Vol. 3 No. 208 About   |   Contact   |   Advertise 09th July 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મક્કમ ભારત સામે ચીનની પીછેહઠ

ભારતની સરકાર તેમ જ લશ્કર અને જનતાના આક્રોશ સામે ચીને ઝૂકી જઈને સરહદ પરથી પોતાના સૈન્યને અંદાજે બે કિલોમીટર પાછળ ખસેડ્યું હતું. ચીન દ્વારા આ પીછેહઠ પૂર્વીય લદ્દાખના ગલવાન ખીણ તથા ગોગરા–હૉટ સ્પ્રિંગ્સ નામના બે પ્રદેશોમાં થઈ રહી છે.દરમિયાન, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સીમાવિવાદના સંબંધમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ટેલિફોન પર મંત્રણા કરી હતી.અગાઉ, બન્ને દેશના લશ્કરના કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં પણ ચીન પીછેહઠ કરવા સહમત થયું હતું.

Read More...
અમેરિકામાં હોલીડે વીકેન્ડમાં બેફામ ગન વાયોલન્સમાં 160 લોકોના મોત

અમેરિકાના અનેક શહેરોમાં શુક્રવારની રાતથી રવિવાર દરમિયાન ચોથી જુલાઇના વીકેન્ડમાં ગન વાયોલન્સ ફાટી નીકળ્યું હતું, જેમાં અંદાજે 160 લોકોના મોત થયા હતા અને 500 કરતા વધુ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે પાંચ લોકોના મોત અને 31 લોકો ઘાયલ થતાં રાજ્યમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. તેમણે એક હજાર નેશનલ ગાર્ડને જાહેર મિલ્કતોના રક્ષણ માટે અને શહેરોમાં પેટ્રોલિંગ માટે તહેનાત કરવા આદેશ કર્યો હતો.

Read More...
બોરિસ જ્હોન્સનની વ્હાઇટ હાઉસ-જેવી દૈનિક ટીવી પ્રેસ બ્રીફિંગની યોજના

વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને નંબર 10ના તાજેતરના કોરોનાવાયરસ ડેઇલી પ્રેસ બ્રીફિંગ્સને લાખ્ખો લોકોએ જોયા બાદ હવે તેઓ અનુભવી બ્રોડકાસ્ટરની મદદ લઇ વ્હાઇટ હાઉસ-શૈલીની દૈનિક ટીવી પ્રેસ બ્રીફિંગની યોજના ધરાવે છે. જે વડા પ્રધાનના પત્રકારો માટેના બપોરે થતા ઓફ કેમેરા બ્રીફિંગ્સનું સ્થાન લેશે. હાલમાં તેને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ હોસ્ટ કરે છે અને પ્રશ્નો અને જવાબોનું પ્રસારણ થાય છે.

Read More...
બ્રિટિશ કૉમેડીયન્સ સામે પણ જાતીય સતામણીના આરોપ

બ્રિટિશ કૉમેડી સીનમાં સાથી મહિલા કલાકારો સાથે જાતીય સતામણી અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે હરદીપસિંહ કોહલીએ અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવેલા સેક્સ સતામણીના આક્ષેપો અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

Read More...
અમેરિકામાં પણ ભારતના જ્ઞાતિવાદનો પગપેસારો?!

અમેરિકાનું બંધારણ જ્ઞાતિ કે જાતિના આધારે ભેદભાવને માન્યતા આપતું નથી. જાતિ, ધર્મ, લિંગ, વંશીય અથવા રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ પણ અહીં પ્રતિબંધિત છે. પરંતુ જાતિના આધારે નહીં. શા માટે? કારણ કે એક વર્ગ તરીકેની અમેરિકન પ્રજાસત્તાકના સ્થાપકો જાતિ અંગે અજાણ હતા. તે હવે ગયા અઠવાડિયે આવેલા સીમાચિહ્નરૂપ કેસને આભારી છે. કેલિફોર્નિયા સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગે સિલિકોન વેલીની મોટી કંપની સિસ્કો કોર્પોરેશન સામે કેસ કર્યો છે.

