UK News | રેડીંગમાં આતંકવાદી હુમલો : ત્રણના મોત |
કોવિડ-19ના કાળા કહેરમાંથી દેશ જેમ તેમ મુક્ત થવાની કોશિષ કરી રહ્યો છે ત્યારે મુળ લિબિયાના શરણાર્થી ખૈરી સદ્દલ્લાહ નામના 25 વર્ષીય યુવાને રેડિંગના ફોર્બરી ગાર્ડન્સમાં શનિવારે તા. 20ની સાંજે 7 વાગ્યે છરાબાજી કરી ત્રણ લોકોની હત્યા કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. ખૈરી ગયા વર્ષના મધ્યથી બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઇ-5ના રડાર પર હતો અને ગયા વર્ષે તપાસ કરવામાં આવી ત્યારે કોઈ ગંભીર જોખમની ઓળખ થઈ ન હતી. સાક્ષીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે હુમલા પહેલા કોઇક “અગમ્ય શબ્દો” બોલ્યા હતા અને જૂથમાં રહેલા ઘણા લોકોને ચાકુ માર્યા હતા.
Read More... |
કોમનવેલ્થ ખાતે કટોકટી
|
કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને આપોઆપ બીજી ટર્મ મેળવતાં અટકાવવાની કોશિશ કરવા બદલ બ્રિટનના વરિષ્ઠ સંસદસભ્યોએ યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર ‘કોલોનિયલિઝમ અને બીજા સામ્રાજ્યના એજન્ડાને આગળ વધારવાનો’ આરોપ લગાવ્યો છે. ગરવી ગુજરાતે જોયેલા ગુપ્ત દસ્તાવેજો દર્શાવે છે
Read More... |
બ્લેક લાઇવ્સ મેટર: કામના સ્થળે રેસીઝમમાં મળેલી થોડીક સફળતા
|
એક અધ્યયન સૂચવે છે કે વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડમાંના મોટાભાગના લોકોને શારીરિક મજૂરીમાં રોજગારી મળવાની સંભાવના હજુ પણ વધારે છે,અથવા જોબ જ મળતી નથી.
બ્રિસ્ટોલ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને નેશનલ સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચની ટીમે કરેલા સંશોધનમાં જણાયું હતું કે 1970ના દાયકાની તુલનામાં લઘુમતીઓની રોજગાર સંભાવનામાં સુધારો થયો હતો જો કે તેઓ શ્વેત બહુમતીથી પાછળ રહ્યા હતા.
Read More...
|
કોવિડ-19ની BAME યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર
|
એનએચએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ઑનલાઇન મેન્ટલ હેલ્થ સપોર્ટના ડેટા મુજબ 18 વર્ષથી ઓછી વયના અશ્વેત લોકોમાં ચિંતા અને જાતે જ પોતાની જાતને નુકશાન પહોંચાડવાના દરમાં મોટો વધારો થયો છે. શ્યામ, એશિયન અને વંશીય લઘુમતી વારસાના બાળકોને તેમના શ્વેત સાથીદારો કરતા પણ કોવિડ-19 રોગચાળાને પરિણામે માનસિક સ્વાસ્થ્યને ખૂબ વધુ નુકસાન થયું છે.
Read More...
|
|
international news |
|
એક જ દિવસમાં દુનિયામાં કોરોનાના નવા 1,83,000 કેસ નોંધાયા: WHO
|
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના એક જ દિવસમાં દુનિયામાં સૌથી વધારે 1,83,000 કેસ નોંધાયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. બ્રાઝિલમાં સૌથી વધારે 54,771 કેસ, અમેરિકામાં 36,617 કેસ અને ભારતમાં 15,400 કેસ નોંધાયા હતા. રશિયામાં પણ 7600 નવા કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દરરોજ 4,743 જણાના મોત થવા સાથે મૃત્યુનો કુલ આંક 4,61,715 થયો છે.
Read More...
|
આ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશી લોકોને હજ યાત્રા કરવાની મંજૂરી નહીં મળે
|
કોરોના રોગચાળા વચ્ચે આ વર્ષે સાઉદી અરેબિયામાં હજ યાત્રા નીકળશે, પરંતુ તેના નિયમો બદલવામાં આવ્યા છે. આ વખતે ફક્ત સાઉદીમાં રહેતા લોકો જ મુસાફરી કરી શકશે. વિદેશી લોકોને હજયાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે મર્યાદિત સંખ્યામાં લોકોને હજ કરવાની છૂટ આપવામાં આવશે. ગયા વર્ષે આશરે 25 લાખ લોકોએ હજયાત્રા કરી હતી.
