવી જરૂરી છે.

Read More...

બોલિવૂડ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાઈ પો છે ફૅમ એક્ટર આસિફ બસરાએ 12 નવેમ્બરે બપોરના સમયે આત્મહત્યા કરી હતી. આસિફે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મેક્લોઇડગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફેની નજીક આત્મહત્યા કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store