Zuckerberg lays off 11000, H-1B visa holders in dire straits
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ Handout via Reuters/File Photo

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકની માલિક કંપની મેટાએ 9 નવેમ્બરે જાહેરાત કરી હતી કે તે 11,000 કર્મચારીઓ અથવા તેના 13 ટકા કર્મચારીઓને છટણી કરી રહી છે. ઝકરબર્ગે તેને “મેટાના ઇતિહાસમાં અમે કરેલા કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો” તરીકે વર્ણવ્યા છે. યુએસ સ્થિત ટેક્નોલોજી કંપનીઓ મોટા પ્રમાણમાં H-1B કામદારોને નોકરીએ રાખે છે, જેમાંથી મોટાભાગના ભારત જેવા દેશોમાંથી આવે છે.

મેટામાં મોટા પાયે છટણી શરૂ થતાં H-1B જેવા વર્ક વિઝા પરના કર્મચારીઓ હવે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે, સીઇઓ માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું કે “જો તમે અહીં વિઝા પર હોવ તો આ ખાસ કરીને મુશ્કેલ છે” અને અસરગ્રસ્તોને ટેકો આપે છે.

H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને થીઓરેટિકલ અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.

ઝકરબર્ગે કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “મેં અમારી ટીમનું કદ લગભગ 13 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે અને અમારા 11,000થી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓને જવા દેવાનું નક્કી કર્યું છે. અમે વિવેકાધીન ખર્ચમાં ઘટાડો કરીને એક પાતળી અને વધુ કાર્યક્ષમ કંપની બનવા માટે સંખ્યાબંધ વધારાના પગલાં પણ લઈ રહ્યા છીએ અને પ્રથમ ક્વાર્ટર (Q1) દ્વારા અમારા હાયરિંગ ફ્રીઝને લંબાવી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે “હું આ નિર્ણયો માટે જવાબદારી લેવા માંગુ છું. હું જાણું છું કે આ દરેક માટે મુશ્કેલ છે, અને હું ખાસ કરીને અસરગ્રસ્ત લોકો માટે દિલગીર છું,”

“છટણી કરવાની બીજી કોઈ સારી રીત નથી” તેવું સ્વીકારતા ઝકરબર્ગે કહ્યું કે કંપની અસરગ્રસ્તોની શક્ય તેટલી ઝડપથી તમામ સંબંધિત માહિતી મેળવવાની આશા રાખે છે અને પછી આ દ્વારા તેમને ટેકો આપવા માટે શક્ય પ્રયાસ કરશે.

અમેરિકાએ કંપનીએ છટણીથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે તેમાં “ઇમિગ્રેશન સપોર્ટ”નો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે “હું જાણું છું કે જો તમે અહીં વિઝા પર હોવ તો આ ખાસ કરીને મુશ્કેલ છે. છટણી પહેલાં નોટિસ પીરિયડ અને કેટલોક વિઝા ગ્રેસ પીરિયડ્સ છે, જેનો અર્થ છે કે દરેક પાસે ભાવિ યોજનાઓ બનાવવા અને તેમના ઇમિગ્રેશન સ્ટેટસ પર કામ કરવા માટે સમય હશે. તમને અને તમારા પરિવારને કેવી મદદની જરૂર છે તેનું માર્ગદર્શન આપ એક સ્પેશ્યલ ઇમિગ્રેશન સ્પેશ્યાલિસ્ટની ટીમ તૈયાર કરી છે.”

H-1B વિઝા ધારકો યુ.એસ.માં ત્રણ વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે, જે બીજા ત્રણ વર્ષ લંબાવવામાં આવે છે. આ પછી તેઓએ દેશ છોડવો પડે છે, સિવાય કે તેમની કંપની કાયમી રહેઠાણ માટે સ્પોન્સર કરે, જેને ગ્રીન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન કાર્ડનો બેકલોગ દાયકાઓ સુધી ચાલે છે.

જો H-1B વિઝા ધારકો તેમની નોકરી ગુમાવે છે, તો તેમની પાસે તેમના H-1Bને સ્પોન્સર કરવા ઈચ્છુક કંપની શોધવા માટે માત્ર 60 દિવસનો “ગ્રેસ પિરિયડ” હોય છે. જો બીજા સ્પોન્સર ન મળે તો યુએસ છોડવાની જરૂર પડશે.
વોશિંગ્ટન સ્થિત પત્રકાર પેટ્રિક થિબોડોએ સોમવારે ટ્વિટર પર લખ્યું હતું કે “ફેસબુકની છટણી H-1B કામદારોને મોટો ફટકો પડશે. ફેસબૂકને H-1B “નિર્ભર” કંપની તરીકે વર્ગીકૃત છે.જેનો અર્થ થાય છે કે તેના 15 ટકા કે તેથી વધુ કર્મચારીઓ વિઝા પર છે.

વિઝા ધારકો તેમની નોકરી ગુમાવે તે પછી જો તેમને ઝડપથી નવો એમ્પ્લોયર સ્પોન્સર ન મળે તો તેમને યુએસ છોડવું પડી શકે છે.મેટાએ કેટલાંક સહાયક પગલાંઓની જાહેરાત કરી છે. જે મુજબ અસરગ્રસ્ત કર્મચારીને 16 અઠવાડિયાનો બેઝ પે પગાર તથા સર્વિસના દરેક વર્ષ માટે બે વધારાના અઠવાડિયાના પગારનો સમાવેશ થાય છે, જેમાં કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત તેમાં છ મહિના માટે કર્મચારી અને તેમના પરિવારને હેલ્થકેર કોસ્ટની ભરપાઈ, બાહ્ય વેન્ડર સાથે ત્રણ મહિનાનો કેરિયર સપોર્ટ અને પ્રકાશિત ન થયેલી નોકરી માટે વહેલી તકનો સમાવેશ થાય છે.

કંપનીએ ખર્ચ ઘટાડવાના આવા કઠોર પગલાંનો કેવી રીતે નિર્ણય કર્યો તેનો ખુલાસામાં ઝકરબર્ગે જણાવ્યું હતું કે કોવિડ મહામારીની શરૂઆતમાં વિશ્વ ઝડપથી ઓનલાઈન થઈ ગયું હતું અને ઈ-કોમર્સના ઉછાળાને કારણે આવકમાં મોટી વૃદ્ધિ થઈ હતી.ઘણા લોકોએ આગાહી કરી હતી કે આ એક કાયમી વૃદ્ધિ હશે. તે મહામારી સમાપ્ત થયા પછી પણ ચાલુ રહેશે. મને પણ આવું લાગ્યું હતું. તેથી મેં અમારા રોકાણોમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો. કમનસીબે, આ મારી અપેક્ષા મુજબ ચાલ્યું નહીં.

LEAVE A REPLY