UK News |
યુકેમાં વંશીય અસમાનતાના “તમામ પાસાં”ની તપાસ માટે ક્રોસ-ગવર્નમેન્ટ કમિશનની સ્થાપના |
બોરિસ જ્હોન્સને ડેઇલી ટેલિગ્રાફમાં લખેલા એક લેખમાં જાહેરાત કરી છે કે તેઓ યુકેમાં વંશીય અસમાનતાના “તમામ પાસાં”ની તપાસ માટે ક્રોસ-ગવર્નમેન્ટ કમિશનની સ્થાપના કરશે. વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે જાતિવાદને કાબૂમાં લેવા માટે બ્રિટને ઘણું બધુ કરવાનું હતું અને જાતિ અને વંશીય ભેદભાવ અંગેનું આ કમિશન રોજગાર, આરોગ્ય, શૈક્ષણિક અને જીવનના અન્ય તમામ ક્ષેત્રમાં અસમાનતાના તમામ પાસાંને જોશે.
તેમણે જણાવ્યું હતું કે ‘’આ દેશની કાળજી લેનાર કોઈ પણ વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનમાં જોડાયેલા હજારો લોકોને અવગણી શકે નહીં. આપણે જાતિવાદ સામે લડવામાં મોટી પ્રગતિ કરી છે. પણ આપણે ઘણું કરવાની જરૂર છે; અને અમે કરીશું.”
Read More... |
તમારા માટે સત્ય, બીજાઓ માટે પ્રેમ અને બધા માટે કરુણા
|
ઉમેશ ભૂડિયા, યુએસએ દ્વારા
2020 – નવા દાયકાની શરૂઆત. લક્ષ્યો, આકાંક્ષાઓ અને ઇચ્છાઓને વ્યાખ્યાયિત અને કોડિફાઇ કરવાની અને તમે જે બનવા માંગો છો ત્યાં જવા માટે, તે લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં દરરોજ પોતાને વચન આપવાની તક. તે વર્ષની અધવચ્ચે, અને ઘણા લોકો માટે, તે ધ્યેયો અને સપનાઓનો કોઇ પણ વાંક ન હોવા છતાં તેના પર પ્રહાર કરવામાં આવશે.
Read More... |
પિક ફોર બ્રિટન : ચાલો રાષ્ટ્રને ખવડાવવાનું કામ કરીએ
|
કોરોનાવાયરસ રોગચાળાના કારણે દેશમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે આપણી ફૂડ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા માટે આપણે બધાં ઘણું બધું કરી શકીએ તેમ છીએ. આપણે હાલની સીઝનમાં મળતા સીઝનલ શાકભાજી ખાઇ શકીએ છીએ તો બીજી તરફ તાજા શાકભાજી અને રસાદાર ફળોમાંથી નવી નવી વાનગીઓ અને વ્યંજનો પણ બનાવી શકીએ છીએ અથવા તો ફાર્મમાં સમર જોબ કરીએ.
Read More...
|
લેસ્ટરના હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની ફૂડબેંકને જોરદાર સફળતા
|
લેસ્ટરના સેન્ટ બાર્નબાસ રોડ પર અવેલ શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા નબળા લોકો અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા તા. 5 મી એપ્રિલ 2020થી સ્થાપવામાં આવેલી ફૂડબેંકને જોરદાર સફળતા સાંપડી છે.શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રેસિડેન્ટ શીતલભાઇ આડતીયાએ જણાવ્યું હતું કે ‘’અમે લેસ્ટરશાયરમાં રહેતા જરૂરિયાતમંદ અને બીમાર-નબળા લોકોને લાંબો સમય ટકી રહે તેવુ અનાજ-કરીયાણું અને તૈયાર ભોજન આપીએ છે.
Read More...
|
|
international news |
|
વિશ્વભરમાં કોરોના વાયરસના 82.76 લાખ કેસ નોંધાયા, 4.46 લાખથી વધારે લોકોના મોત થયા
|
વિશ્વભરમાં કોરોનાના 82.76 લાખ કેસ નોંધાયા છે. જેમા 4.46 લાખથી વધારે લોકોના મોત થયા છે. 43 લાખ 23 હજાર 357 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં 24 કલાકમાં 7943 કેસ નોંધાયા છે અને 194 લોકોના મોત થયા છે. રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધારે કોરોના સંક્રમિત દેશ છે. અહીં 5 લાખ 53 હજાર 301 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7,478 લોકોના મોત થયા છે.
Read More...
|
કોરોના મુક્ત થયેલા ન્યૂઝિલેન્ડમાં ફરીવાર કોરોનાએ એન્ટ્રી મારી
|
કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસના એક પણ કેસ સામે ન આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતાં.
Read More...
|
સંયુક્ત રાષ્ટ્રએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને લઈ ચિંતા વ્યક્ત કરી
|
ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે અને ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારત અને ચીન વચ્ચેના આ તણાવ પર અમેરિકાએ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
Read More... |
|