Vol. 3 No. 212 About   |   Contact   |   Advertise 05th Aug 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
અયોધ્યામાં આનંદ ભયો

સદીઓના ઇંતેઝારનો અંતઃ વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો
સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે સજ્જ બન્યું છે. 5 ઑગષ્ટ, બુધવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વાગેને 44 મિનિટે રામ મંદિરનો પાયો મૂક્યો હતો. માત્ર 32 સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. આ પહેલાં 31 વર્ષ જૂની 9 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ચાંદીની ઈંટોની પણ પૂજા કરવામાં આવી હતી. લગભગ 150 સાધુ-સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

Read More...
નોર્થ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં લોકડાઉન કડક: ઇનડોર મીટિંગ્સ પર પ્રતિબંધ

મોટાભાગના લોકોએ “સામાજિક અંતરનું પાલન ન કરતા” નોર્થ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં કોરોનાવાઈરસના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયા બાદ ત્યાં વધારાના લોકડાઉન પ્રતિબંધો લાદવામાં આવશે અને તા. 30ની મધ્યરાત્રિથી ગ્રેટર માન્ચેસ્ટર, ડાર્વેન, બર્નલી, હાઇન્ડબર્ન, પેન્ડલ, રોઝેન્ડેલ, બ્રેડફર્ડ, કેલ્ડરડેલ, કિર્કલીઝ, લેસ્ટર અને બ્લેકબર્નના કેટલાક ભાગોમાં જુદા જુદા ઘરના લોકોને ઘરની અંદર એક બીજાને નહીં મળવાના આદેશ અપાયાની હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જાહેરાત કરી હતી

Read More...
IPLના ટાઈટલ સ્પોન્સર વિવો ખસી ગયા

ભારતમાં ચાલી રહેલી ચીન વિરોધી ઝુંબેશ અને ઉગ્ર લાગણીઓના કારણે આવતા મહિને યુએઈમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાનો તખતો તૈયાર થઈ ગયો છે ત્યારે સ્પર્ધાના ટાઈટલ સ્પોન્સર, ચાઈનીઝ મોબાઈલ કંપની વિવોએ આ વર્ષ પુરતું સ્પોન્સરશિપમાંથી ખસી જવાનો નિર્ણય લીધાનું વિશ્વનિય સૂત્રોએ જણાવ્યું છે.

Read More...
લોકડાઉન માટે એશિયન્સને દોષિત ઠરાવવાના પ્રયાસો સામે વ્યાપક આક્રોશ

કોવિડ-19 કેસના કેસોમાં કેટલાક વિસ્તારોમાં વધારા માટે એશિયન સમુદાયને દોષીત ઠેરવવા અને “એશિયન અને ઇમિગ્રન્ટ્સ” પર નવા પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવનારા કેલ્ડર વેલીના કન્ઝર્વેટીવ એમપી ક્રિસ વિટેકરની ટિપ્પણીને “રેસીસ્ટ’’ ગણાવી વરિષ્ઠ એશિયન રાજકારણીઓ, મુસ્લિમ સંગઠનો અને સરકારના સલાહકારોએ તેની આકરી ઝાટકણી કાઢી છે.

Read More...
લેસ્ટરમાં લૉકડાઉન હળવુ થયુઃ સિનેમા, ધાર્મિક સ્થળો, પબ્સ, રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસર્સ ખુલ્યા

દેશભરમાં 23 માર્ચથી લાગુ કરાયેલુ લૉકડાઉન તા. 4 જુલાઇથી સ્થાનિક લોકડાઉન તરીકે લેસ્ટરમાં લંબાવાયા બાદ તા. 3 ઑગસ્ટથી સિનેમાઘરો અને ધાર્મિક સ્થળો સહિત ગ્રાહકોને પાછા આવકારવા માટે પબ્સ, કાફે અને રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસર્સને પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તે બિઝનેસીસના માલીકો ‘આનંદિત’ થવાના બદલે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટાભાગના બિઝનેસીસ પાંચ મહિના ધંધો બંધ રહ્યો હોવાથી હવે તેઓ સંઘર્ષ અનુભવી રહ્યા છે.

Read More...
ઇસ્ટ લંડનમાં 3 બળાત્કાર અને મહિલાની હત્યાના ગુનામાં અમન વ્યાસ દોષીત

ગયા વર્ષે ભારતમાંથી પ્રત્યાર્પણ કરાયેલા 35 વર્ષીય અમન વ્યાસને યુકેમાં એક દાયકા કરતા પણ વધારે સમય પહેલાં મિશેલ સમરવીરા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના અને અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવાના ગુના બદલ તા. 30 જુલાઇના રોજ દોષીત ઠેરવવામાં આવ્યો હતો.

