Vol. 3 No. 206 About   |   Contact   |   Advertise 25th June 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુકેમાં લૉકડાઉનમાં વ્યાપક રાહતો

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે મંગળવારે તા. 23ના રોજ લૉકડાઉનમાં વ્યાપક રાહતો આપી હતી. નવા નિયમો મુજબ તા. 4 જુલાઈથી લોકો એકબીજાના ઘરે જઇ શકશે અને ઓવરનાઇટ રહી શકશે. તા. 4 જુલાઇથી સિનેમાઘરો, સંગ્રહાલયો, આર્ટ ગેલેરીઝ સહિતના ઇન્ડોર સ્થળો, પબ, હેરડ્રેસર્સ, રેસ્ટૉરન્ટ્સ, કાફે, બાર્સ, પબ્સ, હોટલો, બેડ એન્ડ બ્રેકફાસ્ટ, હોલીડે હોમ્સ, કેમ્પસાઇટ્સ અને કેરેવાન પાર્ક, ધર્મસ્થાનો, પુસ્તકાલયો, સમુદાય કેન્દ્રો, કેન્ટીન, બિન્ગો હોલ, થિયેટરો અને કોન્સર્ટ હોલ, બાર્બર અને સલુન્સ, આઉટડોર રમતનાં મેદાનો, આઉટડોર જીમ, ફનફેર, થીમ પાર્ક અને એડવેન્ચર પાર્ક્સ અને પ્રવૃત્તિઓ, એમ્યુઝમેન્ટ આર્કેડ્સ, ઇન્ડોર લીઝર સેન્ટર્સ અને ઇન્ડોર ગેમિંગ સહિતની સુવિધાઓ, સોશ્યલ ક્લબ, મોડેલ વિલેજ, માછલીઘર, ઝૂ અને સફારી પાર્ક્સ તથા વન્યપ્રાણી કેન્દ્રો ખોલવા દેવાશે.

Read More...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 142 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર નીકળી નહીં

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે મંગળવાર, 23 જૂનના રોજ અષાઢી બીજના દિવસે કોરોનાકાળામાં નગરચર્યાએ નિકળી શકી નહીં અને સરકાર તેમજ મંદિર વહીવટી કમિટી દ્વારા લંબાણપૂર્વકની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ મંદિર પ્રાંગણમાં જ રથોને ફેરવવામાં આવ્યા હતા. દોઢ સૈકામાં પ્રથમ વખત ભગવાનના રથ મંદિરની બહાર નીકળી શક્યા નહતા.

Read More...
બ્લેક લાઇવ્સ મેટર: કામના સ્થળે રેસીઝમ દૂર કરવામાં થોડીક સફળતા

એક અધ્યયન સૂચવે છે કે વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડમાંના મોટાભાગના લોકોને શારીરિક મજૂરીમાં રોજગારી મળવાની સંભાવના હજુ પણ વધારે છે,અથવા જોબ જ મળતી નથી.
બ્રિસ્ટોલ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને નેશનલ સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચની ટીમે કરેલા સંશોધનમાં જણાયું હતું કે 1970ના દાયકાની તુલનામાં લઘુમતીઓની રોજગાર સંભાવનામાં સુધારો થયો હતો જો કે તેઓ શ્વેત બહુમતીથી પાછળ રહ્યા હતા.

Read More...
રેડીંગમાં ત્રાસવાદી હુમલો, ત્રણના મોત

કોવિડ-19ના કાળા કહેરમાંથી દેશ જેમ તેમ મુક્ત થવાની કોશિષ કરી રહ્યો છે ત્યારે મુળ લિબિયાના શરણાર્થી ખૈરી સદ્દલ્લાહ નામના 25 વર્ષીય યુવાને રેડિંગના ફોર્બરી ગાર્ડન્સમાં શનિવારે તા. 20ની સાંજે 7 વાગ્યે છરાબાજી કરી ત્રણ લોકોની હત્યા કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. ખૈરી ગયા વર્ષના મધ્યથી બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઇ-5ના રડાર પર હતો અને ગયા વર્ષે તપાસ કરવામાં આવી ત્યારે કોઈ ગંભીર જોખમની ઓળખ થઈ ન હતી. સાક્ષીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે હુમલા પહેલા કોઇક “અગમ્ય શબ્દો” બોલ્યા હતા અને જૂથમાં રહેલા ઘણા લોકોને ચાકુ માર્યા હતા.

