Vol. 3 No. 214 About   |   Contact   |   Advertise 20th Aug 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કમલા હેરિસ ડેમોક્રેટ્સના ઉપપ્રમુખપદના ઉમેદવાર

અમેરિકામાં કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રમુખ પદની ચૂંટણીની તૈયારીઓ ચાલુ છે. 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ડેમોક્રેટ્સના પ્રમુખ પદના ઉમેદવાર જો બિડેને પોતાના ઉપપ્રમુખ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. ભારતીય મૂળના અમેરિકી સેનેટર કમલા હેરિસ હવે ડેમોક્રેટ્સ તરફથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર બનશે. જો બિડેને મંગળવારે ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ચારે બાજુથી શુભેચ્છાઓનો ધોધ વહેવાનું ચાલુ થયું હતું.

Read More...
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર

સમગ્ર ગુજરાત આ સપ્તાહના આરંભથી જ વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું અને દરેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષાનો માહોલ જામ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 37 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ, 56 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ અને રાજ્યના 104 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે 35 નદીઓ ઓવરફ્લો થઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો હતો.

Read More...
બિડેન સામે ટ્રમ્પનો પરાજય થશેઃ રાજકીય વિશ્લેષકની આગાહી

આ વર્ષના નવેંબરમાં કે કોરોનાના કારણે મોડી થનારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂ્ંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર અને હાલના ઉપપ્રમુખ જો બિડેન રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દેશે એવી આગાહી અગ્રણી રાજકીય વિશ્લેષક પ્રોફેસર એલન લિફ્ટમેને કરી હતી.

Read More...
કોવિડ-19 વેકસીન ટ્રાયલ્સ માટે નામ રજિસ્ટર કરાવવા યુકેમાં જનતામાં ઉમંગ

કોવિડ-19 વેકસીનના ટ્રાયલ્સ માટે નામ રજિસ્ટર કરવા માટે જનતા ખૂબ જ પ્રોત્સાહિત છે અને 100,000 લોકોએ કોવિડ-19 રસીના ભાવિ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે NHS કોવિડ-19 વેક્સીન રીસર્ચ રજિસ્ટ્રીમાં પોતાનું નામ પણ નોંધાવી દીધુ છે. સ્વયંસેવકો કોરોનાવાયરસ સામેની લડતમાં સલામત અને અસરકારક રસી શોધવાના પ્રયત્નોને ઝડપી બનાવવામાં મદદ કરી રહ્યા છે.

Read More...
ઈઝરાયેલ, યુએઈ વચ્ચે “ઐતિહાસિક શાંતિ સમજુતી”, ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા

અનેક દાયકાઓથી પરંપરાગત રીતે મીડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને મોટા ભાગના આરબ દેશો વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટના અંતનો આરંભ થયો જણાય છે. ગુરૂવારે (ઓગસ્ટ 13) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) વચ્ચે શાંતિ સમજુતી માટે સંમતિ સાધી શકાઈ છે.

Read More...
ખાલિસ્તાની સંસ્થાઓનો વિરોધ કરતા વડાપ્રધાન: લોર્ડ રેમી રેન્જર

ઘણી સંસ્થાઓ અને ગુરુદ્વારાઓ બ્રેલા બોડી શીખ ફેડરેશન યુકેના નેજા હેઠળ યુકેમાં સ્વતંત્ર રીતે ખાલિસ્તાનની હિમાયતનું કામ કરી રહ્યા છે ત્યારે બ્રિટિશ સરકાર યુકેમાં ખાલિસ્તાની ચળવળ અથવા ભારત વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિને ટેકો આપતી નથી એવી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખાતરી આપી છે એમ ઉદ્યોગપતિ અને બ્રિટિશ શીખ એસોસિએશનના અધ્યક્ષ લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું.

Read More...
આદત – વ્યસનને કર્મના ફળનો સિદ્ધાંત લાગુ પડે છે?

