Vol. 3 No. 207 About   |   Contact   |   Advertise 02nd July 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લેસ્‍ટરમાં કોરોનાના કેસો વધતા ફરી લોકડાઉન

કોરોના કેસોના વિસ્‍ફોટના પગલે લેસ્‍ટરમાં લોકલ લોકડાઉન લાદવું પડ્યું છે અને સરકારે નિયમના કડક પાલન માટે ભંગ કરનારાઓની ધરપકડની પણ ચેતવણી આપી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે સામુદા‌યિક ચેપની સ્‍થિ‌તિમાં દેશભરમાં નિયંત્રણોની ચેતવણી આપી હતી. મેટ હેન્કોકે લોકડાઉન હેઠળના વિસ્‍તારની બિનજરૂરી દુકાનો બંધ કરવા ઉપરાંત શાળાઓ પણ ગુરૂવારથી બંધ કરવાની જાહેરાત કરી હતી.

Read More...
ફ્લોરિડા અને ટેક્સાસમાં કોરોનાના કેસો વધતાં ફરીથી નિયંત્રણો લદાયા

અમેરિકામાં કોરોનાના ચેપના કેસો વધીને 2.5 મિલિયનને પાર થયા છે. ત્યારે ફ્લોરિડા અને ટેક્સાસમાં વિક્રમી કેસો નોંધાતા તાજેતરના સમયમાં ખુલ્લા મૂકાયેલા વેપાર ધંધા ઉપર ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફ્લોરિડામાં શુક્રવારે 9000 કેસો બાદ વધુ 9585 કેસો નોંધાતા ફ્લોિરડા અને ટક્સાસમાં ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

Read More...
અર્થતંત્રને વેગીલું બનાવા બોરિસની ‘મહત્વાકાંક્ષી’ યોજના

કોરોનાવાઈરસના રોગચાળામાં બ્રિટનમાં 43,000 કરતા વધારે લોકોના મોત થયા છે અને લોકડાઉન પગલાંના કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકશાન થયું છે ત્યારે વેસ્ટ મિડલેન્ડ્સમાં ડડલીમાં એક ભાષણમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે 30 તારીખે કોરોનાવાઈરસ કટોકટીમાંથી બ્રિટનને પાછું લાવવા માટે “બિલ્ડ, બિલ્ડ, બિલ્ડ”નું સૂત્ર આપી £5 બિલીયનની ઘરો અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા આર્થિક સધ્ધરતાની ‘મહત્વાકાંક્ષી’ યોજના જાહેર કરી હતી.

Read More...
હિંદુજા બંધુઓમાં ભાગલાથી ભારતીય સમુદાયમાં અજંપો

વિશ્વભરમાં હાલપર્યંત અત્યંત સન્માનજક સામાજિક મોભો ધરાવતા તથા પારિવારિક એક્તાના અનુકરણીય દૃષ્ટાંતરૂપ હિંદુજા પરિવારમાં ભાગલાના અહેવાલોથી ભારતીય સમુદાયમાં આઘાત અને દુઃખની લાગણી પ્રવર્તે છે. હાઈકોર્ટ સમક્ષના કેસમાં જસ્ટીસ શ્રીમતી ફોકે 23મીએ આપેલા ચુકાદામાં ક્લેઈમન્ટ (દાવો કરનાર) તરીકે શ્રીચંદ પરમાનંદ હિંદુજાનું નામ નોંધ્યું હતું.

Read More...
ગ્લાસ્ગોની હોટલ પર હુમલો: 6ને ઇજા, હુમલાખોર ઠાર

ગ્લાસ્ગોની વેસ્ટ જ્યોર્જ સ્ટ્રીટની પાર્ક ઇન હોટલ પર શુક્રવારે તા. 29ના રોજ બપોરે 1-30 કલાકે એક હુમલાખોરે છરા વડે હુમલો કરી પોલીસ અધિકારી, હોટેલના બે રીસેપ્શનીસ્ટ સહિત 6 જણાને ઇજાઓ કરી હતી. ત્રાસવાદી હુમલો કરનારને થોડી મિનિટોમાં સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ ઠાર કર્યો હતો.