Read More...
પ્રમુખ ટ્રમ્‍પે એચ-૧-બી અને બીજા વર્ક વીઝા કામચલાઉ સસ્‍પેન્‍ડ કર્યા

પ્રેસિડેન્ટ ટ્રમ્‍પે એચ-૧બી વીઝાને લાયકાત આધા‌રિત સીસ્ટમની દિશામાં લઇ જવાના આશય સાથેના સુધારા માટે વહીવટીતંત્રને આદેશ આપ્‍યો છે. વ્‍હાઇટ હાઉસના અધિકારીઓએ, એચ-૧બી અને બીજા વર્ક વીઝા ડિસેમ્‍બર સુધી સસ્‍પેન્‍ડ કરવાના પ્રમુખના જાહેરનામા બાદ જણાવ્‍યું હતું કે, લાયકાત આધા‌રિત ઇમિગ્રેશન પધ્‍ધ‌તિની દિશામાં આગળ વધવાની શરૂઆત થઇ છે.

Read More...
અમે‌રિકામાં વંદેભારત મિશનની ફલાઇટ્સ ઉપર નિયંત્રણો

અમે‌રિકન વહીવટીતંત્રે વંદે ભારત મિશનની સ્‍વદેશગમન ફલાઇટો પર નિયંત્રણો લાદતા જણાવ્‍યું છે કે ભારત સરકારે અમે‌રિકન એરલાઇન્‍સને આવા જ ઉડ્ડયનો હાથ ધરતાં અટકાવવાનો ભેદભાવભર્યો વ્‍યવહાર કર્યો છે. યુએસ ટ્રાન્‍સપોર્ટ વિભાગનો આદેશ ૩૦ દિવસ પછી અમલમાં આવશે. આદેશમાં જણાવાયું હતું કે, અમેરિકાની એરલાઇન્‍સ સાથેના નિયંત્રણાત્‍મક અને ભેદભાવપૂર્ણ વ્‍યવહાર અંગે ૧૯મી મેએ રજૂઆત કરાઇ હતી પરંતુ ભારતીય સત્તાવાળાઓએ અમે‌રિકાની ચિંતા ધ્‍યાનમાં લીધી ન હતી.

Read More...
સાચું મેનેજમેન્‍ટ

તમે જગતમાં પગરવ માંડો છો ત્‍યારે ઘણી બધી ગંદકી, મ‌લિનતા, ઘણો બધો ભ્રષ્ટાચાર અને ચારે બાજુ ઘણું બધું ગાંડપણ કે મૂર્ખામીભર્યું થતું રહેતું હોય છે. જગતમાં એવા પણ કેટલાક લોકો હોય છે જેમને આવી ગંદકી, મ‌લિનતાની સૂગ કે ચીડ હોય છે. આવા લોકો ‌હિમાલય પહોંચી જતા હોય છે. આવા લોકોને બધું જ ચોખ્‍ખું અને શુદ્ઘ જોઇતું હોય છે પરંતુ એવું થઇ શકતું નથી કારણ કે જગતની ગંદકી કે મ‌લિનતા એક યા બીજી રીતે આપણા મગજમાં ઘૂસી ગઇ હોય છે.

Read More...