Read More...
|
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિસાની સાથે અન્ય કેટલાક વર્ક વિસા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો
|
અમેરિકામાં કામ કરવા માગતા ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે એચ1-બી વિસાની સાથે અન્ય કેટલાક વર્ક વિસા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી માન્ય રહેશે.
પ્રાપ્તા માહિતી મુજબ, અમેરિકાની ટ્રમ્પ સરકારે એચ1-બી, એલ-1 અને અન્ય અસ્થાયી વર્ક વિસા સસ્પેન્ડ કરી દીધા છે. એટલે જ આઈટી પ્રોફેશનલ્સના એચ1-બી વિસા એપ્રિલ લોટરીમાં અપ્રૂવ થઈ ગયા હતા
Read More... |
|
|
|
|
|
|
India news |
|
ભારતમાં દરરોજ લગભગ કોરોના વાયરસના 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દશમાં કોરોના વાયરસના 14,933 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી આ જીવલેણ વાયરસને કારણે 14 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,40,215 થઈ ગઈ છે.
Read More...
પીએમ કેર ફંડમાંથી 50 હજાર વેન્ટિલેટર તૈયાર કરાશેઃ 2000 કરોડ રૂપિયાની સહાય જાહેર
કોરોના વાઇરસની મહામારીને જોતા બનાવવામા આવેલા પીએમ કેર ફંડમાથી સરકારે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંગળવારના રોજ સરકારે જાહેર કરેલા નિવેદનમા જણાવ્યુ કે, આ 2000 કરોડ રૂપિયાથી મેડ ઇન ઇન્ડિયાના વેન્ટિલેટર ખરીદવામા આવશે. Read More...
કોરોનાની મહામારી વચ્ચે નિયંત્રણો સાથે જગન્નાથપુરીની રથયાત્રાનો પ્રારંભ
ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પણ આ વખતે અનેક નિયંત્રણો અને કરફયુ વચ્ચે યાત્રાનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
Read More...
યોગગુરુ બાબા રામદેવની ‘પતંજલિ’એ કોરોનાની દવા ‘દિવ્ય કોરોનિલ ટેબ્લેટ’ લોન્ચ કરી
દેશ વિદેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ત્રણ ભારતીય કંપનીઓ મહામારીની દવા લાવી રહી છે. સરકારે તેમને મંજુરી પણ આપી દીધી છે. પરંતુ હવે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ સંસ્થાને જાહેર કર્યું છે કે તેવો કોરોનાને ભુક્કો બોલાવવા પ્રથમ આયુર્વેદિક દવા વિકસાવી લીધી છે.
Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં વધુ 563 સહિત કુલ કેસનો આંક હવે 27880 થયો
|
ગુજરાતમાં સતત 10માં દિવસે 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 563 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે 27880 થઇ ગયો છે. આ પૈકી એક્ટિવ કેસ 6278 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 21 સાથે કોરોનાથી હવે કુલ મૃત્યુઆંક 1684 થઇ ગયો છે. ગુજરાતમાં જૂનના 22 દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક 11067 થયો છે.
Read More...
|
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપઃ નવા 314 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 19151 થઈ
|
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં નવા 314 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હૉસ્પિટલોમાં મૃત્યુ થયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તાર સહિત કુલ દર્દીઓની સંખ્યા 19151ની થઈ ગઈ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3548ના આંકડાને આંબી ગયો છે. બીજી તરફ સાજા થયેલા 401 લોકોને જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
Read More...
|
અમદાવાદ રથયાત્રાઃ રથ મંદિર પરસરમાં ફર્યાંઃ મુખ્યપ્રધાન રૂપાણીએ પહિન્દ વિધિ કરી
|
મંજુરી માટે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી
અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે કોરોનાકાળામાં નગરચર્યાએ નહીં નિકળી શકે અને સરકાર તેમજ મંદિર વહીવટી કમિટી દ્વારા લંબાણપૂર્વકની બેઠક બાદ મંદિર પ્રાંગણમાં જ રથોને ફેરવવામાં આવ્યા હતા.હજુ પણ રથ મંદર પટાંગણમાં જ છે. દોઢ સૈકામાં પ્રથમ વખત ભગવાનના રથ મંદિરની બહાર નિકળી શક્યા નહતા.
Read More...
|
|
|