Vol. 3 No. 223 About   |   Contact   |   Advertise 29th October 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બોરિસ સરકાર સહાયમાં એશિયન્સને ભૂલી ગઈ

ગ્રેટર માંચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે બોરિસ જ્હોન્સન સરકાર ઉપર આરોપ મૂક્યો છે કે તેઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન સાઉથ એશિયન લોકોને પૂરતી મદદ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, તેમને પૂરતો ટેકો અપાયો નથી અને તેમને “સંપૂર્ણ રીતે ભૂલી ગયા” છે. તા. 23ના રોજ વડા પ્રધાને આ વિસ્તારમાં સૌથી વધુ આકરા નિયંત્રણો લાદ્યા હતા. આ વિસ્તારનું નેતૃત્વ પહેલા ભૂતપૂર્વ લેબર અને હેલ્થ સેક્રેટરી કરતા હતા. ગ્રેટર માન્ચેસ્ટરને સહાયમાં કેટલા પૈસા મળવા જોઈએ તે અંગે મેયર અને મિનિસ્ટર્સ વચ્ચે વાતચીત થઈ હતી.

Read More...
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર

ભારત અને અમેરિકા વચ્ચે બેઝિક એક્સ્ચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (BECA) પર મંગળવારે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહેએ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પેર સાથે ત્રીજા દોરની 2+2 મંત્રણા કરી હતી.

Read More...
બ્રિટનમાં શસ્ત્રો અને દારૂગોળો રાખવા બદલ હિતેશ પટેલની ધરપકડ

બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ) દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી કાર્યવાહીના અંતે જાહેર જીવન માટે જોખમ ઊભું કરવા અને સામેની વ્યક્તિને ઇજા પહોંચાડવા માટે એક ગુજરાતી યુવાન સામે શસ્ત્રો અને દારૂગોળો રાખવાનો કેસ કરાયો હતો. ચેશાયરના ૨૬ વર્ષના હિતેશ પટેલને તેના અન્ય બે સાથીઓ બિલાલ ખાન અને ઉમર ઝહીર સાથે ગયા સપ્તાહે માંચેસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો.

Read More...
ફ્રાંસ કાર્ટૂન બનાવવાનું બંધ નહીં કરે, ટીનેજર્સ પર શિક્ષકની હત્યાનો આરોપ

કિશોરવયના બે યુવકો પર ફ્રેન્ચ શિક્ષકની હત્યા બદલ આરોપ મુકવામાં આવ્યો છે. તેમના પર બુધવારે ત્રાસવાદી હત્યામાં ભાગીદારીનો આરોપ મુકવામાં આવ્યો છે, તેમ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું. વધ કરાયેલા શિક્ષકને રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

Read More...
ટ્રમ્પ – બિડેન જંગમાં પ્રી પોલ વોટિંગનો 2016નો રેકોર્ડ તૂટ્યો

અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીની સત્તાવાર તારીખ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલાના મતદાનમાં 2016નો રેકોર્ડ તૂટી ગયો છે. ઇન્ડિપેન્ડેન્ટ વોટ મોનિટરે જણાવ્યું હતું કે, આ વખતે જે પ્રી-પોલીંગ થઇ રહ્યું છે તેમાં અત્યારસુધીના કુલ વોટિંગનો આંકડો 2016માં બેલેટ મતદાનના આંકડાથી આગળ નિકળી ગયો છે.

Read More...
બિઝનેસીસ માટે કોવિડ-19 જોબ્સ સપોર્ટ ગ્રાન્ટનું વિસ્તરણ કરતા સુનક

ચાન્સેલર ઋષિ સુનકે ગુરૂવારે તા. 22ના રોજ રોગચાળાના બીજા મોજાને પહોંચી વળવા લૉક ડાઉન પ્રતિબંઘોને લક્ષમાં લઇને તકલીફ અનુભવતા યુકેભરના વેપાર – ધંધા અને ઉદ્યોગોને વેતન અને વધારાનું અનુદાન આપવા જોબ સપોર્ટ યોજનાના વિસ્તરણની હાઉસ ઑફ કૉમન્સમાં ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત મુખ્યત્વે ઇંગ્લેન્ડના ટાયર 2 હાઇ એલર્ટ લેવલ હેઠળના વિસ્તારોમાં બિઝનેસીસને મદદ કરાશે.