  Sports
મેચ ફિક્સિંગના 50માંથી મોટાભાગના કેસમાં ઈન્ડિયા કનેક્શન

ભારતીય ક્રિકેટમાં ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના મૂળ બહુ ઊંડા હોવાનું આઈસીસી માને છે. ક્રિકેટની આ વિશ્વ સંસ્થા લગભગ 50 ફિક્સિંગના કેસોની તપાસ કરાવી રહ્યું છે, તેમાંથી મોટાભાગના કેસ કોઈક ને કોઈક રીતે ભારત સાથે સંકળાયેલા છે.તો ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના હેડ, અજિત સિંહનું કહેવું છે કે દર વર્ષે સટ્ટાબાજીથી 40 હજાર કરોડ રૂપિયાની ગેરકાયદે આવક થાય છે.

Read More...
2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ફિક્સિંગની તપાસનો શ્રીલંકા સરકારનો આદેશ

2011ના વર્લ્ડ કપ ક્રિકેટની ભારત અને શ્રીલંકાની વચ્ચેની ફાઈનલ ફિક્સ થઈ હોવાના શ્રીલંકાના ભૂતપૂર્વ રમતગમત પ્રધાન મહિદાનંદ અલુધગામગેએ આક્ષેપો કર્યા પછી એ વિષે તપાસનો શ્રીલંકા સરકારે આદેશ આપ્યો છે. હાલના રમત ગમત પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ શુક્રવારે (19 જુન) તપાસનો આ આદેશ આપ્યો હતો.

Read More...
પાકિસ્તાન, બંગલાદેશનાં 3 ક્રિકેટર્સ કોરોના પોઝિટિવ

બંગલાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા તથા બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. પાકિસ્તાનના પણ ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ જણાયો હતો. આફ્રિદી થોડા દિવસથી બિમાર હતો. શુક્રવારે તેનો કોવિડ રીપોર્ટ કરાયો હતો, જેમાં તે પોઝિટિવ જણાયો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ દેવામુક્તઃ મુકેશ અંબાણી

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે, 19 જૂને જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું.

Read More...
ટાટા જૂથના ઇતિહાસમાં પ્રથમ વાર કર્મચારીઓના પગારમાં કાપ મુકાયો

ટાટા સન્સે ખર્ચ ઘટાડવા કર્મચારીઓના પગારમાં ઘટાડો શરૂ કર્યો છે. એક અહેવાલ અનુસાર, કોરોના વાયરસની મહામરી ફાટી નીકળતા ટાટા સન્સના બિઝનેસને અસર થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સ અને ટાટા ગ્રુપ કંપનીઓના વરિષ્ઠ કર્મચારીઓ, વાઇસ-પ્રેસિડન્ટ સ્તર અને તેથી ઉપરના પગારમાં 15 થી 20 ટકાનો કાપ મૂક્વાનું શરૂ કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટાટા જૂથ ખર્ચને પહોંચી વળવા માટે પગલાં લેશે.

Read More...
કોરોનાના કારણે ગ્રાહકોમાં બ્રાન્ડેડ અનાજ, ખાદ્ય પદાર્થો તરફનો ઝોક વધ્યો

કોરોનાના ભયને કારણે ગ્રાહકોમાં બ્રાન્ડેડ ઘઉં, ચોખા, લોટ અને તેલ તથા હોમ કુકીંગનો ટ્રેન્ડ વધતો જોવા મળ્યો છે, જેને કારણે આઇટીસી, અદાણી, કારગિલ, કેપિટલ ફુડ્સ સહિતની બ્રાન્ડેડ કોમોડિટીના વેચાણમાં વધારો નોંધાયો છે. કોવિડ-૧૯ને કારણે આરોગ્ય અને સ્વચ્છતા અંગે વધી રહેલી જાગૃતિથી પેકેજ્ડ પ્રોડક્ટ્સ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

