ભારતની સાત ફાર્મા કંપનીઓ વચ્ચે કોરોનાની રસી બનાવવા માટે સ્પર્ધા
ભારતની ઓછામાં ઓછી સાત કંપની કોરોના વાઈરસની રસી બનાવવા સ્પર્ધા કરી રહી છે. ભારત બાયોટેક, સિરમ ઈન્સ્ટિટ્યૂટ, ઝાયડસ, કૅડિલા, પાનાસિઆ બાયોટેક, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ, માયનવૅક્સ અને બાયોલોજિકલ-ઈ નામની ભારતીય કંપનીઓનો તેમાં સમાવેશ થાય છે.વિશ્ર્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧.૪ કરોડ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા વચ્ચે કોરોના વાઈરસની મહામારીને વધુ ફેલાતી અટકાવવા રસી (વૅક્સિન) બનાવવાના કરવામાં આવી રહેલા વૈશ્ર્વિક પ્રયાસમાં જોડાયેલી ભારતની ઓછામાં ઓછી સાત ફાર્મા કંપનીઓ જીવલેણ કોરોના વાઈરસની રસી વિકસાવવા પર કામ કરી રહી છે.
Read More...