કમ્યુનિકેશન ટેક્નોલોજી કંપની ઝૂમ તેના આશરે 1300 કર્ચારીઓ અથવા 15 ટકા કર્મચારીઓની છટણીની યોજના બનાવી છે. કંપનીના સીઇઓ એરિક યુઆને આગામી નાણાકીય વર્ષથી તેમના વેતનમાં 98 ટકા ઘટાડો કરવાની અને 2023નું કોર્પોરેટ બોનસ જતુ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીની એક્ઝિક્યુટિવ લીડરશિપ ટીમના બેઝ સેલરીમાં 20 ટકા ઘટાડો થશે.
કંપનીના સીઇઓ એરિક યુઆને તેમના સત્તાવાર બ્લોગ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમેરિકામાં કામ કરતાં પ્રભાવિત કર્મચારીઓ તમને એક ઈમેઈલ મળશે અને તમામ બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરૂરિયાતો અનુસાર પણ જાણ કરાશે. જો તમે અમેરિકામાં કામ કરી રહ્યા છો અને તમે પણ આ છટણીમાં સામેલ છો તો તમને આગામી 30 મિનિટમાં ઝૂમ અને વ્યક્તિગત ઈનબોક્સમાં એક ઇમેલ મળશે.
જોકે જે અમેરિકામાં કામ કરતા હતા અને આ છટણીમાં સામેલ છે તેમને 16 સપ્તાહનો પગાર અને આરોગ્ય સેવા કવરેજની ઓફર કરાશે. કંપનીના 2023ના નાણાકીય વર્ષ દરમિયાન પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને વાર્ષિક બોનસ પણ ચૂકવાશે.