કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન પ્રત્યે ઝીરો ટોલેરન્સનો અભિગમ ધરાવે છે અને સરકાર આવા જોખમથી ભારતને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન મોદીના સુરક્ષિત ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરીના પાંચ આંતરરાષ્ટ્રીય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એકસાથે દસ રાજ્યોમાં હાથ ધરાયેલા આ ઓપરેશનમાં 44ની ધરપકડ કરાઈ છે. NIAએ જણાવ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર માનવ તસ્કરીના સપોર્ટ નેટવર્કને તોડી પાડવા આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 55 સ્થળોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને રાજ્ય પોલીસ દળો સાથે સંકલનમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. કુલ 44 ઓપરેટિવ્સની ધરપકડ કરાઈ હતી.