બેસ્ટવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને વેલ ફાર્મસીના માલિક ઝમીર ચૌધરીએ હાઉસ ઓફ લોર્ડઝમાં પ્રવચન આપ્યું હતું. તેમણે સરકારના પ્રધાનને પૂછવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સરકાર નાના અને મધ્યમ કક્ષાના સાહસો માટે લાઇફ એસ્યોરન્સ સ્કીમને વધુ વિસ્તૃત કરલાનું આયોજન ધરાવે છે કે કેમ ? ખાસ તો બ્લેક અને માઇનોરિટી એથનિક વ્યક્તિઓ આ ક્ષેત્રમાં રોજગારી મેળવી રહ્યા છે અને તેમને મહત્ત્વના કામદારો તરીકે તો દર્શાવાયા છે, પણ આ સ્કીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
યુકેની કુલ વસ્તીમાં એશિયનન્સ, બ્લેક અને લઘુમતી સમુદાય (BAME)ના લોકો 14 ટકા છે અને 2021 સુધીમાં આ સંખ્યા વધીને 18 ટકા થવાની અપેક્ષા છે. આ ઉપરાંત વ્યાપક પુરાવા એવું પણ સૂચવે છે કે, આ સમુદાયના લોકોને કોવિડ-19ની અપ્રમાણસર રીતે વધારે અસર થઈ છે. સરકારે ફૂડ રીટેઇલ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં લોકડાઉન દરમિયાન પણ કામકાજ ચાલુ રાખવાની મંજૂરી આપી હોવાથી તે ક્ષેત્રોમાં કોવિડન-19ની વધુ પડતી અસર થઇ છે. ઉદાહરણ તરીકે, એનએચએસમાં 44 ટકા કર્મચારીઓ બેમ કર્મચારીઓ છે, જાહેર વ્યવસ્થા અને શિક્ષણમાં 70 ટકા તથા ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 26 ટકા બેમ કામદારો છે.
આ વ્યવસાયો પૈકીના કેટલાકમાં સરકારની લાઇફ એસ્યોરન્સ સ્કીમ લાગુ પડે છે તો બાકીનામાં નથી પડતી. મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે, BAME સમુદાયના આ સભ્યો પોતાની ફરજની આવશ્યકતા કરતાં પણ વધુ નિષ્ઠાપૂર્વક કામ કરી દેશના અને વ્યાપક સમુદાયના લાભાર્થે તંત્રની સુચારૂ કામગીરીમાં પ્રદાન કરી રહ્યા છે. સરકારે તેમને જરૂરી વર્ગના કામદારોની શ્રેણીમાં રાખ્યા જ છે, તેથી સરકાર તેમનો લાઇફ એસ્યોરન્સ સ્કીમ જેવા જૂથોમાં તેમનો સમાવેશ કરે તે જરૂરી છે જ.
શું પ્રધાન આ બાબતે કંઇ કહેવા ઇચ્છે છે અને શું વર્તમાન સમયમાં આ અંગે કંઇ વિચારાધીન છે ?
હું માનું છું કે જ્યારે આપણે આવનારા વર્ષોમાં આ એપિસોડ પર પાછા વળીને નજર કરીશું, ત્યારે આ તે ક્ષેત્ર હશે જે માઇક્રોસ્કોપ હેઠળ હશે. આ કાર્ય આર્થિક રીતે સદ્ધર છે, તો મને ખાતરી છે કે આ સારી રીતે પ્રાપ્ત થશે. હું માનું છું કે, આપણે આવનારા વર્ષોમાં આ વિષય અંગે થોડું વિચારીએ ત્યારે આ ક્ષેત્ર પર ઝીણવટભરી નજર રહેશે. આ કામ આર્થિક રીતે પરવડી શકે તેવું હોય તો લાભાર્થીઓ તેને ઉમળકાભેર આવકારશે.