યતીન કોટકની વરણી તા. 5 ઑક્ટોબર 2020થી યુકેની જાણીતી બ્રાન્ડ બોમ્બે હલવા લિમિટેડ (યુકે)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કરવામાં આવી છે. કંપનીના ડેપ્યુટી એમડી શબ્બીર કાંચવાલા નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરનો રોલ સંભાળશે અને તેઓ પણ સમગ્ર ટીમને ટેકો આપશે.
બોમ્બે હલવા લિમિટેડ (યુકે)ના ચેરમેન અને કંપનીના સ્થાપક લર્ડ ગુલામ નૂનના દિકરી ઝીનત હરનાલ નૂને જણાવ્યું હતું કે ‘’શ્રી કોટકની વરણીથી કંપનીના ઇતિહાસમાં એક નવુ ચેપ્ટર ખોલાશે અને આગામી વર્ષોમાં કંપની નવી ઉંચાઇઓને આંબશે. તેઓ પોતાની સાથે વિશાળ કોમર્શીયલ સ્કીલ્સ, કસ્ટમર – કન્ઝ્યુમર અને સપ્લાયરની જરૂરીયાતોનું અગાધ જ્ઞાન, બ્રાન્ડ વગેરે લઇને આવ્યા છે. તેમની પાસે ઓસ્ટ્રેલીયાનો પણ ફૂડ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે. તેમની વરણી કંપનીના બિઝનેસને એક અલગ લેવલ પર લઇ જશે.‘’
યતીન કોટકે જણાવ્યું હતું કે ‘’હું બોમ્બે હલવાની ટીમની સાથે મળીને કામ કરવા માટે આતુર છું અને અમે કંપનીના સ્થાપક સ્વર્ગસ્થ સર ગુલામ નૂનનાં વિઝનને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું ગ્રાહકો, સપ્લાયર્સ અને તમામ સ્ટેકહોલ્ડર્સની આવશ્યકતાઓ, આંતરિક જાગૃતિ અને સમજણ તેમજ એન્જિનિયરિંગ સોલ્યુશન્સના મારા જ્ઞાનનો ઉપયોગ કંપનીની સફળતા માટે કરીશ.’’
આ અગાઉ યતીને ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ, યુકે, યુરોપ, પૂર્વ આફ્રિકા, ભારત, યુએઈ અને હોંગકોંગ ખાતે વરિષ્ઠ મેનેજમેન્ટ ભૂમિકાઓમાં કામ કર્યું છે.