અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન 7-10 સપ્ટેમ્બર દરમિયાન જી20 લીડર્સ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી જશે. છેલ્લાં 10 મહિનામાં તેમની આ ચોથી ભારત મુલાકાત કરશે, ટ્રેઝરી વિભાગે ગુરુવારે જણાવ્યું હતું.
યેલેન સમિટમાં વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા તથા નીચી અને મધ્યમ આવક ધરાવતી દેશોને સપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેઓ દેવાના પુનર્ગઠન, મલ્ટિલેટર ડેવલપમેન્ટ બેન્કના વિકાસ તથા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ટ્રસ્ટ ફંડના નાણાના ઉપયોગ અંગે ચર્ચાવિચારણા કરશે. વિકસિત દેશોના ક્લિન એનર્જી જેવા મુદ્દે વધુ ધિરાણ આપવા માટે તેઓ વર્લ્ડ બેન્ક અને બીજી બહુરાષ્ટ્રીય નાણા સંસ્થાઓના વિકાસ પર ભાર મૂકશે.