પ્રશ્ન – શું આદત – વ્યસનને સંપૂર્ણતયા માનસિક અને ભૌતિક અથવા કોઇ બીજું પરિબળ સ્પર્શે છે? શું તે કર્મિક – કર્મનું ફળ છે?
સદગુરુ – અસ્તિત્વમાંના શું એવા કેટલાક પરિબળ છે ખરા, જે તમને દારૂ – આલ્કોહોલ પીવા પ્રેરે છે? પ્રશ્ન એ છે કે જ્યારે તમારા ઉપર કશુંક ફરજિયાતપણે લદાય છે અથવા તમારે આમ કરવું જ રહ્યું તેવું દબાણ તમારા ઉપર થાય છે ત્યારે તમારાથી ઉપરવટ કોઇક પરિબળ અનુભવાય છે

Read More...

  Sports
ભારતીય ક્રિકેટના દિગ્ગજ, ભૂતપૂર્વ ‘કેપ્ટન કૂલ’ ધોનીની નિવૃત્તિ

ભારતીય ક્રિકેટમાં એક નવા યુગના પ્રહરી ગણી શકાય તેવા સમર્થ વિકેટકીપર, બેટ્સમેન અને સૌથી વિશેષ તો કેપ્ટન કૂલનું ઉપનામ પામેલા ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતના સ્વાતંત્ર્ય દિને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેના વિશાળ ચાહક વર્ગ તથા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. તેની સાથે સાથે જ તેના ખાસ વિશ્વાસુ સાથી જેવા ગણાતા બેટ્સમેન ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું

Read More...
સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી

ધોનીની સાથે જ 74માં સ્વાતંત્ર્ય પર્વે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ‘આઝાદી’ ની ભારતના બીજા પણ એક ક્રિકેટ ખેલાડીએ કરી હતી. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને વન-ડે તેમજ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Read More...
ડ્રીમ 11 આઈપીએલના નવા ટાઈટલ સ્પોન્સર

ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11 આઈપીએલના નવા ટાઈટલ સ્પોન્સર બન્યા છે. તેમણે 222 કરોડ રૂપિયામાં આ ડીલ હાંસલ કરી છે, તેની સાથે સ્પર્ધામાં રહેલા અન એકેડમીએ 210 કરોડ, ટાટા સન્સે 180 કરોડ તથા બૈજુઝે 125 કરોડમાં બિડ કરી હતી. વિવોએ આ વર્ષની ટાઈટલ સ્પોન્સરશિપ સસ્પેન્ડ કરતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નવા સ્પોન્સર લેવા પડ્યા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
JLRમાંથી તાતા મોટર્સ પોતાનો હિસ્સો વેચવાની નથી

તાજેતરમાં એક એવા સમાચાર વહેતા થયા હતા, જે મુજબ ભારતની તાતા મોટર્સ યુકેની જગુઆર લેન્ડ રોવર (JLR)માંથી પોતાનો હિસ્સો વેચવા પ્રયાસો કરી રહી છે, પરંતુ તાતા મોટર્સે આ વાત ફગાવી છે અને તે JLRમાં તેનો માલિકી હિસ્સો યથાવત રહેશે.
હકિકતમાં તો બ્રિટિશ સરકાર સાથે તાતા ગ્રુપની કંપનીઓ જગુઆર લેન્ડ રોવર અને તાતા સ્ટીલની ચાલી રહેલી બેલઆઉટની ચર્ચા અટક્યા પછી એવા સમાચાર આવ્યા હતા કે હવે તાતા મોટર્સ JLRમાંથી પોતાનો હિસ્સો વેચવા અંગે વિચારી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક મીડિયામાં ખાતરી કર્યા વગરના નિરાધાર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Read More...
એપ્રિલ-જુલાઇના ગાળામાં ભારતમાં સોનાની આયાતમાં 81 ટકાનો ઘટાડો