Read More...
ભારતની કોવિડ કટોકટીના ઉકેલમાં ભારતીય–અમેરિકનો મહત્વની ભૂમિકા ભજવી શકે!

સાન ફ્રાન્સિસ્કો ખાતે નિમાયેલા નવા ભારતીય કોન્સલ જનરલ નાગેન્દ્ર પ્રસાદના મતે ભારતની કોવિડ કટોકટી હળવી કરવામાં જરૂરી સહાય કરવામાં ભારતીય અમેરિકનો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. પ્રસાદે જણાવ્યું હતું સમસ્ત વેસ્ટ કોસ્ટ વિસ્તારની કંપનીઓનો સહકાર ભારતની કોરોના કટોકટી ઘટાડવામાં સહાયરૂપ નીવડી શકશે. કોરોનાવાઈરસના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત બંને દેશોની કટોકટી દૂર કરવામાં રસીઓ ચાવીરૂપ નીવડી શકશે.

Read More...
અમેરિકાની ફેડરલ એજન્સીઝમાં H-1B વીસાધારકોને જોબ નહીં આપવા ટ્રમ્પનો આદેશ

અમેરિકામાં નોકરીના સ્વપ્ન જોનારા ભારતીયોને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નિરાશ કરી રહ્યા છે. હવે એચ-1 બી વીસા અંગે ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઝ એચ-1 બી વીસા પર વિદેશી પ્રોફેશનલ્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ હેઠળ જોબ આપી શકશે નહીં.

Read More...
અમેરિકાવાસી ભારતીયોમાં અંગ્રેજી સાથે અમેરિકન ઉચ્ચારોની તાલીમની પણ માગ

અમેરિકામાં ઇમિગ્રન્ટ વસતીમાં ભારતીયો સફળ થયા છે. તેઓ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સમાં બીજા નંબરે છે અને એચ-1બી હંગામી વર્ક વીસા મેળવનારામાં તેઓ ઉચ્ચ સ્થાને છે. આ ઉપરાંત સૌથી વધુ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓમાં બીજા નંબરે છે.ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સમાં ઓછામાં ઓછા 80 ટકા લોકો પાસે ગ્રેજ્યુએશનથી વધુની ડિગ્રી છે. સિલિકોન વેલીમાં અંદાજે 16 ટકા સ્ટાર્ટઅપ્સમાં ઇન્ડિયન સહસ્થાપક છે.

Read More...
પીપીપી (પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ભારતનું ઘડતર

પ્રશ્નઃ પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઘણી બધી સમસ્યાઓના સંભવિત નિરાકરણ તરીકે મનાય છે. શું તમે આવા મોડલની ક્ષમતા સ્વીકારો છો?
સદગુરુઃ ચોક્કસ વિસ્તારો – ક્ષેત્રોમાં સરકારી માળખાની હાજરીમાં આવો વિચાર અવશ્ય સારો છે કારણ કે, સમાંતર માળખું ઊભું કરવામાં કોઇ બુદ્ધિશાળી કે વ્યવહારુ પગલું નથી.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અનિલ અંબાણી લોન ચૂકવવામાં નિષ્ફળ જતાં યસ બેન્કે ઇમારતનો કબજો લીધો

ખાનગી ક્ષેત્રની યસ બેન્ક લિમિટેડે મુંબઈમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની મુખ્ય કચેરી, રિલાયન્સ સેન્ટરને પોતાના કબ્જામાં લઈ લીધી છે. બુધવારે બેન્કે એક જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમણે સાંતાક્રુઝ સ્થિત 21,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતી મુખ્ય કચેરી તેમજ દક્ષિણ મુંબઈમાં નાગિન મહેલમાં બે માળની ઈમારતનો કબ્જો લઈ લીધો છે.

Read More...
મોનોપોલીના મુદ્દે ગૂગલ, એમેઝોન, એપલ અને ફેસબૂકની કોંગ્રેસમાં પૂછપરછ

અમેરિકન કોંગ્રેસની જ્યુડિશિયરી પેટા સમિતિએ ગયા સપ્તાહે ટેકનોલોજી જગતના માંધાતા ગણાતા ગૂગલ, એમેઝોન, એપલ અને ફેસબૂકના સીઈઓની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરી હતી. આ ચારેય કંપનીઓ વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે હરિફોને પછાડી મોનોપોલી જમાવવાનો આરોપ છે.