Read More...
અમે‌રિકામાં વર્કવીઝા સસ્‍પેન્‍ડ કરાતાં પ.રપ લાખ નોકરીની તકો

અમે‌રિકામાં એચ-૧બી અને એલ-૧ સ‌હિત ‌વિદેશી વર્ક ‌વિઝા કામચલાઉ સસ્‍પેન્‍ડ કરવામાં આવતા પ.રપ લાખ નવી જોબ્સની તકો ઉભી થવાની ધારણા યુએસ વહીવટીતંત્રના ‌સિ‌નિયર અધિકારીએ વ્‍યક્ત કરી છે.પ્રમુખ ટ્રમ્‍પે વર્કવીઝા સંબં‌ધિત જાહેરનામું બહાર પાડ્યા પછી અધિકારીએ જણાવ્‍યું હતું કે, કોરોના મહામારીથી અર્થતંત્રને ફટકો પડતાં સ્‍થા‌નિક લોકો બનતી ઉતાવળે કામ ઉપર પાછા ફરે તે બાબત ઉપર પ્રમુખ ટ્રમ્‍પ ધ્‍યાન આપી રહ્યા છે.

Read More...
બિડેને કાશ્મીર, NRC મુદ્દે ભારતની ટીકા કરીઃ હિન્દુ જૂથોનો વિરોધ

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીનાં સત્તાવાર ઉમેદવાર નિયુક્ત થયેલા જો બિડેને જણાવ્યું હતુ કે ભારત સરકારે કાશ્મીરના તમામ લોકોનાં અધિકારોના પુનઃ સ્થાપન અંગે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે ભારત સરકાર દ્વારા આસામમાં NRCનાં અમલ સામે તેમજ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

Read More...
આહોઆનું આ વર્ષનું કન્વેન્શન વર્ચ્યુઅલ રહેશે

ફ્લોરિડાના કોવિડ-19 પેન્ડેમિક રેગ્યુલેશન્સના પ્રતિભાવ સ્વરૂપે, આહોઆનું 2020નું કન્વેન્શન તથા ટ્રેડ શો સભ્યોની વ્યક્તિગત રૂબરૂ ઉપસ્થિતિના બદલે વર્ચ્યુઅલ રહેશે. આ વર્ષે સમરમાં કોવિડ-19 પેન્ડેમિકના કારણે એક મહત્ત્વની હોસ્પિટાલિટી કોન્ફરન્સ માટે રદ કરવાનું કે તેના ફોર્મેટ ચેન્જનું તાજા ઉદાહરણ છે.

Read More...
ચીનને ખાળવા અમેરિકા એશિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારશે

અમેરિકા અને ચીનની વચ્ચે વધતી તંગદિલી હવે ખતરનાક રૂપ ધારણ કરતી દેખાય રહી છે. ગુરૂવાર, 25 જૂનના રોજ અમેરિકાના સેક્રેટરી ફોર સ્ટેટ માઇક પોમ્પિયોએ જાહેરાત કરી કે અમેરિકા એશિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારવાની તૈયારી કરી રહ્યું છે.

Read More...
ખુશી – આનંદનો સ્રોત

આપણે જેને આતરિક ઇજનેરી કે ઇનર એન્‍જિ‌નિય‌રિંગ તરીકે ઉલ્‍લેખીએ છીએ તેનાં સમસ્‍ત ‌‌વિજ્ઞાન અને ડહાપણનો અર્થ આપણે જીવનમાં જે કાંઇ હાંસલ કરીએ તેના આનંદને જોવા માત્રનો નહીં પરંતુ આપણે જીવનના પાયારૂપે આનંદને નીહાળવાનો છે. શું આપણા જીવનનું એકમાત્ર લક્ષ્‍ય આ છે? ના, આનંદ એકમાત્ર લક્ષ્‍ય નથી. તે આપણા જીવનનો એક સ્‍કવેર છે. જો આમ થાય તો જ અન્‍ય અદ્દભૂત બાબતો થઇ શકે, નહીં તો તમને અસર કરતી તકલીફોના ભયથી તમે સતત જીવતા રહેશો.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
યુનિલિવરે ફેસબુકનો બહિષ્કાર કરતાં ઝકરબર્ગની સંપત્તિમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે ફેસબુકના પ્લેટફોર્મનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ પછી એમાં અન્ય કંપનીઓ પણ જોડાઈ હતી. તેના કારણે ફેસબુકના શેરનું માર્કેટમાં 8.3 ટકાનું ધોવાણ થયું હતું. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં સાત બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

Read More...
ગુજરાતમાં સોનાના ભાવ રૂ. 50 હજારે પહોંચ્યો

ગુજરાતમાં સોનું રૂપિયા 50 હજારને આંબી ગયું છે. એક જ વર્ષમાં રૂપિયા 17 હજારનો વધારો થયો છે. ગત વર્ષે સોનું 33500થી 34000ની વચ્ચે રમતું હતું. ત્યારે આ વર્ષે લોકોને 50 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે.
બુધવારે, 24 જૂને સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો હતો. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઑલટાઇમ હાઇ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

Read More...
ભારતની કો-ઓપરેટીવ બેન્કોને રીઝર્વ બેન્કના સુપરવિઝન હેઠળ લવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે, 24 જૂને કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં કો-ઓપેરેટીવ બેંકને લઈ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત દેશની દરેક સહકારી બેંક ( અર્બન કો-ઓપરેટીવ બેંક હોય કે પછી મલ્ટી સ્ટેટ કો-ઓપેરેટીવ બેંક હોય) રિઝર્વ બેંકના સુપરવિઝન હેઠળ આવશે. અત્યારે દેશમાં ૧૪૮૨ અર્બન કો-ઓપરેટીવ બેંક અને ૫૮ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક છે.

