વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાહૂ સર્ચ એન્જિન પર સર્ચ કરવામાં આવેલી હસ્તિઓમાં ટોપ પર રહ્યાં છે અને ખેડૂતોનું આંદોલન ટોચનું ન્યૂઝમેકર બન્યું છે. ક્રૂઝ ડ્રગકેસને કારણે ચર્ચામાં આવેલા આર્યન ખાને ટોપ ન્યૂઝમેકર્સની સૌથી વધુ સર્ચ કરવામાં આવતી યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે. યાહુએ શુક્રવારે ભારત માટે 2021ના વર્ષના આ રિવ્યૂની જાહેરાત કરી હતી. તે યુઝર્સના દરરોજના સર્ચ આધારિત ટોપ હસ્તિઓ, ન્યૂઝમેકર્સ અને ઘટનાઓનું સંકલન છે.પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી હસ્તીનો ખિતાબ મળ્યો છે. 2017થી આ ખિતાબ મોદી પાસે છે. ગયા વર્ષે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટોપના સ્થાને આવ્યા બાદ તેમાં થોડો ઘટાડો થયો હતો.
છેલ્લાં એક વર્ષથી ચડાવ-ઉતારનો સામનો કરી રહેલો ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને રહ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ત્રીજા સ્થાને રહ્યાં હતા.સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા રાજકીય નેતાઓની યાદીમાં 2021માં નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને રહ્યાં છે. મમતા બેનરજીએ ગયા વર્ષથી પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે અને તે બીજા સ્થાને છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એકસાથે ત્રીજા સ્થાને છે. અરવિંદ કેજરીવાલ પંજાબમાં ચૂંટણીને કારણે ચર્ચામાં છે. ભાજપના નેતા અમિત શાહનો ટોપ ફાઇવમાં સમાવેશ થાય છે.
ચાહકોએ લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુકલાની અચાનક વિદાય અંગે શોક વ્યક્ત કર્યો છે અને તેમને ચોથા ક્રમ મેળવ્યો હતો
આ યાદીમાં ઉલ્લેખનીય રૂપમાં એક નવો પ્રવેશ આર્યન ખાનનો હતો. સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વ્યક્તિઓની યાદીમાં તે સાતમાં સ્થાને રહ્યો હતો. ડ્રગ્સ કેસમાં ઓક્ટોબરમાં આર્યનની ધરપકડ થઈ હતી અને તેનાથી ઓનલાઇન દિલચસ્પીમાં વધારો થયો હતો.વિવાદાસ્પદ કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતોનું આંદોલન માત્ર એક વર્ષમાં 2021નો ટોપ ન્યૂઝમેકર બન્યું હતું. ન્યૂઝમેકરની યાદીમાં આર્યન ખાન બીજા ક્રમે રહ્યો હતો. અશ્લિલ ફિલ્મોના કેસમાં ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન રાજ કુન્દ્રા 2021માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ન્યૂઝમેકરની યાદીમાં ત્રીજા ક્રમે રહ્યાં હતા.
ટોપ સર્ચમાં ભારતના ફ્લાઇંગ શીખ મિલખા સિંહ નવમાં સ્થાને રહ્યાં હતા. તેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું હતું. બ્લેક ફંગસ પાંચમાં સ્થાને અને અફઘાનિસ્તાન સંકટ 10માં સ્થાને રહ્યું હતું.ટેસ્લા મોટરના સીઇઓ એલન મસ્ક સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા બિઝનેસ પર્સનમાં મુકેશ અંબાણીને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બિલ ગેટ્સ, એર ઇન્ડિયાના વેચાણને કારણે રતન ટાટા અને બિગબુલ રાકેશ ઝુનઝુનવાલેએ ટોપના પાંચમાં સ્થાન મેળવ્યું હતું.