ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો જેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ચિકિત્સકોની સલાહનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ જવાબદારીઓ વર્ચ્યુઅલ રીતે પૂરી કરી રહ્યો છું.’
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અખિલેશ યાદવે બુધવારે સવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાની જાતને આઈસોલેટ કરી દીધી છે.
યોગી આદિત્યનાથના કાર્યાલયમાં અનેક અધિકારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ એસપી ગોયલ, સચિવ અમિત સિંહ, ઓએસડી અભિષેક કૌશિક કોરોનાની લપેટમાં આવી ગયા હતા.