Vol. 1 No. 37 About   |   Contact   |   Advertise 22nd June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
લેસ્ટરમાં ગાંધી પ્રતિમા સલામત છે: સિટી મેયરની ખાતરી

બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અને લંડનના વેસ્ટમિન્સ્ટર સ્થિત ગાંધી પ્રતિમા સાથે કરાયેલા દુર્વ્યવહાર બાદ બ્રિટનમાં રહેતા ભારતીયોમાં ફેલાયેલા વ્યાપક આક્રોશ અને પ્રતિકારરૂપે CHANGE.ORG પર શરૂ કરવામાં આવેલી પીટીશનને સાંપડેલા સજ્જડ પ્રતિસાદ બાદ લેસ્ટર સીટી મેયર સર પીટર સૉલસ્બીએ આ પ્રતિમા સલામત રહેશે અને તેને નીચે ઉતારવામાં આવશે નહિં તેવી ખાતરી આપી છે. સર પીટરે જણાવ્યું હતું કે ‘’ગાંધીજીની પ્રતિમાને નીચે ઉતારી લેવાની મારી કોઈ ઇચ્છા નહોતી, મેં આ વિષે કદી વિચાર્યું પણ નથી કે અમારી પાસે તેમ કરવાની કોઇ સત્તા પણ નથી કારણ કે આ પ્રતિમાનુ અનાવરણ, તે માટેનો ખર્ચો વગેરે સ્થાનિક સમુદાય – સમન્વય પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ આપણા બધા માટે અને ભારતમાં ખૂબ પ્રેરણાદાયી નેતા હતા, જેમણે વિશ્વને અહિંસા માટે પ્રેરણા આપી હતી.”
Read More...
કોવિડ-19 કટોકટી દરમિયાન ડોમેસ્ટીક એબ્યુઝ માટે મદદ મળી શકે છે
ડોમેસ્ટીક એબ્યુઝ પીડિતોને એ યાદ રાખવા વિનંતી કરવામાં આવી છે કે કોવિડ-19 કટોકટી દરમિયાન તેમના અને તેમના બાળકો માટે મદદ ઉપલબ્ધ છે. સરકારના નવા અભિયાન #YouAreNot Aloneમાં આ સંદેશને મહત્વ આપવામાં આવી રહ્યું છે. પીડિતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો, તેઓ રોગચાળા દરમિયાન મદદ મેળવવા માટે ઘરેથી બહાર નીકળી શકે છે. ભોગ બનેલા લોકોને જો તાત્કાલિક કોઈ જોખમ લાગે તો તેમને 999 પર કૉલ કરવાની સલાહ આપવામાં આવે છે અને પોલીસ તેમને તાત્કાલિક મદદ કરશે.
Read More...
રેસીઝમ ઉંચા કોવિડ-19 વંશીય જોખમો પાછળનું પરિબળ હોઈ શકે છે: રિપોર્ટ
રેસીઝમ, ભેદભાવ અને સામાજિક અસમાનતા બ્રિટનના શ્યામ, એશિયન અને લઘુમતી (BAME) પરના કોરોનાવાયરસના અપ્રમાણસર પ્રભાવ પાછળના પરિબળો હોઈ શકે છે એમ યુકે સરકાર દ્વારા પ્રકાશિત થનાર પણ લીક થઇ ગયેલા અહેવાલમાં જણાયું છે. ઐતિહાસિક જાતિવાદનો અર્થ એ થઈ શકે છે કે લોકો ઓછી માત્રામાં સારવાર લઇ શકે અથવા અથવા વધુ સારા રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) માંગે છે.“BAME સમુદાયો પર COVID-19ના અસમાન પ્રભાવને સામાજિક અને આર્થિક અસમાનતા, રેસીઝમ, ભેદભાવ, ઓક્યુપેશનલ રીસ્ક અને રોગની તીવ્રતામાં વધારો કરતી પરિસ્થિતિઓ ડાયાબિટીઝ, હાયપરટેન્શન, સ્થુળતા અને અસ્થમા જેવા અનેક પરિબળો દ્વારા સમજાવી શકાય છે એમ ડ્રાફ્ટ રીપોર્ટમાં જણાવાયું હતું.
Read More...

  international news
વિશ્વમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 4,70,665 લોકોના મોત
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 665 લોકોના મોત થઈ ચુક્યા છે. સંક્રમિતોનો આંકડો 90 લાખ 44 હજાર 581 થયો છે. અત્યાર સુધીમાં 48 લાખ 37 હજાર 952 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ચિલીમાં સંક્રમણના કેસ ઈટલીથી વધુ થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 2.42 લાખ થઈ છે, જ્યારે ઈટલીમાં 2.38 લાખ દર્દીઓ છે. બીજા તરફ પાકિસ્તાનમાં 1.81 લાખ કેસ થયા છે.
Read More...