Read More...
  Entertainment

અભિષેક બચ્ચન વેબસિરિઝમાં આવશે

અભિષેક બચ્ચન ટૂંક સમયમાં એક ક્રાઇમ થ્રીલર ‘બ્રિથ: ધન ટુ ધ શેડોઝ’ નામની વેબસિરિઝથી ડિજિટલ ડેબ્યૂ કરવા સજ્જ થઇ ગયો છે. સિરિઝમાં પિતા-પુત્રીની વાર્તા દેખાડવામાં આવી છે. સિરિઝમાં અભિષેકની દીકરી ખોવાઇ જાય છે અને લાચાર પિતા તેને ગોતવા માટે પૂરતા પ્રયાસો કરે છે.
આ સંબધિત તાજેતરમાં તેનું લૂક બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તે પોતાની ખોવાયેલી દીકરીની પરચી લઇને બેઠો. આ સિરિઝનું ટ્રેલર પહેલી જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. અભિષેક સાથે અમિત સાઢ ફરી એક વાર સિનિયર ઇન્સ્પેક્ટરના પાત્રમાં જોવા મળશે.

Read More...

રીયા સેનને બોલ્ડ અને સેક્સીનું લેબલ પસંદ નથી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજ માટે જાણીતી અભિનેત્રી રીયા સેને તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેને બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ મળી નથી. તાજેતરમાં રીયા સેને ઇન્ડસ્ટ્રીમાં બનેલી પોતાની બોલ્ડ ઇમેજ સામે જ વાંધા ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે તે સ્ક્રીન પર ખુદને બોલ્ડ અંદાજમાં જોતી હતી ત્યારે તે વિશ્વાસ નહોતી કરી શકતી. તેને ખુદને બોલ્ડ, સેક્સી કહેવા પર ખૂબ ખરાબ લાગતું હતું.
રીયાએ કહ્યું કે તેના માટેનો તે સમય કેટલો ભયાનક હતો. તાજેતરમાં રીયાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની બોલ્ડ ઇમેજ વિશે ખુલીને વાત કરતાં જણાવ્યું કે, તેને 16 વર્ષની ઉંમરમાં જ બ્રેક મળી ગયો હતો.

Read More...

નવાઝુદ્દીન વતનમાં ખેતી કરી રહ્યો છે

કોરોના વાઇરસને કારણે હાલ ફિલ્મોનું શૂટિંગ બંધ છે. રાજ્ય સરકારે શૂટિંગ માટે શરતી પરવાનગી આપી છે, પણ હાલ આવા માહોલમાં એક્ટર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ રિસ્ક લેવા તૈયાર નથી. નવાઝુદ્દીન સિદ્દિકી આ સમયે વતનમાં ખેતી કરી રહ્યો છે.
મુંબઈથી પોતાના વતન બુધાના પહોંચેલો નવાઝુદ્દીન માટીથી જોડાઇ ગયો છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે, જેમાં તે માથે ગમછો અને હાથમાં પાવડા સાથે નજરે પડે છે. ખેતરમાં કામ પૂરું કર્યા બાદ હાથ-પગ, મોઢું ધોઇ રહ્યો છે.

Read More...

આર્યા વેબ સિરીઝ દ્વારા સુસ્મિતા સેનનું પુનરાગમન

આરએમએફ (રામ માધવાની ફિલ્મ્સ) સાથે હોટસ્ટાર સ્પેશિયલ પર ‘આર્યા’ રિલીઝ થઇ ચૂકી છે. હોટસ્ટાર સ્પેશિયલ વૅબ સિરીઝ ‘આર્યા’એ દર્શકોના હૃદયમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વૅબ સિરીઝ સાથે સુસ્મિતા સેને ડિજિટલ ડેબ્યુ કર્યું છે.છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગથી દૂર રહેલી સુસ્મિતા સેને આ વૅબ સિરીઝ સાથે કમબેક કર્યું છે. આર્યા એક ક્રાઇમ ડ્રામા છે, જેને કુલ નવ એપિસોડ સાથે દેખાડવાનો પ્રયાસ કરાયો છે.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store