Vol. 1 No. 36 About | Contact | Advertise 19th June 2020


‘ ’
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ



UK News
કોમ્યુનિટી ફાર્મસી અને વિશાળ ક્ષેત્રનો આભાર વ્યક્ત કરતા મેટ હેનકોક

સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર, મેટ હેનકોકે તા. 16ના રોજ લંડનમાં આવેલી માર્કેટ કેમિસ્ટ – કમ્યુનિટિ ફાર્મસીની મુલાકાત લઇ કોવિડ-19 રોગચાળા કોમ્યુનિટી ફાર્મસીઓમાં કામ કરતા તમામ લોકો, ફાર્મીસીસ્ટ્સ અને વિશાળ ક્ષેત્રનો રોગચાળા દરમિયાન સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટેના તેમના સતત પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ઇન્ડીપેન્ડન્ટ કોમ્યુનિટી ફાર્મસીના કોન્ટ્રાક્ટર અને માર્કેટ કેમિસ્ટના શિરાઝ મોહમ્મદે તેમની ફાર્મસીએ કેવી રીતે રોગચાળા દરમિયાન સ્થાનિક સમુદાયને મદદ કરી હતી, દર્દીઓની જરૂરી દવાઓ કઇ રીતે પહોંચાડી હતી, ઇલેક્ટ્રોનિક રિપીટ ડિસ્પેન્સિંગ જેવી સેવાઓ અને વધતી જતી માંગને પહોંચી વળવા કામ કરવાની નવી રીતો શોધી હતી તે વિષે મેટ હેનકોકને મીહિતી આપી હતી.
Read More...
ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાનો દાવો કરવામાં હોમ ઑફિસ નિષ્ફળ
છેલ્લા 15 વર્ષથી ઇમીગ્રેશન સમસ્યાનું પ્રમાણ નક્કી કર્યું ન હોવાથી હોમ ઑફિસ એવો દાવો કરી શકતી નથી કે તેણે ગેરકાયદેસર ઇમિગ્રેશનને સફળતાપૂર્વક રોક્યુ છે. નેશનલ ઓડિટ ઑફિસે (NAO) જણાવ્યું છે કે 2005માં કરવામાં આવેલા અંદાજ મુજબ દેશમાં લગભગ 430,000 લોકો પાસે રહેવાનો અધિકાર નહતો. પરંતુ ત્યાર બાદ થયેલા સ્વતંત્ર સંશોધનોમાં આ આંકડો 1 મિલિયનથી વધુ થઈ હોવાનું મનાય છે.
Read More...
મેડેલીન મેક્કેન મરણ પામી હોવાનો દાવો
વર્ષો પહેલા ગુમ થયેલી બ્રિટીશ બાળા મેડેલીન મેક્કેન મરણ પામી હોવાનો દાવો કરાઇ રહ્યો છે ત્યારે તેના માતા-પિતા કેટ અને ગેરી મેકકેને જર્મન પોલીસનો તે મરણ પામી હોવાની જાણ કરતો પત્ર હજુ સુધી તેમને મળ્યો ન હોવાનું જણાવ્યું છે. જર્મન પોલીસ દાવો કરે છે કે તેમની પુત્રી મેડલિન મરી ગઈ હોવાના પુરાવા તેમની પાસે છે.
Read More...

બીબીસીની રિપોર્ટર સિમા કોટેચા સામે રેસીસ્ટ દુર્વ્યવહારનો કરનાર આરોપીને કોર્ટમાં
બીબીસીના રિપોર્ટર સિમા કોટેચા સામે લેસ્ટરમાં રેસીસ્ટ દુર્વ્યવહાર કરનાર આરોપી રસેલ રૉલિંગ્સનને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોરોનાવાયરસ લોકડાઉન નિયમોમાં બદલાવ અંગે બોરિસ જ્હોન્સનના ભાષણ અંગેની પ્રતિક્રિયા અંગેના કવરેજ દરમિયાન લેસ્ટર શહેરના સીટી સેન્ટરમાં બીબીસી ટેલિવિઝન ક્રૂ શૂટીંગ કરતુ હતું ત્યારે રેસીસ્ટ દુર્વ્યવહાર કરાયો હતો.
Read More...

international news
વિશ્વભરમાં 85.86 લાખ કેસ, 4 લાખ 56 હજાર 458 લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 85.86 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 56 હજાર 458 લોકોના મોત થયા છે. 45.35 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં બીજા તબક્કાના સંક્રમણના આંકડા અંગે અમેરિકાએ સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે ચીન સરકાર રાજધાની બેઈજિંગના સાચા આંકડા બતાવી રહી નથી.
Read More...

વિશ્વને મહામારીમાં સપડાવીને ચીન મોકાનો ફાયદો ઉઠાવવા માગે છે: અમેરિકન અધિકારી
અમેરિકાએ કહ્યું છે કે ચીન વિશ્વને કોરોનાવાયરસની મહામારીમાં સંડોવીને પોતે મોકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેણે ઘણા મોરચા ખોલી દીધા છે. ભારત સાથે લદ્દાખની ગાલવન ઘાટીમાં જે થયું તે ચીનના ષડયંત્રનો એક ભાગ છે. આ આરોપ ડેવિડ સ્ટિલવેલે લગાવ્યા છે. ડેવિડ અમેરિકામાં પૂર્વી એશિયા અને પ્રશાંત મહાસાગર વિસ્તારના સચિવ છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ ભારતીય સૈનિકોની શહીદી પર સંવેદના વ્યક્ત કરી હતી.
Read More...

