UK News | ગ્લાસ્ગોની હોટલ પર હુમલો: 6ને ઇજા– હુમલાખોર ઠાર |
ગ્લાસ્ગોની વેસ્ટ જ્યોર્જ સ્ટ્રીટની પાર્ક ઇન હોટલ પર શુક્રવારે તા. 29ના રોજ બપોરે 1-30 કલાકે એક હુમલાખોરે છરા વડે હુમલો કરી પોલીસ અધિકારી, હોટેલના બે રીસેપ્શનીસ્ટ સહિત 6 જણાને ઇજાઓ કરી હતી. આતંકી હુમલાખોરને થોડી મિનિટોમાં સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ ગોળી મારી ઠાર માર્યો હતો. પોલીસે આ ઘટનાને મોટી ઘટના જાહેર કરી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસ અધિકારી, સીયેરા લીયોનના 17 વર્ષના યુવાન સહિત છ ઘાયલ લોકો હાલ ગ્લાસ્ગો રોયલ ઇન્ફર્મરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઠાર મરાયેલો 28 વર્ષનો શંકાસ્પદ બદરૂદ્દીન અબદલ્લા આદમ મૂળ સુદાનનો વતની હતો. તે પોતે આ હોટાલમાં આઇસોલેશનમાં રહ્યો હતો અને તેની માનસિક હાલત સારી ન હતી તેમ તેના પરિવારજનોએ જણાવ્યું હતું.ઘટના બાદ વાયરલ થયેલા એક વીડિયોમાં નજીકના પેવમેન્ટ પર ઘાયલ પોલીસ અધિકારી અને બીજી વ્યક્તિ વહી રહેલા લોહી સાથે પડ્યા હોવાનું જણાયું હતું. ગ્લાસ્ગોની પાર્ક ઇન હોટલના દાદર પરથી ત્રણ ઇજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવને પગલે શહેરના સીટી સેન્ટર વિસ્તારમાં અડધો માઇલનો કોર્ડન કરી દેવાયો હતો. એક સાક્ષીએ દાવો કર્યો હતો કે હુમલામાં હોટેલનો એક રિસેપ્શનિસ્ટ ઘાયલ થયો હતો.
Read More... |
ધામેચા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ
|
“ધામેચા પરિવાર” દ્વારા મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને ચિ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે રવિવાર તા. ૨૮ જૂન, ૨૦૨૦ના રોજ જલારામ મંદિર ગ્રીનફર્ડ ખાતેથી પૂજ્ય આચાર્ય શ્રી પલકેશભાઇ ત્રિવેદીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કોરોનાવાયરસના કારણે સરકારના નિયંત્રણોને પગલે યોજાયેલી આ કથાનો લાભ માત્ર યુ-ટ્યુબ પર જ 3,000 જેટલા પરિવારો દ્વારા લેવામાં આવ્યો હતો. કથાના પ્રારંભે ધામેચા પરિવારની મહિલાઓએ મંદિર પરિસરમાં પોથીયાત્રામાં ભાગ લીધો હતો અને કથા હોલમાં પરિવારની મહિલાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કથા પૂર્વે ધામેચા પરિવારના શ્રી પ્રદિપભાઇ ધામેચા દ્વારા આચાર્ય શ્રી પુલકેશભાઇ ત્રિવેદી ને પરિવારના સભ્યો દ્વારા ફૂલહાર અને તિલક કરીને સ્વાગત કરાયું હતું. પ્રદિપભાઇ ધામેચાએ ટૂંકા વક્તવ્યમાં પોતાના પિતા ખોડીદાસભાઇ ધામેચા, કાકા મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને ભાણેજ ચિ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલી કથામાં સૌનું સ્વાગત કરી સૌને ઉમળકાભેર ભાગ લેવા અપીલ કરી હતી.
Read More... |
|
international news |
|
કોરોનાથી વિશ્વમાં અત્યાર સુધીમાં 54 લાખથી વધુ તથા અમેરિકામાં 10 લાખ લોકો સ્વસ્થ થયાં
|
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. તેમાંથી 54 લાખ 78 હજાર 719 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 5 લાખ 1 હજાર 719 લોકોના મોત થયા છે. બ્રિટનની સરકારે રવિવારે કહ્યું કે લોકલ લોકડાઉન લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બ્રિટનમાં સંક્રમણના કેસ ફરી વધી ગયા છે. નવા આંકડાઓથી માહિતી મળે છે કે સૌથી વધારે ભારતીય મૂળના લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે સૌથી પહેલા લેસ્ટર સિટીમાં લોકડાઉન લગાવવામા આવશે. પૂર્વ ઇંગ્લેન્ડના આ શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા બે લાખથી વધુ થઇ ગઇ છે.તે હવે 12મો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની ગયો છે. કોલંબિયામાં દર્દીઓની સંખ્યા ચીન કરતા વધી ગઇ છે. અહીં 88 હજાર 591 કેસ નોંધાયા છે. સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમેરિકામાં 24 કલાકમાં 40 હજાર નવા કેસ નોંધાયા છે.
Read More...
|
અમેરિકામાં 2 મિલિયનથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે: CDCનો રિપોર્ટ
|
અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલના જણાવ્યાનુસાર અમેરિકામાં 2 મિલિયનથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. હાલના 24 લાખ કેસની તુલનાએ આ આંકડો લગભગ 10 ગણો છે. જોન હોપકિન્સ યુનિ.ના જણાવ્યાનુસાર અમેરિકામાં 1 દિવસમાં રેકોર્ડ 41 હજાર નવા દર્દી મળ્યા છે અને 2,430 મોત પણ થયાં છે. તેના એક દિવસ અગાઉ 37,077 કેસ આવ્યા હતા.અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 1,24,410 મોત થઇ ચૂક્યાં છે. ન્યુયોર્કમાં 31,301 અને ન્યુજર્સીમાં 14,872 મોત થયાં છે. હવે લગભગ દરેક રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે. કેલિફોર્નિયામાં દર્દીઓ 2 લાખને પાર પહોંચ્યા છે. એરિઝોના, ફ્લોરિડા અને ટેક્સાસમાં 5 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે.