Read More...
અમેરિકામાં કોર્સ ઓનલાઇન થયા હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવા આદેશ

અમેરિકાએ સોમવારે જણાવ્યું છે કે, જે વિદેશી વિદ્યાર્થીઓના ક્લાસ કોરોનાવાઈરસના રોગચાળાના કારણે સંપૂર્ણપણે ઓનલાઇન થઈ ગયા તેમને અમેરિકામાં રહેવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નોનઇમિગ્રન્ટ F-1 અને M-1 વિદ્યાર્થીઓના કોર્સ ઓનલાઇન થઈ ગયા હોય તો સંપૂર્ણ કોર્સ ઓનલાઇન ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ જ અમેરિકામાં રહી શકશે

Read More...
ગુલામી – બંધનની હારમાળા

તમારા કર્મનું સ્‍વરૂપ-પ્રકાર તમે જે કામ કરો કે પગલાં ભરો તે નથી. કર્મનો અર્થ કૃત્‍ય ‌ક્રિયા શૈલી પરંતુ આ ભૂતકાળના કર્મોનો સમૂહ તમે જે કૃત્‍યો કર્યા તેના કારણે નથી. તે તો તમારા સંકલ્‍પ – ઇરાદા તમારા મગજ થકી છે જેને કર્મ કહે છે.

Read More...

  Sports
શ્રીલંકન પોલીસે વર્લ્ડ કપ 2011ની ફાઈનલની મેચ ફિક્સિંગની તપાસ પડતી મુકી

શ્રીલંકાની ક્રિકેટ ટીમે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારતને જીતવા દેવા માટે ફિક્સિંગ કર્યાના આરોપો પછી તે વિષે તપાસ શરૂ કર્યા પછી મેચ ફિક્સિંગના કોઈ પુરાવા નહીં મળ્યાનું જણાવી ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન પડતું મુક્યાનું ગયા સપ્તાહે (03 જુલાઈ) જણાવ્યું હતું.

Read More...
ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં દરરોજ 20,000 સુધી પ્રેક્ષકોને પ્રવેશ અપાશે

કોરોનાવાઈરસના રોગચાળાના જોખમ વચ્ચે પણ સપ્ટેમ્બરમાં રમાનારી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં દરરોજ 20,000 સુધીની સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ અપાશે એમ ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી. જો કે ફાઈનલ મેચ માટેની સંખ્યા 10,000 સુધીની રહેવાની ધારણા છે.

Read More...
રવિન્દ્ર જાડેજાનું વિઝડન દ્વારા સદીના ભારતના મોસ્ટ વેલ્યુએબલ ક્રિકેટર તરીકે બહુમાન

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું વિઝડને 21મી સદીના ભારતના સૌથી અમૂલ્ય ખેલાડી (એમવીપી) તરીકે બહુમાન કરાયું છે. ટીમમાં જાડેજાનું યોગદાન બૉલ, બેટ અને ફિલ્ડિંગ સાથે પ્રસંશનીય રહ્યું છે. વિઝડને ખેલાડીઓના દેખાવના વિશ્લેષણ માટે ક્રિકવિઝ ટુલનો ઉપયોગ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતના હાઇવે પ્રોજેક્ટ્સમાં ચાઇનીઝ કંપનીઓને કોન્ટ્રાકટ નહીં મળે

ભારત સરકારે ચીન સામેની આર્થિક કાર્યવાહીની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. પહેલાં ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ અને હવે હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી અટકાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી કે ભારતના હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.

Read More...
ટાટા સન્સ પોતાના યુકેના સ્ટીલ બિઝનેસને નાણાંકીય ટેકો આપે તેવી શક્યતા

ટાટા સ્ટીલનો યુકે-નેધરલેન્ડ્સ સ્ટીલ બિઝનેસ નાણાકીય સંકટમાં હોવાથી ટાટા સન્સ તેને લાંબા ગાળાનો નાણાકીય ટેકો આપે તેવી શક્યતા છે. યુકે-નેધરલેન્ડ્સ બિઝનેસ માટે યુકે સરકાર પાસેથી 50 કરોડ પાઉન્ડનું ફંડ માંગવામાં આવ્યું છે પરંતુ સરકાર તેને પાંચમા ભાગથી વધારે સહાય કરે તેમ લાગતું નથી.

Read More...
વોડાફોન આઇડિયાએ 2019-20માં રૂ. 73,878 કરોડની તોતિંગ ખોટ નોંધાવી

ટેલિકોમ વિભાગને બાકી લેણાં ચૂકવવા માટે હવાતિયાં મારી રહેલી વોડાફોન આઇડિયા ચોથા ક્વાર્ટરમાં જંગી ખોટ દર્શાવી છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કોઈ પણ ભારતીય કંપનીએ નોંધાવેલી સૌથી વધુ ₹73,878 કરોડની ચોખ્ખી ખોટ કરી છે.