કોરોના વાયરસથી અમેરિકામાં પ્રથમ વિશ્વ યુદ્ધ કરતાં વધુ લોકોનાં મોત થયાં
કોરોના વાયરસનો રોગચાળો વિશ્વને તેના ઘૂંટણ પર લાવ્યો છે. આલમ એ છે કે અમેરિકામાં કોરોનાવાયરસથી મૃત્યુ ની સંખ્યા પહેલા વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોની સંખ્યાને પાછળ છોડી દીધી છે. તે જ સમયે, ચીનની રાજધાની માં કોરોના વાયરસની બીજી લહેર પછી, બેઇજિંગમાં લોકડાઉનની પરિસ્થિતિ આવી છે.
Read More...





THIS WEEK
Click Full Screen
BUY NOW
India news

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 3,81,537 થઈ

ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 81 હજાર 537 થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી 2 લાખથી વધારે દર્દી સાજા થયા છે.છેલ્લા 5 દિવસમાં 42 હજાર 856 લોકો સાજા થયા છે. ગુરુવારે સૌથી વધારે 13 હજાર 826 કેસ મળ્યા હતા.સાથે જ છેલ્લા 24 કલાકમાં 342 લોકોના મોત થયા હતા.દિલ્હીમાં સતત બીજા દિવસે રેકોર્ડ 2877 સંક્રમિત મળ્યા હતા. Read More...

કોરોના ટેસ્ટ માટે દેશમાં એક સરખી કિંમત નકકી કરોઃ સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના રોગીઓના યોગ્ય ઈલાજ અને મહામારીમાં મૃત્યુ પામતા લોકોના મૃતદેહ વિષે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ 19ના દર્દીઓની યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોના નિરીક્ષણ માટે તજજ્ઞોની સમીતી રચવી જોઈએ.સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તજજ્ઞોની ટીમે હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ. સુધારાત્મક કાર્યવાહી થવી જોઈએ.
Read More...

રિલાયન્સને સંપૂર્ણપણે દેવા મુક્ત બનાવવા રોકાણકારોને આપેલું વચન અમે નિભાવ્યું: મુકેશ અંબાણી
કોવિડ-19 મહામારીના પગલે વિશ્વભરના કોર્પોરેટ્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડે (RIL) માત્ર 58 દિવસ દરમિયાન રૂ. 1.68 લાખ કરોડથી વધુનું રોકાણ ઊભું કર્યું છે. પેટ્રો-રિટેલના જોઇન્ટ વેન્ચરમાં BPને વેચવામાં આવેલો હિસ્સો ગણવામાં આવે તો કુલ ઊભી કરાયેલી મૂડીનું મૂલ્ય રૂ. 1.75 લાખ કરોડને આંબી જાય છે.
Read More...
Gujarat News
ગુજરાતમાં કોરોનાનાં નવા 510 કેસ, 389 દર્દીઓ સાજા થયા
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 348 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,08,744 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 31 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે.
Read More...

અન્ય બીમારીઓ અને વૃદ્ધ હોવાના લીધે કોરોનાના દર્દીઓના મોત થયાઃ ગુજરાત સરકાર
કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરોગ્યની સેવા મેળવવી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ તે યોગ્ય પ્રતિબંધને આધારિત છે. કોરોનાની સ્થિતિમાં સરકાર અમુક ચોક્કસ રોક લગાવી શકે છે. ICMRની માર્ગદર્શિકા પ્રમાણે દરેક રાજ્યો એકસૂત્રતા ધરાવતી નીતિ અપનાવે તે હિતાવહ છે.
Read More...

કોરોના વાયરસના મૃત્યુદરમાં અમદાવાદ ટોચ પર; મુંબઈમાં સૌથી વધુ કેસ
ભારતમાં કોરોનાનો કોપ યથાવત છે અને તે હળવો થતો નથી ત્યારે સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ મુંબઈમાં થાય છે છતાં છેલ્લા પખવાડીયામાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ બેંગ્લોર, ચેન્નઈ તથા દિલ્હીમાં છે. નવમાંથી છ મહાનગરોમાં પોઝીટીવ દર્દીઓમાં મોતની ટકાવારીમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે.
Read More...

અમદાવાદમાં પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
અમદાવાદમાં કોરોનાનો કેર વધતો જાય છે. આજે એક જ દિવસમાં નવા 317 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીઓના સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યા છે. આ સાથે જિલ્લા સમેત દર્દીઓનો કુલ આંકડો 17946ને આંબી ગયો છે, તેમજ કુલ મૃત્યુની સંખ્યા 1475ની થઈ ગઈ છે. બીજી તરફ સાજા થયેલા 281 લોકોને જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
Read More...

gg2 gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store