Read More...
|
વિશ્વને ટુંક સમયમાં જ કોરોના વાયરસની વેક્સિન મળી શકે છેઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
|
કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે કે, લોકોને બહુ જલ્દી કોરોના વાઇરસની વેક્સિન મળી શકે છે. અત્યારે સમગ્ર દુનિયામા કોરોના વાઇરસના 1 કરોડ લોકો સંક્રમિત છે અને 5 લાખ લોકોના મૃત્યુ થઈ ગયા છે. WHOના જણાવ્યા અનુસાર, AstraZenaca નામની ફાર્મા કંપનીની કોરોના વાઇરસની રસી ChAdOx1 nCov19 જેને AZD1222 પણ કહેવામા આવે છે, જેનુ પરીક્ષણ છેલ્લા સ્ટેજમા છે.WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સોમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર, AZD1222 નામની રસીનુ માણસોનુ પર પરીક્ષણ છેલ્લા સ્ટેજમા છે અને કોરોનાની વેક્સિન બનાવવામા AstraZeneca ફાર્મા કંપની સૌથી આગળ છે. જેની ટ્રાયલ બ્રિટેન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમા ચાલી રહી છે.
Read More... |
|
|
|
|
|
|
India news |
|
ભારતમાં અત્યાર સુધી 5 લાખ 49 હજાર 197 કોરોના કેસ આવી ચુક્યા છે. જેમાં અડધાથી વધુ એટલે કે 3.21 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, 2.12 લાખની સારવાર ચાલી રહી છે. 16 હજાર 486 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં પ્રતિ 100 ટેસ્ટીંગ પર સરેરાશ 6 દર્દી મળી રહ્યા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -5 દેશમાં ત્રીજા નંબરે છે. 100 ટેસ્ટીંગ પર 45 દર્દી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે. Read More...
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 1.59 લાખ કેસ, 84000થી વધુ લોકો સાજા થયાં
મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે. દિનપ્રતિદિન દરદીઓની તેમ જ મૃતકોની સંખ્યામાં વધારો થાય છે. છતાં મહારાષ્ટ્ર સરકાર કહે છે કે ડરવાની જરૃર નથી. કોરોનાના દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધુ છે. હકીકતમાં લોકડાઉન હળવું કરવાથી આ રોગચાળો વકર્યો છે, એમ ચર્ચાઈ રહ્યું છે. Read More...
આ વર્ષમાં ભારતને અનેક આપત્તિઓનો સામનો કરવો પડ્યો છેઃ મન કી બાતમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની 66મી ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધન કરતાં લદ્દાખ મુદ્દે ચીનને સણસણતો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું કે ભારતની જમીન પર આંખ ઊઠાવીને જોનારાઓને લદ્દાખમાં જડબાતોડ જવાબ મળી ગયો છે.
આ વર્ષે અનેક સમસ્યાઓ આવવાથી આખું વર્ષ ખરાબ ગયું છે તેમ માનવું યોગ્ય નથી. વડાપ્રધાને આ કાર્યક્રમમાં ચોમાસા, કોરોના સંકટ પર પણ વાતો કરી.
Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં 24 કલાકમાં વધુ 624 સાથે કુલ કેસનો આંક 31 હજારને પાર થયો
|
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે અને સતત બીજા દિવસે ૬૦૦થી વધુ કેસ નોંધાવવા સાથે અત્યારસુધીના સર્વોચ્ચ ૬૨૪ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૧ હજારને પાર થઇને ૩૧૩૯૭ થઇ ગયો છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૬૭૮૦ છે, જેમાંથી ૭૧ દર્દી વેન્ટિલેટર પર છે.
Read More...
|
ભારતમાં સૌથી વઘુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાતમાં ટેસ્ટ સૌથી ઓછા થાય છે
|
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે પણ તેનાથી વિરોધાભાસ રીતે કોરોના ટેસ્ટનો ગ્રાફ હજુ પણ નીચે જ છે. ગુજરાતમાં અત્યારસુધી ૩,૬૩,૧૯૮ કોરોના ટેસ્ટ થયા છે, જે કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના ૭ રાજ્યોમાં સૌથી ઓછા છે.તામિલનાડુમાં સૌથી વધુ ૧૦,૭૭,૪૫૪ વ્યક્તિના કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. તામિલનાડુ દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં ૧૦ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Read More...
|
અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો, વધુ 198 લોકો કોરોના સંક્રમિત થયાં
|
અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 198 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે અથવા ઘેરબેઠાં સારવાર ચાલુ કરી છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ 13 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થઇ ગયેલાં 170 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
Read More...
|
સુરતમાં 28 દિવસમાં ખાનગી અને હોમ ટ્રીટમેન્ટના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી
|
સુરત સિવિલમાં બનાવાયેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી સાથે ઓછી તકલીફવાળા કોરોના દર્દીઓમાં ઘરે સારવાર લેવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અનલોક-1 બાદ દેશભરમાં ઘરે સારવારની શરૂઆત કરવામાં આવી છે.
Read More...
|
|
|