યુરોપિયન પાર્લામેન્ટે તમામ પ્રકારનું રેસિઝમ વખોડ્યું
યુરોપિયન પાર્લામેન્ટે એક ઠરાવ પસાર કરી આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના પોલીસ અટકાયત દરમિયાન મૃત્યુ અને તમામ પ્રકારના રેસિઝમને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. આ ઠરાવ રંગભેદ વિરુદ્ધના દેખાવો દરમિયાન અમેરિકન પોલીસની કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં પાર્લામેન્ટે આ ઠરાવ કર્યો હતો.
Read More...

ઇથીઓપિયામાં અમેરિકન એમ્બેસેડર તરીકે ગીતા પાસી નિમાયા
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ડિપ્લોમેટ ગીતા પાસીની ઇથીઓપિયામાં રાજદૂત તરીકે નિમણૂક કરી છે. તાજેતરમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી, તેઓ અત્યારે આફ્રિકન બાબતોના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી છે. 58 વર્ષના ગીતા પાસી યુએસ સીનિયર ફોરેન સર્વિસનાં સભ્ય છે અને તેમણે અગાઉ અમેરિકન એમ્બેસડર તરીકે ચાડ અને જિબુટીમાં કામ કર્યું છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં 24 કલાકમાં 14,284 કેસ નોંધાયા, મૃત્યુઆંક 13,600ને પાર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ દેશમાં અત્યાર સુધી 13 હજાર લોકોએ આ જીવલેણ બીમારીથી જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14,821 નવા કેસ સામે આવ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 4,25,282 કેસ સામે આવ્યા છે Read More...

કોરોના સામેની લડાઈમાં ગામડાઓના પ્રયાસથી શહેરો મોટો પાઠ શીખ્યાઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પરપ્રાંતિય મજૂરો માટે રોજગાર યોજનાનું ઉદ્ઘાટન કરાવતા જણાવ્યું કે લોકડાઉનને પગલે શહેરોમાંથી મોટાપાયે શ્રમિકો ગામડાંમાં પરત ફર્યા છે ત્યારે હવે ગામડાઓમાં વિકાસને વધુ વેગ મળશે.
Read More...

આપણે સંગઠિત થઈને ચીનના દુસાહસનો જવાબ આપવો જોઈએઃ ડૉ મનમોહન સિંહ
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Read More...
  Gujarat News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કોરોના પોઝિટીવ કેસ, કુલ 27317 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ સાથે ‘કોરોના વિસ્ફોટ’ થયો છે. એક દિવસના ગાળામાં ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 27317 થઇ ગયો છે.
Read More...

ગુજરાતમાં જૂનના 21 દિવસમાં જ 10,523 કેસ -626ના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાના કેસને મામલે જૂન મહિનામાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. જૂનના 21 દિવસમાં જ કુલ 10523 કેસ નોંધાયા છે અને 626 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, જૂન મહિનામાં પ્રતિ કલાકે કોરોનાના 20 નવા કેસ નોંધાઇ રહ્યા અને 1 થી વધુ વ્યક્તિ જીવ ગુમાવે છે.
Read More...

કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના થયો, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચેપનો ખતરો
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થતાં ખળભળટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.
Read More...

કોરોનાના હાહાકાર વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણીઓ પાછી ઠેલાવાની શક્યતાઓ
રાજ્યની અમદાવાદ સહિતની મહાનગરપાલિકાની ડિસેમ્બરમાં થઈ રહેલી ચૂંટણી પાછી ઠેલીને એપ્રિલ 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે, તેમાં પણ જો 14 દિવસ સુધી રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ ના આવે પછી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
Read More...

gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store