Read More...
  Entertainment

સુશાંતસિંહના આપઘાત પછી બોલીવુડના પરિવારવાદનો મુદ્દો ફરી ચર્ચામાં

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો હવે દેશભરમાં ગરમાઇ રહ્યો છે. સુશાંત સિંહના વતન પટણામાં લોકપ્રિય અભિનેતાના આ પગલાને લઇને લોકોમાં રોષ ઉભરી આવ્યો છે. જેને લઇને કેટલાક લોકોએ સલમાન ખાન, શાહરુખ ખાન અને કરણ જોહર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતા નારેબાજી કરી હતી. કેટલીક સ્થાનો પર કલાકારોના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવૂડમાં વધી રહેલો પરિવારવાદનો મુદ્દો ખુલ્લો પડ્યો છે. અહીં નવા અને બહારના કલાકારો સાથે ખરાબ વર્તનને લઇને દિગ્ગજ કલાકારોની દેશભરમાં ટીકા થઇ રહી છે. સુશાંતના નિધનથી હરકોઇના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે અભિનેતાએ આત્મહત્યા કેમ કરી. સુશાંત સિંહના ચાહકોથી લઇને બોલીવૂડની કેટલીક હસ્તીઓ તેમજ રાજનેતાઓ પણ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુશાંતના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ હતું.

Read More...

બીગ બીએ પિતાની કવિતા શેર કરી

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. બોલિવૂડમાં તેમને જે સફળતા મળી, કોઈ બીજા કલાકારને આવી નથી મળી. છેલ્લા 50 વર્ષથી ફિલ્મી પડદે દર્શકોના દિલો પર એક ચક્રી સામ્રાજ્ય જમાવનાર અમિતાભ બચ્ચનના પ્રશંસકો તમને દુનિયાના દરેક ખુણે મળી જશે. જો કે સોશિયલ મીડિયા પર બીગ બીએ જાતે જ એક વાત શેર કરી કહ્યુ છે કે મને મશહૂર હોવાનો કોઇ શોખ નથી. અમિતાભે તેના ટ્વીટ પર આ વાત રજૂ કરી હતી.
અમિતાભજીએ પ્રશંસકો સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છેHRB આ પંક્તિઓ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની છે. અમિતાભ હંમેશા તેમના પિતાની કવિતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ વખતે પણ તેમણે પિતાની આ કવિતાઓ શેર કરી છે.

Read More...

રીની બાર્ગ હાલ બ્રાડ પિટ સાથે ડેટ કરી રહી છે

હોલીવુડનો ટોચનો અભિનેતા બ્રાડ પિટ એન્જેલિના જોલી, જે‌નિફર એનિસ્ટન અને ગ્વેન્થ પેલ્ટ્રોવ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. રીની બાર્ગ હાલમાં હોલીવુડની મોસ્ટ ડીઝાયરેબલ વુમન ગણાય છે. એમ સંભળાયું હતું કે એ ટોમ ક્રુઝ સાતે રિલેશનશિપમાં હતી. જો કે એ વાતને બે વરસ થઇ ચૂક્યા છે.
હવે બ્રાડ પિટ્ટ સાથે રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઉફાન પર છે. બ્રાડ પિટ્ટ ૫૬નો છે અને રીની માત્ર ૩૩ વરસની છે. બ્રાડ પિટ્ટનું નામ અગાઉ એન્જેલિના જોલી, જેનિફર એનિસ્ટન અને ગ્વેન્થ પેલ્ટ્રોવ સાથે સંકલાયું છે. અને એ તબક્કે કોઇ પણ પાર્ટીએ આ સંબંધની ચર્ચાનો વિરોધ પણ નદતો કર્યો.

Read More...

કંગનાએ જાવેદ અખ્તર પર આક્ષેપ કર્યો

સુશાંતના અવસાન પછી અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓની પોલ છતી કરી હતી. કંગનાએ હવે ફરીવાર મોટા ખુલાસા કર્યા છે.કંગનાએ કહ્યું કે, મારો એક સમય એવો હતો જ્યારે આવા દબાણમાંથી પસાર થવું પડતું હતું.
એકવાર જાવેદ અખ્તરે મને તેના ઘરે બોલાવી અને કહ્યું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ખૂબ મોટા લોકો છે. જો તું તેમની પાસે માફી માંગીશ નહીં, તો પછી તારે ખુબ મોટો લોસ થશે. તેઓ તને જેલમાં ધકેલી દેશે

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store