REUTERS/Dado Ruvic/Illustration/File Photo

વૈશ્વિક સોશિયલ મીડિયા કંપની મેટાના માલિક માર્ક ઝકરબર્ગે બુધવાર, 6 જુલાઈએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને સ્પર્ધા આપવા માટે નવા થ્રેડ્સ નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું અને તેમાં પ્રથમ સાત કલાકમાં 10 મિલિયન યુઝર્સે સાઇન અપ કર્યું હતું. તેનાથી બિલિયોનેર માર્ક ઝુકરબર્ગ અને ઇલોન મસ્ક વચ્ચેની હરીફાઈમાં વધારો થયો છે. થ્રેડ્સ ઇલોન મસ્કની માલિકીના ટ્વિટર માટે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. થ્રેડ્સ લોન્ચ કરવામાં આવ્યાના પ્રથમ સાત કલાકમાં 10 મિલિયન યુઝર્સે સાઇન-અપ કર્યું હતું. નવા પ્લેટફોર્મમાં કિમ કાર્દાશિયન અને જેનિફર લોપેઝ જેવી હસ્તીઓ તેમજ ડેમોક્રેટિક યુએસ રિપ્રેઝન્ટેટિવ ​​એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ જેવા અગ્રણી રાજકારણીઓ જોડાયા હતાં.

નવી એપ થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરીને ચાલે છે, જેને ‘ટ્વિટર કિલર’ માનવામાં આવે છે. તે ટેક્સ્ટ આધારિત વાતચીત એપ્લિકેશન પણ છે. યુઝર્સ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને થ્રેડમાં લોગ ઇન કરી શકે છે. તે એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. લોકો 500 અક્ષરો સુધીની થ્રેડ પોસ્ટ પબ્લિશ કરી શકે છે. લોકો આ એપ પર લિંક્સ, ફોટો અને વીડિયો પણ શેર કરી શકે છે. વીડિયો 5 મિનિટ સુધીનો હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું હતું કે ઇલોન મસ્ક હેઠળ ટ્વિટરની “અસ્થિરતા” અને “અનિશ્ચિતતા”એ મેટાને ટ્વિટર સાથે સ્પર્ધા કરવાની તક આપી હતી.

મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે થ્રેડ્સે લૉન્ચ થયાના પહેલા 7 કલાકમાં 1 કરોડ સાઇન અપને વટાવી દીધાં હતાં! નિયમનકારી ચિંતાઓને કારણે યુરોપિયન યુનિયનમાં એપ લોન્ચ કરવામાં આવી નથી.

LEAVE A REPLY