લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ સલમાન ખાનને Y+ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. હવે બોલિવૂડ અભિનેતા કડક સુરક્ષા વચ્ચે જોવા મળે છે અને સુરક્ષા કવચ વગર તેને ક્યાંય જવાની મંજૂરી મળશે નહીં. તે હેઠળ સલમાન ખાન દરેક સમયે 11 સુરક્ષાકર્મીઓના ઘેરામાં ચાલતા હોય છે. આ સુરક્ષાકર્મીઓમાંથી તેમની સાથે દરેક સમયે 2 કમાન્ડો અને 2 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હોય છે.
અભિનેત્રી કંગના રનૌતે રવિવારે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશ પીએમ નરેન્દ્ર મોદીના સુરક્ષિત હાથમાં છે અને ડરવાની જરૂર નથી. અગાઉ જ્યારે કંગનાને જાનથી મારી નાખવાની ધમકી મળી ત્યારે તેને સુરક્ષા પણ આપવામાં આવી હતી.
કંગના રનૌતે કહ્યું હતું “અમે કલાકાર છીએ. સલમાન ખાનને કેન્દ્ર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તરફથી સુરક્ષા મળી રહી છે, તો ડરવાની કોઈ જરૂર નથી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સલમાન ખાનની સુરક્ષા સર્વોચ્ચ સ્તરની છે. તેમને મુંબઈ કે ભારતમાં ક્યાંય પણ ફરવામાં કોઈ તકલીફ નથી. મને લાગે છે કે, મુંબઈથી વધુ સુરક્ષિત કોઈ શહેર નથી. સલમાન ખાન પર કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. બિશ્નોઈ સમુદાય કાળિયારને ખૂબ જ પવિત્ર માને છે. આ કારણોસર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાન પાછળ પડી છે.