Read More...
અમેરિકામાં કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે રેસિઝમનો આક્ષેપ

ભારતના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો પરિવાર અમેરિકામાં એક રેસ્ટોરાં શનિવારે રેસિઝમનો ભોગ બન્યો હતો. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ કેલિફોર્નિયા સ્થિત આ રેસ્ટારાંની ટીકા કરી કરીને આ આક્ષેપ કર્યો હતો

Read More...
ભારતના કોઇપણ નાગરિક હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકશેઃ સરકારનું જાહેરનામું

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર માટે નવા જમીન કાયદાનું મંગળવારે નોટિફિકેશન જારી કર્યું છે. તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં કોઇ પણ ભારતીય નાગરિક દ્વારા જમીન ખરીદીનો માર્ગ મોકળો થયો છે. જો કે ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

Read More...
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું અવસાન

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાના કારણે મંગળવાર, 27 ઓક્ટોબરે અમદાવાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 77 વર્ષ હતી.

Read More...

  Sports
ઈંગ્લેન્ડ આવતા મહિને વનડે, ટી-20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જાહેરાત કરી છે કે હવે સાઉથ આફ્રિકાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે. કોરોના વાયરસના વિશ્વ વ્યાપી રોગચાળા પછી સાઉથ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ શરૂઆત થશે.

Read More...
ગેઈલ ફોર્મમાં, કિંગ્સ ઈલેવનનો સતત પાંચમો વિજય

સોમવારે કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલમાં સતત પાંચમો વિજય હાંસલ કરી પ્લેઓફ્સ માટેની પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. મનદીપ સિંઘ અને ક્રિસ ગેઈલની ધમાકેદાર બેટિંગ સાથે પંજાબની ટીમે 150 રનનો ટાર્ગેટ ફક્ત બે વિકેટ ગુમાવી 19મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટ હરાવ્યું હતું. 12 મેચમાંથી છ વિજય સાથે કિંગ્સ ઈલેવન પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે.

Read More...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમમાં સિરાજ, વરૂણ ચક્રવર્તીનો સમાવેશ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે (26) કરી હતી. ટીમ આઈપીએલ પુરી થયા પછી સીધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ તેમજ ત્રણ-ત્રણ ટી-20 અને વન-ડે પણ રમાશે. ટેસ્ટ ટીમમાં પાંચ ફાસ્ટ બોલર્સનો સમાવેશ કરાયો છે. ત્રણ સ્પિનર્સને પણ લેવાયા છે. ટી-20 ટીમમાં વરૂણ ચક્રવર્તીને પ્રથમવાર તક અપાઈ છે.

Read More...
આઈપીએલમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલીવાર ‘પ્લે ઓફ’માં નહીં હોય

રવિવારે રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવતાં જ ચેન્નઇ સુપર કિંગ્સ આ સ્પર્ધાની પ્લે ઓફ્સ સુધી પહોંચી શકી નથી. જો કે, શુક્રવારે (23મી) જ તે મુંબઇ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે હારી ગઈ ત્યારે તેની શકયતાઓ તો પુરી થઈ ગઈ હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
સ્પર્ધાને કચડી ગ્રાહકોને નુકસાન બદલ ગૂગલ પર US સરકારનો કાનૂની દાવો

ગૂગલ તેના પ્રભુત્વ દ્વારા સ્પર્ધાને કચડીને ગ્રાહકોનાં હિતોને નુકસાન કરી રહી હોવાના આરોપ સાથે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ એક ટ્રિલિયન ડોલરની કંપની સામે કાનૂની દાવો માંડ્યો છે. સરકારના આ કેસમાં આશરે 11 રાજ્યો પણ સામેલ થયા છે. અમેરિકાની સરકાર દ્વારા 20 વર્ષ અગાઉ માઇક્રોસોફ્ટ સામે આવો જ દાવો માંડવામાં આવ્યો હતો. તે પછી આ સરકારની મોટી કાનૂની કાર્યવાહી ગણવામાં આવે છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આ કાનૂની દાવાથી વિશ્વની અગ્રણી કંપનીનું વિભાજન થઈ શકે છે, જોકે કેસની પતાવટ પણ થઈ શકે છે અને કેસનો નિકાલ આવતા વર્ષો લાગી શકે છે. અગાઉ 1998માં સ્પર્ધાવિરોધી પ્રણાલી બદલ માઇક્રોસોફ્ટ કોર્પ સામે દાવો માંડવામાં આવ્યો હતો, પરંતુ કેસની પતાવટથી કંપની અકબંધ રહી હતી.

Read More...
વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ 1,500 કરોડ રૂપિયામાં આદિત્ય બિરલા ફેશનનો 7.8 ટકા હિસ્સો ખરીદશે

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ (લિમિટેડ)એ શુક્રવારે, 23 ઓક્ટોબરે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે વોલમાર્ટની માલિકીના ફ્લિપકાર્ટ ગ્રૂપને પ્રેફરન્શિયલ ધોરણે 7.8 ટકા હિસ્સો વેચીને 1,500 કરોડ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
આદિત્ય બિરલા ફેશને નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે શેરદીઠ 205ના ભાવે આ હિસ્સો વેચવામાં આવશે. ફ્લિપકાર્ટના રોકાણને પગલે તેને 7.8 ટકા હિસ્સો મળશે. આદિત્ય બિરલા ફેશનના પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ કંપનીઓ પાસે આશરે 55.13 ટકા હિસ્સો રહેશે.

