ડેનવર સ્થિત સુપરસોનિક પેસેન્જર જેટ ડિઝાઇન કરતી કંપનીના બૂમ સુપરસોનિક XB-1 વિમાને ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં મોજાવે રણની ઉપર 35 મિનિટની ત્રણ હાઇ-સ્પીડ ટેસ્ટ ફ્લાઇટ્સ દરમિયાન સાઉન્ડ બેરિયરને તોડ્યા બાદ વધારાના કોઈ ખર્ચ વગર લંડનથી ન્યૂ યોર્કની ત્રણ કલાકની ટ્રિપની સંભાવના ફરી ખુલી ગઈ છે.
જો આ હવાઇ સેવા શક્ય બની તો 2029 સુધીમાં મુસાફરો વિમાનોમાં એટલાન્ટિક પાર કરી શકશે અને લંડન અને ન્યૂ યોર્ક વચ્ચેની ઉડાનમાં ફક્ત અડધો સમય લાગશે. બૂમનું પહેલું કોમર્શિયલ પ્લેન, ઓવરચર, લગભગ 65 મુસાફરોને લઈ જશે અને તેની કિંમત લગભગ £200 મિલિયન હશે. તેઓ 2029 થી ડિલિવરી શરૂ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.
ડેનવર સ્થિત સ્ટાર્ટ-અપ બૂમ સુપરસોનિક, મેક 1.7 – અથવા આજના સૌથી ઝડપી કોમર્શીયલ વિમાનોની ગતિ કરતાં બમણી ઝડપે ઉડી શકે તેવા – ક્રુઝિંગ કરવામાં સક્ષમ સુપરસોનિક પેસેન્જર વિમાનોની એક નવી જાતિ ડિઝાઇન કરી રહ્યું છે. તેમને અમેરિકન એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને જાપાન એરલાઇન્સ તરફથી ઓર્ડર અને પ્રતિબદ્ધતાઓ મળી છે.
સંશોધન કહે છે કે ૯૭ ટકા મુસાફરો સુપરસોનિક ફ્લાઇટ ઇચ્છે છે અને ૮૭ ટકા લોકો તેને મેળવવા માટે એરલાઇન્સ બદલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોનકોર્ડની ઉડાન માટે £20,000 ચૂકવવા પડતા હતા અને 2000માં પેરિસના ચાર્લ્સ ડી ગૌલમાં એક કોન્કોર્ડ જેટ ક્રેશ થયા બાદ સવાર તમામ ૧૦૯ લોકો અને જમીન પર ચાર લોકો માર્યા ગયા હતા.