UK News |
સાઉથોલ ટ્રાવેલ દ્વારા 95 ટકાથી વધુ ગ્રાહકોને £22 મિલિયનથી વધુ રકમનુ રિફંડ કરાયુ |
વિશ્વભરના દેશો જ્યારે કોરોનાવાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ને લોકડાઉન પગલાંને કારણે વૈશ્વિક ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવતા લાખો લોકોની મુસાફરીની યોજનાઓ ખોરવાઈ ગઈ છે ત્યારે સાઉથૉલ ટ્રાવેલના ચિફ કોમર્શીયલ ઓફિસર અને સાઉથૉલની ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ બ્રાન્ડ્સ, ટ્રાવેલ ટ્રોલી અને સ્કાય શાર્પના વડા જયમિન બોરખાત્રીયા માટે એક જ પ્રાધાન્ય છે ને તે છે તેમના મિલીયન્સ ગ્રાહકો.
“35 વર્ષથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા બોરખાત્રીયાએ કહ્યું હતું કે “ હું પહેલો દિવસથી જ સ્પષ્ટ હતો કે ગ્રાહક રાજા છે.”
Read More... |
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને એસાયલમ નહિં આપવા ભારતની તાકીદ
|
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા એસાયલમ માટે કરવામાં આવેલી કોઈપણ વિનંતી પર વિચારણા નહિં કરવા ભારતે યુકે સરકારને વિનંતી કરી છે. ભારતે જણાવ્યું છે કે ભારતમાં દમન માટે કોઈ કારણ નથી. ગયા અઠવાડિયે, યુકે સરકારે સંકેત આપ્યો હતો કે માલ્યાને કાનૂની મુદ્દો હોવાથી જલ્દીથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી કોઇ સંભાવના નથી.
Read More... |
ભૂતપૂર્વ પાર્ટનર અને માસુમ પુત્રને છરીના ઘા મારનાર રેહાન ખાનને આજીવન કેદ
|
વેસ્ટ લંડનના ફેલ્ધામમાં રહેતી 32 વર્ષની વયની એક્સ પાર્ટનર સલમા શેખ અને પોતાના 11 મહિનાના બાળકને અન્ય ત્રણ બાળકોની સામે ચાકુ મારી ગંભાર ઇજા કરનાર મૂળ પાકિસ્તાનના વતની રેહાન ખાનને (ઉ.વ. 27) આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પાછળથી મિસ શેખનું અકસ્માતે ઇજાઓ માટેની દવાઓનો ઓવરડોઝ લેવાના કારણે મૃત્યુ થયું હતું.
Read More...
|
PPPના મુદ્દાઓ બદલ યુકે સરકાર સામે ભારતીય ડોકટરોએ કાનૂની લડત શરૂ કરી
|
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ડોકટરો અને હેલ્થ કેર કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ (PPE)ની આસપાસના સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો સરકાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે તેવો દાવો કરી ડૉક્ટર યુગલે યુ.કે. સરકાર વિરુદ્ધ ન્યાયિક સમીક્ષાની કાર્યવાહી શરૂ કરી છે.
Read More...
|
|
international news |
|
વિશ્વભરમાં 76.14 લાખ કેસ નોંધાયા, 38.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
|
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 76.14 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 24 હજાર 137 લોકોના મોત થયા છે. 38.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ સ્વિમિંગ પૂલ અને રમતના મેદાનોને ફરી ખોલવાની મંજૂરી આપી છે. ક્યૂમોએ સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યમાં કોઈ ભાગમાં કોઈ ક્લ્સટર છે તે ત્યાં આ સુવિધા મળશે નહીં. મલેશિયા સરકારે નિર્ણય કર્યો છે
Read More...
|
અમેરિકામાં કોરોના સંકટને કારણે 4.50 કરોડથી વધારે લોકો બેરોજગાર થયા
|
અમેરિકામાં કોરોના મહામારીને કારણે એક લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે. કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થામાં પણ સુસ્તી આવી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ,કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી 4 કરોડ 42 લાખ લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, રાજ્યો અને વ્યવસાયો ફરીથી ખોલવામાં આવ્યા છે પરંતુ કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગુ છે
Read More...
|
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્ગે અમેરિકા ચિંતિત
|
અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ ભારતને તમામ ધર્મો માટે ઐતિહાસિકરૂપે ખૂબ જ સહિષ્ણુ, સન્માનપૂર્વક દેશ દર્શાવીને કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભે જે કંઇ થઇ રહ્યું છે તે બાબતે અમેરિકા ખૂબ ચિંતિત છે.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના એમ્બેસેડર સેમ્યુઅલનું બ્રાઉનબેકનું આ નિવેદન બુધવારે ‘2019 આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રીપોર્ટ’ના જાહેર થયા પછી આવ્યું છે.
Read More... |
|