દેશમાં પ્રસરેલા કોવિડ-૧૯ રોગચાળાને કારણે સોનાની માગ પર વિપરીત અસર થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં દેશમાં સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૩.૧૬ બિલિયન ડૉલર (અંદાજે રૂ. ૯૧,૪૪૦ કરોડ) સામે ૮૧.૨૨ ટકાના ઘટાડા સાથે ૨.૪૭ બિલિયન ડૉલર (અંદાજે રૂ. ૧૮,૫૯૦ કરોડ)ની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

Read More...
બ્રાઝિલની અપીલના પગલે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓનાં બેન્ક ખાતાં ફ્રીઝ

ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટે (ઇડી) બ્રાઝિલની અપીલને પગલે અમે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ અને કંપનીઓના 67 બેંક ખાતા સ્થગિત કરી દીધા છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે બ્રાઝીલમાં નાણાની ઉચાપત કરવા બદલ પ્રાંતીય ગવર્નરની તપાસ ચાલી રહી છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું છે કે તેણે ભારત અને બ્રાઝીલ વચ્ચે થયેલી પરસ્પરની સમજૂતીને આધારે આ કાર્યવાહી કરી છે અને તેણે આ બાબતમાં કોઇ કેસ દાખલ કર્યો નથી.

Read More...
  Entertainment

સિંગર બાદશાહે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને લાઈક્સ માટે 72 લાખ ચૂકવ્યા!?

ફેક ફોલોઅર્સ અને લાઈક મેળવવા સાથે જોડાયેલા ચોંકાવનારા સોશિયલ મીડિયા રેકેટનાસંબંધમાં મુંબઈ પોલીસે પોતાની તપાસ ચાલુ રાખતા રૈપર આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા ઉર્ફે બાદશાહ સહિત ઓછામાં આછા 20 સેલેબ્રિટિની તપાસ કરી છે. આ મામલે બાદશાહની મુંબઈ પોલીસે સતત ત્રીજા દિવસે શનિવારે પણ પાંચ કલાકથી વધુ લાંબી પૂછપરછ કરી હતી.અધિકારીએ દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન બાદશાહે કબૂલ કર્યું કે તેણે રૂપિયા 72 લાખ આપીને પોતાના સોન્ગ ‘પાગલ હૈ’ માટે 7.2 કરોડ વ્યૂ ‘ખરીદ્યા’ હતા.

Read More...

જાહ્નવી કપૂરની ફિલ્મનું રેટિંગ સતત નીચે ઊતરી રહ્યુ છે

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સકસેના ધ કારગિલ ગર્લ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. પરંતુ એની સાથે વિવાદોમાં પણ આવી ગઇ છે. ફ્લાઇટ લેફ્ટ. ગુંજન સકસેના પર આધારિત આ બાયોપિક પર ભારતીય વાયુસેનાએ આપત્તિ જતાવી છે. આ પછી આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Read More...

‘સડક 2’ નું ટ્રેલર બન્યું ટ્રોલર્સનો શિકાર, લાઇક્સ કરતા ડીસ્લાઇકસ વધુ!

આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં રોમાંચક અને રોમાંસનું પૂર્ણ મિક્ષણ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ સડક 2 ના ટ્રેલરને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ટ્રેલર પર લાઇક્સ કરતા વધારે ડીસ્લાઇક આવ્યા છે.

Read More...

સંજય દત્તને ફેફસાંનું ત્રીજા સ્ટેજનું કેન્સર

8 ઑગસ્ટે તબિયત બગડતા સંજય દત્તને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોના સંક્રમણ હશે. તે હૉસ્પિટલ ભેગા થયા અને ઘરે પાછા પણ ફર્યા. જો કે ઘરે પાછા આવીને એક જ દિવસમાં તેમણે પોસ્ટ શેર કરી કે તે કામમાંથી થોડો સમય બ્રેક લેવાના છે, આ સાથે તેમણે ચાહકોને કહ્યું કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. માંદા પડેલા સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે તેમ તપાસમાં બહાર આવ્યું છે

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store