Read More...
  Entertainment

સોફિયા હયાતે બોલીવુડના કડવા અનુભવો શેર કર્યા

‘બિગ બૉસ-7’ની સ્પર્ધક રહેલી સોફિયા હયાતે પણ નેપોટિઝ્મને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે. એક વાતચીતમાં સોફિયાએ કહ્યું કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ લાંબા સમયથી છે. વિદેશી હોવાના કારણે તેણે મુશ્કેલીઓ સહન કરી છે. બોલીવુડનાં ઘણા મોટા મેકર્સે મને કામ કરવા માટે બોલાવી હતી.
ફિલ્મ ડાયરી ઑફ અ બટરફ્લાઈમાં મને કાસ્ટ પણ કરવામાં આવી. જલદી ઘણા મોટા ફિલ્મ મેકર્સ અને એક્ટર્સે મારા પર ચાન્સ મારવાનો પ્રયત્ન કર્યો. મે ક્યારેય તેમને મને હાથ પણ લગાવવા ના દીધો. સતત ઇન્વાઇટ બાદ પણ વર્કિંગ અવર્સ બાદમાં કોઈને મળવા નથી ગઈ.”
સોફિયાએ જણાવ્યું કે, “તેમની વાત ના માનવા પર મારું કામ બીજી છોકરીઓને આપવામાં આવવા લાગ્યું. ફિલ્મ્સમાંથી મારા સીનને કાપવામાં આવવા લાગ્યા. અનેક ફિલ્મો રોકી દેવામાં આવી. તેઓ દરેક વખતે મને વેચવા અથવા ખરીદવાનો પ્રયત્ન કરતા. ત્યારબાદ મે મારા દેશ જવાનો નિર્ણય કર્યો. હું નેપોટિઝ્મનો શિકાર નહોતી બનવા માંગતી.”

Read More...

વાણી કપૂર અક્ષયકુમારની બેલબોટમ ફિલ્મમાં જોવા મળશે

વોર ફિલ્મ બાદ વાણી કપૂર હવે બેલબોટમ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. વાણી અત્યારસુધી યશરાજ બેનરની જ ફિલ્મ કરતી હતી પણ આવું પહેલીવાર છે કે તે આ બેનર સિવાયના બીજા બેનરની ફિલ્મ કરી રહી છે.
જેકી ભગનાની અને વાસુ ભગનાનીના પ્રોડક્શન હેઠળની આ ફિલ્મને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 80ના દશકમાં સેટ છે. અક્ષય અને વાણીનો એક્સક્લુઝિવ ફોટો પણ ભાસ્કર ટીમને મળ્યો છે. જેકી ભગનાનીએ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, વાણીના કામમાં એક અસર જોવા મળે છે. મને તેનું પરફોર્મન્સ ગમતું આવ્યું છે.

Read More...

મેન્ટલ હેલ્થ વિશે વાત કરવાનો સમય પાકી ગયો છેઃ સુષ્મિતા સેન

અભિનેત્રી સુસ્મિતા સેન કહે છે કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન ખરેખર આઘાતજનક હતું. પરંતુ સમય પાકી ગયો છે કે હવે મેન્ટલ હેલ્થ વિશે વાત કરવામાં આવે. તે વધુમાં કહે છે કે હું ઘણાં સમયથી આ વિષય પર વાત કરવા માગતી હતી. સુશાંત પણ થોડા મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો અને તેની સારવાર લઈ રહ્યો હતો.
જોકે સુસ્મિતાને લાગે છે કે પોતાનું આયખું આ રીતે અકાળે ટૂંકાવી નાખનારા સુશાંત અને તેના જેવા અન્ય ઘણાં લોકો આપણને એવો સંકેત આપી રહ્યાં છે કે અન્યો ઉપર આરોપો મઢવાથી પહેલા આપણે જાતે જ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

Read More...

ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની તોતિંગ કમાણી

સોશિયલ મીડિયા પર એકટિવ રહેતા કલાકારો પોતપોતાની રીતે કમાણી કરી લેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટથી કેટલી કમાણી થતી હશે ? એ વિચાર કોઇને આવ્યો છે ?હોલીવૂડનો એકટર ઇવેન જોનસન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને તગડી કમાણી કરે છે

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store