Read More...
વિમાની કંપની બોઇંગને 2.4 બિલિયન ડોલરનું નુક્સાન

કોરોના વાઇરસે માત્ર માણસોનો જ ભોગ લીધો નથી, મોટા અને નાના વેપારને પણ ખલાસ કરી નાંખ્યા છે. વિમાન ઉત્પાદન ક્ષેત્રની મોટી કંપની બોઇંગને તેના ૭૩૭ મેક્સ વિમાનોને ઓપરેશનંમાંથી દૂર કરવા અને કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ૨.૪ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.આ મહામારીએ લોકોની મુસાફરીની ક્ષમતા પણ ઘટાડી દીધી હતી.

Read More...
  Entertainment

મારી વિરુદ્ધ અફવાઓ ફેલાવાઈ રહી છેઃ એ.આર.રહેમાન

ઓસ્કાર વિજેતા બોલીવૂડ મ્યુઝીક કમ્પોઝર એ.આર. રહેમાને બોલીવૂડના કાળા ચહેરાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે, પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટરનુ કહેવુ છે કે બોલીવૂડની એક ગેંગ તેમની વિરુદ્ધ અફવાઓ ઉડાવી રહી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવામા નથી આવતુ. તેઓ હાલમાં રિલીજ થયેલી દિલ બેચારાના મ્યુઝિક ડાયરેક્ટર છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે જેના રિલીજ થયા પહેલા જ એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી.
ઓછી હિન્દી ફિલ્મોમાં કામે કરવા બદલ એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે હું સારી ફિલ્મોને ના નથી કહેતો, પરંતુ કોઇ ગેંગ છે જે મારા વિરુદ્ધ અફવા ઉડાવી રહી છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના લીધે સમગ્ર દેશ ચોંકી ગયો હતો.

Read More...

લારા દત્તા આગામી ફિલ્મમાં વડાંપ્રધાનનું પાત્ર ભજવશે

અક્ષય કુમાર અને વાણી કપૂરની જોડી આગામી ફિલ્મ બેલ બોટમમાં દેખાશે તાજેતરમાં જ તેની જાહેરાત થઇ છે. હવે આ ફિલ્મમાંના એક વધુ સ્ટારકાસ્ટની પણ વાત બહાર આવી છે. કહેવાય છે કે લારા દત્તા આ ફિલ્મમાં વડાં પ્રધાનનું પાત્ર ભજવશે. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, લારા દત્તા આ ફિલ્મમાં મહિલા વડાં પ્રધાનનો રોલ કરશે.
જે ભારતના પૂર્વ સ્વ. મહિલા પીએમ ઇંદિરા ગાંધીથી પ્રેરિત હશે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જો આમ થશે તો લારા દત્તા અક્ષય સાથે બીજી વખત ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા પણ અભિનેત્રી અક્ષયની સિંહ ઇઝ બ્લિંગમાં કામ કર્યું છે.

Read More...

ભારતીય સેનાની થીમ આધારીત ફિલ્મો, વેબ સીરીઝ પર પ્રતિબંધ

સંરક્ષણ મંત્રાલયે કેન્દ્રીય ફીલ્મ સેન્ટર બોર્ડ (સીબીએફસી) ઈલેકટ્રોનીક અને ઈનકોર્પોરેશન ટેકનોલોજી મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયને સૂચના આપી છે કે સુરક્ષા દળો પર આધારીત (આર્મી બેઝડ થીમ) બનેલી ફીલ્મો, ડોકયુમેન્ટરી અથવા વેબસીરીઝ પ્રસારીત કરતાં પહેલા પ્રોડકશન હાઉસીસ નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ લે તે જરૂરી છે.

Read More...

ડિપ્રેશનને એક વ્યવસાય બનાવવા બદલ દીપિકાને રીમાન્ડ પર લેવી જોઈએઃ કંગના રનૌત

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત પછી તેમના આ પગલા બદલ અનેક કારણો સામે આવી રહ્યા છે. અમુક પોતાની ડિપ્રેશન સાથેની લડાઈ શેર કરી રહ્યા છે તો અમુક સગાવાદનો અનુભવ, જેમાં કંગના રનૌત અને તેની ટીમે ફરી એક વખત નિશાનો સાધ્યો છે અને આ વખતે તેમણે અભિનેત્રી દિપીકા પદુકોણને ચપેટમાં લીધી છે. અભિનેત્રી દીપિકા પદુકોણએ ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યને લઈને અનેક વખત પોતાની વાત રજુ કરી છે.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store