ટાવર બ્રિજ પરથી થેમ્સમાં પડ્યા બાદ મૃત્યુ પામેલા અને સધર્કની આર્ક ગ્લોબ એકેડેમીમાં યર 8માં ભણતા 13 વર્ષીય ઝહીદ અલીનો મૃતદેહ 28 એપ્રિલે થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો.
તે 20 એપ્રિલના રોજ શાળાએ ગયા બાદ ગાયબ થયો હતો. મનાય છે કે તે એક વિદ્યાર્થી મિત્ર સાથે બસમાં મુસાફરી કરતો હતો પરંતુ શાળા પહેલાના જ બસ સ્ટોપ પર તે ઉતરી ગયો હતો. તેના મૃત્યુની તપાસ સધર્ક કોરોનર દ્વારા કરવામાં આવશે.
સિટી ઑફ લંડન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: “ઝહીદ અલીના પરિવારે ઔપચારિક રીતે ઝહીદની ઓળખ કરી હતી. અમારી લાગણી તેના પરિવાર અને મિત્રો સાથે છે.” આર્ક ગ્લોબ એકેડેમીના એક્ઝિક્યુટિવ પ્રિન્સપાલ મેટ જોન્સે કહ્યું હતું કે “અમને સમાચાર જાણીને ખૂબ જ દુ:ખ થયું છે.