Read More...
ડોઇચ્ચ બેન્કના ટેકનોલોજી સર્વિસ યુનિટને ખરીદવા માટે TCSની મંત્રણા

માર્કેટકેપના સંદર્ભમાં એશિયાની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) ડોઇચ્ચ બેન્કના ટેકનોલોજી સર્વિસિસ યુનિટને હસ્તગત કરવાની અંતિમ તબક્કાની મંત્રણા કરી રહી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર વ્યક્તિએ જણાવ્યું હતું.
પોસ્ટ બેન્ક સિસ્ટમ્સ અંગેની મંત્રણાને પગલે વર્ષના અંત સુધી ટીસીએસ સાથે સોદો થવાની શક્યતા છે. આ મંત્રણા હાલમાં ચાલું છે અને તેમાં વિલંબ થઈ શકે છે. ડોઇચ્ચ બેન્કના પ્રવક્તાએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ટીસીએસે પ્રતિનિધિનીએ કોઇ માહિતી આપી ન હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે 2008માં 5050 મિલિયન ડોલરમાં સિટીગ્રૂપના બેક ઓફિસ યુનિટને હસ્તગત કર્યું હતું.

Read More...
ભારતમાં 5G નેટવર્ક ઊભું 2.3 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે

ભારતમાં 5G નેટવર્ક ઊભું કરવાનો ખર્ચ ૧.૩ લાખ કરોડથી લઈને ૨.૩ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂરી પડે તેવો અંદાજ છે, એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે
અહેવાલમાં દાવો થયો હતો કે ભારતમાં 5G નેટવર્ક ખૂબ જ ખર્ચાળ હશે. ભારતમાં ઊભા થનારા 5G નેટવર્ક પાછળ અંદાજે સવા બે લાખ કરોડ રૃપિયા ખર્ચાશે. અહેવાલ પ્રમાણે પાટનગર દિલ્હીમાં ૮,૭૦૦ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. મુંબઈમાં 5G નેટવર્કનું સેટઅપ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચને આંબી જશે.

Read More...
  Entertainment

અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોંબ વિવાદમાં સપડાઇ

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ લક્ષમી બોમ્બ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઇ છે. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ અને પ્રમોટર્સના વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. આ પત્ર સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડરને સોંપવામાં આવ્યો છે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ કરવા દેવામા ંઆવશે નહીં. આ ફિલ્મને ૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ કરવાની યોજના છે.

Read More...

કેટરીના કૈફ હવે સુપર હીરોના રોલમાં જોવા મળશે

અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ખાલી પીલીને પ્રોડયુસ કર્યા બાદ અલી અબ્બાસ ઝફર હવે એક બિગ બજેટની સુપર હીરો ફિલ્મની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ સુપરહીરોના પાત્રમાં જોવા મળશે. આ પહેલાં અલી અને કેટરીના કૈફ ટાઇગર ઝીંદા હૈમાં સાથે કામ કરી ચૂક્યા છે.
મહત્ત્વની વાત એ છે કે અલી અબ્બાસ ઝફરની આવનારી ફિલ્મ ૧૯૮૭માં આવેલી અનિલ કપૂર અને શ્રીદેવીની સુપરહીટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા પર આધારિત હશે. આ ફિલ્મ માટે ડાયરેક્ટર ખૂબ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પણ ચાર દેશોમાં કરવામાં આવશે.

Read More...

હીરોપંતી ટુમાં ટાઇગર શ્રોફ જાસૂસની ભૂમિકામાં

નવી પેઢીનો ટોચનો સ્ટાર ટાઇગર શ્રોફ લોકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપવાની સાથેસાથે આગામી ફિલ્મોની તૈયારીમાં પણ વ્યસ્ત હતો. સાજિદ નડિયાદવાળીની હીરોપંતી ટુમાં પણ ટાઇગર મુખ્ય પાત્રમાં જોવા મળશે. ટાઇગરની પહેલી ફિલ્મનું નામ હીરોપંતી હતુ જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પછી ટાઇગર પોતાની કારકિર્દીમાં આગળ જ વધતો રહ્યો છે. સાજિદ હવે આ ફિલ્મની સિકવલ બનાવીની તૈયારી કરી રહ્યો છે. હીરોપંતી ટુમાં ટાઇગર શ્રોફ એક જાસૂસની ભૂમિકામાં છે.

Read More...

પ્રીતિ ઝિન્ટાએ 35 દિવસમાં 20 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો, ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલેવન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો જારી કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.
પ્રીતિ ઝિન્ટા 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store