વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મહિલાઓએ માત્ર 24 મહિનામાં 15 હોટેલ ઓપનિંગ અને 50 સાઈનિંગ્સને વટાવી દીધી છે. આ પ્રોગ્રામે તેનું નેટવર્ક 550 થી વધુ મહિલાઓ સુધી વિસ્તરણ કર્યું છે, જે હોટલની માલિકી માટેના અવરોધોને તોડી પાડવા માટે વિન્ધામમના સ્કેલનો લાભ લે છે, એમ વિન્ધામે એક નિવેદનમાં જણાવ્યું હતું.
“દશકાઓથી, હોટેલ ઉદ્યોગ મહિલાઓને હોટલની માલિકીની આપવાની બાબતને અવગણતો હતો અને તેના લીધે તેણે વધુ વિવિધતા દ્વારા પોતાને મજબૂત કરવાની તક ગુમાવી હતી,” એમ વ્યૂહાત્મક ફ્રેન્ચાઇઝ માટે વિન્ધામના વાઇસ પ્રેસિડેન્ટ ગેલેન બેરેટે જણાવ્યું હતું. આ પહેલ હેઠળ “મહિલાઓ રૂમની માલિકી ધરાવે છે અને તે પછીના કાર્યક્રમો જે તેણે સમગ્ર ઉદ્યોગમાં પ્રેરિત કર્યા છે તેણે ઉદ્યોગમાં ધરમૂળથી ફેરફાર આણ્યો છે અને વિન્ધામને નવા કંડારેલા માર્ગનું નેતૃત્વ કરવામાં ગર્વ છે.”
યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અને કેસ્ટેલ પ્રોજેક્ટના ડેટા અનુસાર, જો કે મહિલાઓ હોસ્પિટાલિટી વર્કફોર્સમાં લગભગ 60 ટકા હોવા છતાં દર દસ પુરુષ આગેવાને એક જ મહિલા આગેવાન છે.
સ્ત્રી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન
વીમેન ઓન ધ રૂમ ઉદ્યોગમાં મહિલાઓની જરૂરિયાતોને અનુરૂપ નેટવર્કિંગ અને શિક્ષણ માટે નાણાકીય ઉકેલો, ઓપરેશનલ સપોર્ટ અને કમ્યુનિટી પૂરો પાડે છે. વિન્ધામે જણાવ્યું હતું કે વ્યૂહરચના અસરકારક સાબિત થઈ રહી છે.
ફિલ્મ અને ટેલિવિઝન નિર્માતા ક્રિસ્ટીના લેમ્બર્ટ, જે પ્રોગ્રામના સ્થાપક સભ્ય છે, કળાક્ષેત્રે સફળ કારકિર્દી બાદ તેમણે 2020માં હોટેલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તે ભાડાની પ્રોપર્ટી માલિકીમાં તેની માતાની સફળતાથી પ્રભાવિત હતી. તેમણે તેમની માતા સાથે લેમ્બર્ટે લવલેન્ડ, કોલોરાડોમાં બે હોટલ ખરીદી હતી.