ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ (ANI Photo)

ઝાયડસ લાઇફસાયન્સે 68 મિલિયન GBP (લગભગ રૂ. 689 કરોડ)માં યુકે સ્થિત લિક્મેડ્સ ગ્રૂપને હસ્તગત કર્યું છે. અમદાવાદ સ્થિત ગ્રૂપ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સ યુકે લિમિટેડ દ્વારા એક્વિઝિશનના કેટલાક સંમત લક્ષ્યોની સિદ્ધિઓના આધારે 2026 સુધી કેટલીક વાર્ષિક કમાણી પણ ચૂકવશે.

લિક્મેડ્સ ગ્રૂપ ઓફ કંપનીઓ વૈશ્વિક બજારો માટે ઓરલ લિક્વિડ પ્રોડક્ટના ડેવલપમેન્ટ, ઉત્પાદન અને પુરવઠામાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. ગ્રૂપની પેટાકંપની એલએમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસે વીડન, નોર્થમ્પટન ખાતે ઓરલ લિક્વિડ મેન્યુફેક્ચરિંગ સાઇટ છે, જે યુએસ અને યુકેના બજારોમાં સપ્લાય કરે છે.

ઝાયડસે એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ઝાયડસ 68 મિલિયન પાઉન્ડ અને 2026 સુધી અમુક વાર્ષિક કમાણીની ચુકવણી કરશે. ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે લિક્વિડ ઓરલ એક મોટું, વિકસતું બજાર છે અને નોંધપાત્ર પ્રમાણમાં બજારમાં નવા વિસ્તરણની તકો સાથે અપૂર્ણ જરૂરિયાતો પૂરી પાડે છે. કંપની માને છે કે ઓરલ લિક્વિડ ફોર્મ્યુલેશન વૃદ્ધ અને બાળરોગના દર્દીઓને મદદ કરશે,

LEAVE A REPLY