UK News |
BAME આઇટી વર્કર્સ સારા હોવા છતાં ટોચ પર જવાની સંભાવના ઓછી છે |
શ્વેત લોકોની સરખામણીએ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં BAME આઇટી વર્કર્સની ટોચ પર જવાની સંભાવના ઓછી છે એમ BCS, ધ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઇટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. BAME આઇટી નિષ્ણાતોમાંના ફક્ત 9% લોકો જ ડિરેક્ટર હતા. 43% શ્વેત કાર્યકરોની તુલનામાં માત્ર 32 ટકા BAME વર્કર્સે પોતાને મેનેજર અથવા સુપરવાઇઝર તરીકે વર્ણવ્યા હતા.ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટાનો ઉપયોગ કરીને કર્મચારીઓના વલણોનું વિશ્લેષણ કરી બીસીએસના 2020 વિવિધતા અહેવાલમાં જણાવાયું હતું કે આઇટીમાં BAME વર્કર્સની એકંદર ટકાવારી પ્રમાણમાં ઉંચી છે. શ્વેત વંશીય જૂથોના 66% એટલે કે દર દસમાંથી સાત કરતા ઓછા લોકો પાસે ડીગ્રી કે HE લેવલની લાયકાત હતી.
Read More... |
20,000 જેટલી નોકરીઓના કાપની એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશનની ચેતવણી
|
બ્રિટનના હવાઇમથકો પર કામ કરતા 20,000 લોકોની નોકરીઓ કોરોનાવાયરસ કટોકટી પછી જઇ શકે છે એવી ચેતવણી 50૦થી વધુ એરપોર્ટનું પ્રતિનિધિત્વ કરતા એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશન (AOA) દ્વારા આપવામાં આવી છે. યુકેના એરપોર્ટ્સ પર ભાવિ મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થવાની અપેક્ષા છે.
Read More... |
રોયલ મેઇલ 2,000 મેનેજરને છૂટા કરશે
|
કોવિડ-19 કટોકટીના કારણે રોયલ મેઈલ ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપે 2,000 જેટલા મેનેજમેન્ટ રોલ પર કટ મૂકનાર છે જેને કારણે કંપનીના દર પાંચમાંથી એક મેનેજરની નોકરી જશે. જો કે આ કાપમાં ડિલિવરી સ્ટાફનો સમાવેશ થતો નથી.
Read More...
|
ધામેચા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
|
“ધામેચા પરિવાર” દ્વારા મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયતીંભાઈ ધામેચા અને મુ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે આગામી રવિવાર તા. ૨૮ જૂન, ૨૦૨૦થી તા. ૪ જુલાઈ, ૨૦૨૦ દરમિયાન રોજ બપોરે ૧થી ૪ દરમિયાન પૂજ્ય પુલકેશ ત્રિવેદીના શ્રીમખે શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Read More...
|
|
international news |
|
વિશ્વમાં કોરોના વાઈરસના 97.31 લાખ કેસ, 4.92 લાખ લોકોના મોત
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 97.31 લાખ કેસ નોંધાયા છે. 4.92 લાખ લોકોના મોત થયા છે. 52.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર પહોંચી ગઈ છે. અહીં 8 હજારથી વધારે લોકોના મોત થયા છે.
જ્યારે 61% લોકો એટલે કે 3 લાખ 75 હજાર 164 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 25 લાખ 4 હજાર કેસ નોંધાયા છે. 1 લાખ 26 હજાર 785 લોકોના મોત થયા છે. 10.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
Read More...
|
કોરોનાના કેસ એક કરોડથી વધારે થશે તો ઓક્સિજન સુવિધાની તંગી થશેઃ WHOની ચેતવણી
|
વિશ્વમાં કોરોના પોઝીટીવ કેસમાં થઈ ૨હેલા સતત વધારા અને અનેક દેશોમાં કોરોનાના બીજા હુમલાના પણ સંકેત છે તે વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જો કોરોનાનો આંક એક કરોડથી આગળ વધશે તો વિશ્વના અનેક દેશોમાં ઓક્સિજન સુવિધાની મોટી તંગી થશે અને તેના કા૨ણે વ્યાપકપણે મૃત્યુ થવાનો ભય છે.
Read More...
|
અમેરિકામાં કોવિડના નામે લાખો ડોલરનું ફ્રોડ : ભારતીય ડોકટર સામે કેસ
|
હેલ્થકેર છેતરપીંડી કેસમાં પકડાયેલા ભારતીય મૂળના આંખોના ડોકટર સામે ફરીથી સરકારની સાથે છેતરપીંડી કર્યાનો કેસ નોંધાયો હતો. આ વખતે એણે કોવિડ-19ના ભોગ બનેલા નાના વેપારીઓને મદદ કરવાના બહાને બનાવટી કાગળો કરી સરકારી ગેરન્ટીની 630000 ડોલરની લોન લીધી હતી.
Read More... |
|